નવી પેઢીના બાળકો
‘જીવન પરિવર્તનશીલ છે. કોઈપણ બે પેઢીઓના જીવનધોરણમાં કદી સમાનતા જોવા મળતી નથી. પેઢી વીતે તેમ લોકોની જીવનશૈલી અને જીવનમૂલ્યોમાં બદલાવ આવે છે. આ ફેરફારો એટલા સૂક્ષ્મ હોય છે કે એક જ પેઢી પછી તરત એનો અણસાર આપણને એક જ પેઢી પછી તરત એનો અણસાર આપણને આવતો નથી, પણ સતત ત્રણ પેઢીઓના જીવનધોરણની સરખામણી કરીએ ત્યારે જ આપણને જીવનની પરિવર્તનશીલતાનો ખ્યાલ આવી શકે છે. જૂની બનેલી પેઢી દાદા — દાદીની ભૂમિકામાં આવે ત્યાં સુધીમાં તો એના પૌત્ર — પૌત્રીઓની જીવવાની રીતમાં આવેલો ફેરફાર ઊડીને આંખે વળગે તેવો બની જાય છે. પરંતુ એ બંને વચ્ચેની પેઢી તે વખતે પોતાનું માતાપિતા તરીકેનું કર્તવ્ય બજાવવામાં એટલી વ્યસ્ત હોય છે કે એને આ ફેરફારોની નોંધ લેવાની ફુરસદ સરખી હોતી નથી.
કોઈપણ બે પેઢીઓનું બાળપણ કદી એકસરખું વીતે તેમ કદી બને નહીં. વિશ્વભરમાં છેલ્લાં છ દાયકામાં સમાજજીવનમાં અણધારેલો ફેરફાર જોવા મળ્યો છે. આજે આપણે આપણાં સંતાનોને ઉછેરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણા જીવનમાં આટઆટલી સુવિધાઓ નહોતી. આજે બાળકો કેટલાં જાતજાતનાં કપડાં પહેરે છે ને ભાતભાતનાં રમકડાંથી રમે છે! આજે મળે છે એટલી ભણતરની તકો ત્યારે ક્યાં હતી? માબાપની આજ્ઞાનું આપણે અનિચ્છાએ પણ પાલન કરવું પડતું; આગળ ભણવું હોય કે પરણવાનું આપણને આપણી મરજી અને પસંદગીનો અધિકાર નહોતો. જેની સામે આજની પેઢીને બાળકોને વધારે સ્વતંત્રતા અને પસંદગીનો અવકાશ મળ્યો છે.
પસંદગીની વિશાળ તકો
કપડાં અને રમકડાં બાબતમાં જ જોઈએ તો આજે બાળકોને પસંદગીની અનેક તકો મળે છે. આજે આપણી ભૌતિક અને આર્થિક સમૃદ્ધિમાં ઘણો વધારો થયો છે, તેથી આપણે આપણાં સંતાનોને મોંઘીદાટ ચીજવસ્તુઓ ખરીદી આપવા માટે કદી પાછી પાની કરતા નથી. આજના સરેરાશ માતાપિતા એવી મનોવૃત્તિ સાથે જીવતા હોય છે કે બાળકને જેટલૌ ચીજવસ્તુઓ વધારે લઈ આપીએ એટલું આપણું એના પરનું વહાલ વધારે દેખાય છે. આપણે આપણા જમાનામાં માંડ એકાદ — બે જોડી કપડાંથી ચલાવી લેતા. આજે જે આધુનિક અને મોંઘાદાટ રમકડાં મળે છે તેની સરખયાભમઈણીમાં કુના વખતમાં માટી અને લાકડાનાં ઘરઆંગણે બનેલાં રમકડાંથી આપણે મન મનાવી લેતાં. આની સામે આજે મળતાં રમકડાંઓમાં ઘણું વૈવિધ્ય આપણે જોઈએ છીએ. પણ આના લીધે આજનું બાળક અસંતુષ્ટ બન્યું છે. એની માગણીઓને પોષવાની આપણી ત્રેવડ ટુંકી પડી જાય છે. જાતજાતનાં મકડાં, કપડાં અને ચીજવસ્તુઓની વચ્ચે અનું મન ગુંચવાય છે. આપણે વિપુલતા અને સુખને અણસમજથી સાંકળી લીધા છે. જેની પાસે વધારે વસ્તુ હોય તે વધારે સુખી એમ આપણી માન્યતા દૃઢ થઈ ગઈ છે. આજ માનસિકતાનો આપણાં બાળકો ભોગ બની બેઠાં છે. એક વસ્તુથી એમનો ધરવ થતો નથી. એ વસ્તુના બાહ્ય દેખાવ અને એની મોંઘીદાટ કિંમતને વધારે મહત્ત્વ આપતાં હોય છે. પરિણામે અનેકગણી ચીજવસ્તુઓ હોવા છતાં એમણે સુખ અને સંતોષ ગુમાવ્યાં છે. ચીજવસ્તુઓની ખરીદી કે ભણતરની તકોમાં જેટલો વધારો થયો છે એટલો એમનો ગુંચવાડો વધ્યો છે. મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો એની એમણે ઘણી આકરી કિંમત ચૂકવી છે : આધુનિક અને મોંઘાદાટ રમકડાં મળે છે તેની સરખયાભમઈણીમાં કુના વખતમાં માટી અને લાકડાનાં ઘરઆંગણે બનેલાં રમકડાંથી આપણે મન મનાવી લેતાં. આની સામે આજે મળતાં રમકડાંઓમાં ઘણું વૈવિધ્ય આપણે જોઈએ છીએ. પણ આના લીધે આજનું બાળક અસંતુષ્ટ બન્યું છે. એની માગણીઓને પોષવાની આપણી ત્રેવડ ટુંકી પડી જાય છે. જાતજાતનાં મકડાં, કપડાં અને ચીજવસ્તુઓની વચ્ચે અનું મન ગુંચવાય છે. આપણે વિપુલતા અને સુખને અણસમજથી સાંકળી લીધા છે. જેની પાસે વધારે વસ્તુ હોય તે વધારે સુખી એમ આપણી માન્યતા દૃઢ થઈ ગઈ છે. આજ માનસિકતાનો આપણાં બાળકો ભોગ બની બેઠાં છે. એક વસ્તુથી એમનો ધરવ થતો નથી. એ વસ્તુના બાહ્ય દેખાવ અને એની મોંઘીદાટ કિંમતને વધારે મહત્ત્વ આપતાં હોય છે. પરિણામે અનેકગણી ચીજવસ્તુઓ હોવા છતાં એમણે સુખ અને સંતોષ ગુમાવ્યાં છે. ચીજવસ્તુઓની ખરીદી કે ભણતરની તકોમાં જેટલો વધારો થયો છે એટલો એમનો ગુંચવાડો વધ્યો છે. મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો એની એમણે ઘણી આકરી કિંમત ચૂકવી છે :
- કોઈપણ પસંદગી કે નિર્ણય કરવામાં એમને વધારે મહેનત પડે છે અને વધારે વાર લાગે છે.
- પસંદગીમાં ભૂલો થવાનો અને પાછળથી પસ્તાવો થવાનો અવકાશ વધ્યો છે.
- સુખ અને સંતોષ ગુમાવીને એમણે ભૌતિક ચીજવસ્તુઓના વપરાશની સુવિધા મેળવી છે.
- એમની ઈચ્છાઓ અને આવેગો બેકાબૂ બન્યા છે.
આને લીધે એમના ભાવિ જીવનની ગુણવત્તા પર અસર પડવાનો સંભવ પેદા થયો છે.
