યૂનિફાઇડ ગ્રોથ ફાઉન્ડેશન અને નૂતન બાલ શિક્ષણ સંઘના સહયોગથી બાલમૂર્તિ મેગેઝીનને બાલમૂર્તિ ઓનલાઇન તરીકે 5 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરી રહ્યા છીએ.

ખુબ જ ખુશીથી અને ગર્વથી કેહતા આનંદ થાય છે કે હર હંમેશ બાળકો અને સામાજિક પ્રવૃત્તિઓને સપોર્ટ કરનાર ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીઝ આ ઓનલાઈન બાલમૂર્તિને શરૂઆત કરવામાં સૌ પ્રથમ સપોર્ટર તરીકે અને એના અંગેની તમામ આર્થિક જવાબદારી સ્વીકારી છે. આ બાલમૂર્તિનો અને નૂતન બાલ શિક્ષણ સંઘનો મહત્ત્વ નો રોલએ વાલિયોને પોતાના બાળકોને કઈ રીતે રાખવા, સાચવવા અને એમની સંભાળ કેવી રીતે લેવી એ અંગેના માર્ગદર્શન માટેની વાર્તાઓ અને એ અંગેના તમામ લેખો હશે.

શિક્ષકો માટે બાળકોને કેવી રીતે ટ્રેનિંગ આપવી તે અંગેનું પણ માર્ગદર્શન અને તે અંગેના લેખો અને  એના અંગેની વાતચીત હશે.

આ બધામાં સૌથી મહત્તવની વાત એ છે કે અત્યાર સુધી ઓનલાઈન કે ડીજીટલના માધ્યમથી લોકો ટેવાયેલા ના હતા. Covid –19ના  લીધે સમગ્ર દુનિયામાં તેમજ ભારત દેશના નાનાં-માં-નાનાં  ગામડાઓમાં પણ હવે એજ્યુકેશનથી લઈને તમામ વર્ક ડિજિટાઇઝેશનથી થઇ રહ્યું છે, આજની આવી પરિસ્થિતિમાં શિક્ષણ અને  લઘુ ઉદ્યોગોનો કેવી રીતે મહત્તમ વિકાસ અને લાભ થાય તેવો યુનિફાઇડ ગ્રોથ ફાઉન્ડેશન નો મુખ્ય હેતુ છે. .

અમારી સાથે તમામ ફિલ્ડના એક્સપર્ટ, કન્સલ્ટન્ટ, ટેકનોક્રેટ, એજ્યુકેશનીસ્ટ સૌ કોઈ જોડાયેલા છે. હાયર એજ્યુકેશનમાં પણ ૩૫ ઇન્સ્ટિટ્યૂટ સાથે યુનિફાઇડ ગ્રોથ ફાઉન્ડેશન જોડાયેલું છે. નૂતન બાલ શિક્ષણ સંઘના બાળમેળાઓથી લઈને તમામ પ્રવૃત્તિઓ માં યુનિફાઇડ ગ્રોથ ફાઉન્ડેશન સંકળાયેલું છે. વડોદરા ઇનોવેશન કાઉન્સિલ ની એકટીવીટીમાં પણ જ્યાં-જ્યાં તક મળી ત્યાં  યુનિફાઇડ ગ્રોથ ફાઉન્ડેશનએ મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે.

એકંદરે નીડ બેસ અને સમયના તાલ મુજબ એજ્યુકેશનમાં બદલાવ લાવવો અને જરૂરિયાત પ્રમાણેનું માર્ગદર્શન આપવું એ યુનિફાઇડ ગ્રોથ ફાઉન્ડેશનનો હર હંમેશ પ્રયત્ન રહ્યો છે અને એના ભાગ રૂપે જ હું નિલેશ શુક્લ, નૂતન બાલ શિક્ષણ સંઘના પ્રમુખ તરીકે અને યુનિફાઇડ ગ્રોથ ફાઉન્ડેશનના ફાઉન્ડર ડિરેક્ટર તરીકે જવાબદારી સ્વીકારી છે અને અમે ટિમ-વર્કથી બીડું ઝડપ્યું છે કે સમગ્ર દુનિયાની અંદર ગુજરાતી ભાષાને જાણનારાં લોકો સુધી બાલમૂર્તિ પહોચાડી શું.  જે લોકો વિદેશમાં સ્થાયી થયા છે એમની આવનારી પેઢીઓ ગુજરાતી માતૃભાષા શીખે  અને ગુજરાતી ભાષા ને જીવંત રાખે એ માટેનાં ઓનલાઇન પ્રયત્નો કરીશું.

માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા નવી શિક્ષણ નીતિમાં જે રીતે ઓનલાઈન શિક્ષણને મહત્તવ આપવામાં આવ્યું છે એના એક આગવા પ્રયત્ન રૂપે ગુજરાતની તમામ સ્કૂલો, ગુજરાત અને ગુજરાત બહાર ના તમામ ગુજરાતી સમાજો અને દેશ-વિદેશમાં જ્યાં ગુજરાતી ડાયસ્પોરા છે ત્યાં આનો બહોળો પ્રચાર અને પ્રસાર થાય એવા અમારા સૌના પ્રયત્નો રહેશે અને એમાં આપ સૌ સાથ અને સહકાર આપશો.

બાલમૂર્તિનો કોઈ ચાર્જ નથી  ફક્ત વેબસાઈટ balmurti.org  પર જવાથી આપને બાલમૂર્તિ જોવા અને વાંચવા મળશે. એ સિવાય પણ બાલમૂર્તિ readware, magzter જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ જોઈ શકાશે.

ફરીથી અમે નૂતન બાળ શિક્ષણ સંઘ, વડોદરા અને યુનિફાઇડ ગ્રોથ ફાઉન્ડેશન આપ સૌ નો અને ખાસ કરીને શ્રી અતુલભાઈ શ્રોફ, શ્રીમતી  શ્રુતિબેન શ્રોફ અને ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીઝ પરિવારનો  ખુબ-ખુબ આભાર માનીયે છે.

 

નિલેશ શુક્લ
ફાઉન્ડર ડિરેક્ટર – યુનિફાઇડ ગ્રોથ ફાઉન્ડેશન
પ્રમુખ – નૂતન બાલ શિક્ષણ સંઘ