“મૂછાળી માં” તરીકે જાણીતા ગિજુભાઈ વિશે સમજતા પહેલાં તેમની આદર્શ મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ સમજીએ….

ભારતમાં અનેક શૈક્ષણિક પ્રયોગ કરીને બાળ શિક્ષણમાં ક્રાંતિ લાવેલા મેડમ મેરિયા મોન્ટેસરી ઇટલીમાં સંપન્ન પરિવારમાં 1870માં જન્મ…

રોમ યુનિવર્સિટીમાં મેડિકલ અભ્યાસ કરીને વિશ્વના પહેલા મહિલા એમડી બન્યા. રોમ યુનિવર્સિટીમાં વર્ષ 1900 થી 1907 સુધી માનવ શરીરવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવા આપી.

આ દરમિયાન માનસિક અને શારીરિક અશક્ત બાળકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું. સમય જતાં અશક્ત બાળકો માટે સંસ્થાઓ ઉભી કરવા લાગ્યા, શારીરિક અને માનસિક બાળકોની માનસિકતા સમજવા તંદુરસ્ત બાળકોનો અભ્યાસ કરવાનો શરૂ કર્યો. મોન્ટેસરી મેડમ જે એક્સપરિમેન્ટ વિકલાંગ બાળકો પર કરતાં એ જ તંદુરસ્ત બાળકો પર કર્યો… અભ્યાસ પરથી સમજાયું કે છ વર્ષ સુધી બાળકોની ગ્રહણશક્તિ લગભગ સરખી જ હોય છે…. બાળકોના સર્વાંગી વિકાસમાં રસ પડ્યો.

બાળકો પરના ગહન અભ્યાસને કારણે ઇટલીની સ્કૂલોના નિરીક્ષણ બન્યા, ટીચર્સ ટ્રેઇનિંગ જેવો કોન્સેપ્ટ શરૂ કર્યો, જે આખા યુરોપમાં ફેલાવા લાગ્યો.

ઇટલીના તાનાશાહ મુસોલિનીને યુદ્ધના માહોલ માટે મોન્ટેસરીના વિચારો માફક ન આવ્યા, મોન્ટેસરી સ્પેન ગયા અને પ્રવૃત્તિ ચાલુ રાખી…

વર્ષ 1919થી આંતરરાષ્ટ્રીય વક્તવ્યો આપવાના શરૂ થયા, જે માટે તેઓ ભારતના અડ્યાર, અમદાવાદ, પૂના અને કાશ્મીર સુધી પહોંચ્યા….

આપણા મૂછાળી મા એવા મુંબઇ હાઇકોર્ટના સફળ વકીલ ગીજુભાઇને મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિમાં ઘણો રસ પડ્યો અને મોન્ટેસરી પદ્ધતિનું ગાંધી વિચાર સાથે ભારતીયકરણ કર્યું….

બાય ધ વે, મોન્ટેસરી મેડમ 1939થી 1951 સુધી મોન્ટેસરી પદ્ધતિ માટે ઘણું ખરું ભારતની પાવનભૂમિ પર રહ્યા અને 1952માં વતન એવા ઇટલી ગયા બાદ તેમનું નિધન થયું….

મોન્ટેસરી પ્રથા શું છે? બાળકો જમવાનું, ડીશ યોગ્ય સ્થાન પર મૂકવાથી માંડી જીવનના જરૂરી લેશન પોતાની જાતે શીખે, સ્વનિર્ણય લેતા શીખે અને રમતોના માધ્યમથી ડિસીપ્લિન શીખે. મોન્ટેસરીમાં સંગીત, નૃત્ય, પ્રકૃતિ નિરીક્ષણ, ગણિત જેવા વિષયો સહજ રીતે શીખે.

મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિમાં પહેલીવાર પુરુષ શિક્ષકો કરતાં મહિલા શિક્ષકો પર વધુ ભાર મૂકવામાં આવ્યો. ત્રણથી છ વર્ષના બાળકની સંવેદના જેટલી સ્ત્રી સમજી શકે એટલું પુરુષ નહીં, એવું મોન્ટેસરી મેડમ માનતા.

બાળકો લખવાનું શરૂ કરે પછી વાંચન તરફ આગળ વધે, કિન્ડરગાર્ટેન અને મોન્ટેસરી પદ્ધતિમાં કેટલાક પાયાના તફાવત પણ છે… મોન્ટેસરી ડોક્ટર હોવાથી વધુ વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જ્યારે કિન્ડરગાર્ટેનના સ્થાપક ફ્રોબેલ ફિલોસોફર હોવાથી પ્રકૃતિ સાથે જોડાયેલી શિક્ષણ પદ્ધતિ છે…. અપને કો ક્યા ફર્ક પડતા હૈ?

નર્સરી સ્કૂલો પર સંવેદનશીલતા અને સમાનુભૂતિ જેવા આદર્શોને લીધે મોન્ટેસરી પદ્ધતિ આજે પણ પ્રભાવિત છે.

બહુ ફરક પડે છે… એની વે, આપણા મૂછાળી મા એવા ગીજુભાઇ એ બંને પદ્ધતિઓનું ભારતીયકરણ કર્યું… ગીજુભાઇ એ ગાંધી વિચાર સહિત અનેક નવા પ્રયોગ શરૂ કર્યા.

ગીજુભાઇએ ભાવનગરમાં 1925માં અને 1928માં અમદાવાદમાં મોન્ટેસરી અધિવેશન યોજ્યું. 1925માં પહેલું અધ્યાપન મંદિર અને 1938માં રાજકોટમાં છેલ્લા અધ્યાપન મંદિરની સ્થાપના કરી.

મોન્ટેસરી પદ્ધતિ સાથે ગીજુભાઇએ નાના બાળકોને સ્વાદ, સ્પર્શ, ગંધ, દ્રષ્ટિ જેવી ઇન્દ્રિયોના અનુભવ સાથે પ્રશ્નોત્તરી પદ્ધતિ વિકસિત કરી.

ગીજુભાઇનું પ્રદાન એટલે વાર્તા દ્વારા એજ્યુકેશન, નાટ્ય પદ્ધતિ પર ભાર મૂકતા. ગીજુભાઇ માનતા કે વાર્તાઓથી બાળકની કલ્પનાશક્તિ સાથે શબ્દો અને ભાષાશુદ્ધિ પણ શીખવી શકાય. તેમના મતે શિક્ષણ પદ્ધતિ સમય સાથે બદલાતી રહેવી જોઈએ, પણ ગોખણપટ્ટી સાવ નક્કામી પદ્ધતિ છે…

ગીજુભાઇ માનતા કે મોન્ટેસરી અને કિન્ડરગાર્ટેન પદ્ધતિની શાળાઓ બાળકોનું ઘર બનવું જોઈએ…. એક સમય એવો પણ હતો કે બાળક પોતાની માતા કરતાં ગીજુભાઇ પાસે વધુ લાડ પામતો, ગીજુભાઇને છોડતો નહીં…

જ્યારે ગીજુભાઇ બધેકા 1939માં નિધન પામ્યા ત્યારે ગાંધીજી લખ્યું કે ગીજુભાઇના કાર્યો માટે મારી પાસે શબ્દો નથી…. એમના કાર્યો માટે લખવાની મારી ક્ષમતા નથી, બસ ગીજુભાઇની શૈક્ષણિક પ્રવૃત્તિ અવિરત ચાલતી રહે એ જ સાચી શ્રદ્ધાંજલિ છે…..

તમે પણ આજે બાળકોને એકાદ મજાની વાર્તા કહેશો કે પછી આખો દિવસ ફોર્વડેડ મેસેજીયા ઝિંદાબાદ…