સામાજિક અપેક્ષાઓનું ભારણ
બાળકો આજનાં હોય કે અગાઉનાં — એમણે એમના કુમળા મસ્તક પર એમના માબાપ તેમ જ કુટુંબની પારાવાર અપેક્ષાઓનો બોજ ઉઠાવવો પડતો હોય છે. આ અપેક્ષાઓનો કોઈ પાર જ નથી. એ પોતાની મરજી મુજબની પ્રવૃત્તિ કરી શકતાં નથી. ભણવામાં એમને એમના માબાપની ઇચ્છાઓનું પાલન કરવું પડે છે. દરેક માબાપ એના સંતાનના જીવનને પોતાની ઇચ્છા મુજબનો ઘાટ આપવા માગતા હોય છે. લગભગ અપવાદરહિત દરેકે દરેક માબાપ બાળકના જીવનઘડતરમાં માળી બનવાને બદલે ઈજનેર કે સ્થપતિ બની બેસતાં હોય છે. પરિણામે બાળકની કારકિર્દી અને જીવન એના માબાપે નક્કી કરી આપેલી રૂપરેખાને જ અનુસરતું હોય છે. આજનાં બાળકોના જીવનમાં પણ આ પરિસ્થિતિ તો છે જ, પણ એના સ્વરૂપમાં ઘણો મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભણતર અને વ્યાવસાયિક કારકિર્દીને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો આજે બાળકો પર સામાજિક અપેક્ષાઓનું દબાણ ઘણું વધી ગયું છે. દરેક માબાપ એના સંતાનને ડૉક્ટર કે અન્જિનિયર બનાવવા ઈચ્છતા હોય છે. દસમા — બારમા ધોરણમાં બોર્ડની પરીક્ષાઓ ભારરૂપ બની છે, કેમ કે તેમાં ટકાવારી અને સ્પાર્ધાનું અનિચ્છનીય તત્ત્વ દાકલ થઈ ગયું છે. સ્કૂલમઅં ભણવા ઉપરાંત બાળકો ટયુશન ક્લાસીસમાં હડીઓ કાઢતાં રહે છે. ભણતરનો તો અગાઉ પણ પુસ્તકિયું જ હતું, પણ આજે તે ગોખણિયું અને વધારે બિનવ્યવહારુ બની ગયેલું જણાય છે. બાળકો સ્કૂલ, ટયુશન, કરાટે, સ્કેટિંગ, ક્રિકેટ, નૃત્ય અને સંગીતમાં પાવરધાં બનવા માટે દિવસ આખો દોડતાં રહે છે. આપણે જ એમના માથે સમયની તાણ પેદા કરી છે. આપણે જ એમની જિંદગીને સતત હોડમાં મૂકી છે અને પછી આ તાણને ઓછી કરવા માટે આપણે એમના હાથમાં કાચી ઉંમરે ટૂ—વ્હીલરની ચાવી સોંપી દીધી છે. સાયકલો હવે આઉટડેટેડ બની ગઈ છે. બાળકો માટે સ્કૂટી અને એક્ટિવાની અનિવાર્યતા આપણે જ પેદા કરી છે. વગર લાયસન્સે વાહન ચલાવવાનો ગુનો કરવાની છૂટ આપણે જ એમની આપી છે અને પછી બેફામ ઝડપે એમને વાહન ચલાવતા જોઈને કે અકસ્માત કરતા જોઈને આપણે આપણો પિત્તો ગુમાવી બેસીએ છીએ. અગાઉ આવી પરિસ્થિતિ હતી નહીં. આજે એવા માબાપ જોવા મળે છે કે જે પોતાનાં સંતાનોની નાનીમોટી બધી જ બાબતોની ચિંતા કરીને અડધાં — અડધાં થઈ જતાં હોય છે, જ્યારે આપણા જમાનામાં સંતાનોને માબાપ પડતાં મૂકી દેતાં જણાતાં.
સ્વાસ્થ્ય પર ખતરો
આજની ઊછરી રહેલી પેઢી શારીરિક શ્રમનો મહિમા ભૂલી ચૂકી છે. આપણી અગાઉની શેરી રમતો સાવ ભુલાઈ ચૂકી છે. મેદાની રમતોમાં હવે માત્ર ઝાકઝમાળ ધરાવતી ક્રિકેટની રમતની જ કિશોરો તેમ જ યુવાનોમાં ઘેલછાં રહી છે, જેને બાદ કરતાં અગાઉની ગિલ્લીદંડા, ખો — ખો, કબડ્ડી, ગેંડીદડો, આંબલીપીપળી વગેરે રમતો જૂની યાદ બનીને રહી ગઈ છે. પરિણામે નવી પેઢી બેઠાં બેઠાં કે સૂતાં સૂતાં પોતાનો સમય વિતાવતી થઈ છે. યુવાન પેઢીમાં ટીવી, વિડીયો ગેમ્સ અને કમ્પ્યુટરનાં વધેલાં ચલણો શારીરિક શ્રમ અને મેદાની પ્રવૃત્તિઓનો અવકાશ છોડયો નથી. આપણાં બાળકો કાટૂર્ન ચેનલાના બંધાણી બની ગયાં છે. ટીવીની જાહેરાતોએ બાળકોની ખાણીપીણીને નાદુરસ્ત બનાવી દીધી છે. ફાસ્ટ અને જંક ફૂડનો મહિમા વધ્યો છે. વૈશ્વિકરણના જુવાળે તૈયાર ખાદ્યચીજોને સસ્તી અને હાથવગી બનાવી મૂકી છે. બે મિનિટમાં તૈયાર થતી નૂડલ્સને છોડીને મમ્મી ભાખરી —રોટલી તૈયાર કરીને ખવરાવે તેટલી રાહ જોવાની નવી પેઢીને હવે આદત રહી નથી. આ ફાસ્ટ અને જંક ફૂડ ભારોભાર કેલરી ધરાવે છે, જેની સામે એમનું પોષણમૂલ્ય સાવ શૂન્ય હોય છે. સાદા પાણીથી તરસ છીપવવાને બદલે આ પેઢી પેપ્સી, કોલા અને લિમ્કા પર પોતાની પસંદગીનો કળશ ઢોળતી થઈ છે. એ શાકભાજી, ફળો અને કઠોળને તો અડકતી જ બંધ તઈ ગઈ છે. વર્ષગાંઠોની ઉજવણીને આજે જે મહત્ત્વ મળે છે તે અગાઉના વખતમાં જરા યે નહોતું. બાળકોની હાથખર્ચી વધી છે. ઘરેથી મળતા પૈસાનો એ ન ખાવાની ચીજો અને મોંઘીદાટ ભેટો ખરીદબામાં ખર્ચ કરી કાઢે છે. આધુનિક ફાસ્ટ ફૂડના બંધાણી બનીને બાળકો સ્થૂળ બનતાં ચાલ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક અહેવાલ મુજબ આપણા દેશમાં સુમારે ૧૨.૪ ટકા છોકરાઓ અને ૯.૯ ટકા છોકરીઓ તેનો ભોગ બની ચૂકી છે. શહેરી કિશોરોમાં તેનું પ્રમાણ ચિંતાજનક ઝડપથી વધી રહ્યું છે. બાળપણની સ્થૂળતાથી ટાઈપ — ૨ ડાયાબીટિઝ, હાઈબ્લડપ્રેશર, લોહીમાં કોલેસ્ટ્રોલની ઊંચી માત્રા વગેરે વિષમતાઓ પેદા થતી હોય છે. આના લીધે યુવાન વર્ગને ખૂબ નાની વયે હૃદયરોગનો ભોગ બનીને અકાળે મરણ પામવાનું જોખમ ઊભું થાય છે. અત્યાર સુધી જે આરોગ્ય સમસ્યાઓ મોટપણે જોવા મળતી હતી હવે નાની ઉંમરે જોવા મળી રહી છે.
નવી પેઢીનો નશો
સામાન્ય રીતે નશાની વાત કરીએ એટલે આપણને તમાકુ, શરાબ કે ચરસની યાદ આવે, પણ સમાજશાસ્ત્રીઓના અવલોકન મુજબ આજની પેઢી બીજી અનેક જોખમી આદતો અને વર્તનનો શિકાર બનીરહી છે જેની એમના સ્વાસ્થ્ય પર માઠી અસર થવા પામી છે. આ નશાથી આપણે આપણાં સંતાનોને મુક્ત કરવાની જરૂર છે. આવી આદતોમાં ફાસ્ટ ફૂડના વળગણ ઉપરાંત અતિઝડપે વાહન ચલાવવું, ઠંડાં પીણાંનું સેવન, બેફામ ખર્ચ કરવો, ઈન્ટરનેટ અને મોબાઈલ ફોનની લત, ઘોંઘાટિયા સંગીતનો નશો વગેરેનો સમાવેશ થતો હોય છે. ટીવીના કાર્યક્રમો તેમ જ ફિલ્મોએ આજની પેઢીને આક્રમક અને હિંસક બનાવી છે. એ આપણા આજ્ઞા — આદેશને અનુસતરી નથી. બાળકોના વર્તન —વ્યવહારમા ઉદ્ધતાઈ આવી ગઈ છે. એ વાતવાતમાં ઉશ્કેરાઈ જતાં થયાં છે અને સામા થઈ જાય છે. અપાકટ વયે એ જાતીય વ્યવહાર કરે છે અને સેક્સ માણે છે અને બેફામ ઝડપે વાહન ચલાવે છે. જેમ વાહન ચલાવવા માટે લાયસન્સની એ જરૂરિયાત જોતાં નથી તેમ સેક્સ માટે પુખ્ત વયના થતાં સુધી રાહ જોવાની એમનામાં ધીરજ નથી. એક મોજણીનું ચોંકવનારું અવલોકન એવું છે કે આપણા દેશનાં મોટાં શહેરમાં વસતા લગભગ ૮ ટકા જેટલા કિશોરો દસમું ધોરણ પૂરું કરતાં પહેલાં જ શારીરિક સંબંધ બાંધી ચૂકેલા હોય છે.
બુદ્ધિમતામાં કોણ ચઢે?
આજનાં બાળકો અને કિશોરો ચબરાક જરૂર છે, આપણી સરખામણીમાં વધારે વાચળ પણ છે અને ભણતરનો ભાર આપણા કરતાં વધારે વેંઢારે છે, પણ એનો અર્થ એવો નથી કે એમની બુદ્ધિમત્તા વધી છે. અત્યારનો સમય માહિતીજ્ઞાનનો છે. માણસજાતને વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી અઢળક જાણકારી પ્રાપ્ત કરી છે. આ જાણકારીનું વહન કરવા માટે પેઢી — દર — પેઢી શાળા — મહાશાળાઓના અભ્યાસક્રમમાં તેનો બોજ સતત વધારવામાં આવતો હોય છે. આના લીધે આપણા બાળપણ અને અભ્યાસકાળમાં આપણે એક વર્ષ દરમિયાન જેટલું ભણતા તેના કરતાં અનેકગણા વધારે અભ્યાસક્રમનો બોજ આજની પેઢીની સરખામણીમાં વધારે બુદ્ધિશાળી બની છે. અઢળક માહિતીજ્ઞાને એના માટે કેટલીક મર્યાદાઓ પેદા કરી છે. પુષ્કળ માહિતીઓની વચ્ચે જીવતું બાળક આજે વધારે ગૂંચવાયેલું બન્યું છે, પોતાની પાસેના માહિતીજ્ઞાનનો વ્યવહારમાં સચોટ ઉપયોગ કરી શકવાની ક્ષમતા એણે કેળવી નથી, એની નિર્ણયશક્તિ ધારેલી ઘડાઈ શકી નથી, તેમ પોતાના લાગણીતંત્ર પરનો કાબૂ એ ગુમાવી બેઠું છે. એ અધીરું અને અસંતુષ્ટ બન્યું છે અને પોતાની ઇચ્છા તેમ જ આવેગોને સવેળા નાથી શકતું નથી.