સાંભળજો બાળકો બગાવત પર ન ઉતરે
નીનુ જ્યારે મારા રૂમમાં આવી ત્યારે એકદમ ખુશમિજાજમાં હતી. પહેલાં મારો પૂરો રૂમ જોયા પછી એણે મને જોઈ. એની મમ્મી જ્યાં સુધી મારી ક્લિનિકમાં હતી ત્યાં સુધી કંઈ જ બોલી નહિ. એની મમ્મી દુઃખી હતી. ડ્રરી ડરીને કહેતી હતી કે નીનુને ખબર નહિ, હું ગમતી નથી. નીનુ એની વાત સાંભળ્યા કરતી હતી અને હસતી હતી. એની મમ્મી બહાર ગઈ એટલે નીનુને હાશકારો થયો.
પછી એણે પૂછયું, “મારી મમ્મીના ફ્રેન્ડ છો?” મેં ના પાડી. “તો મારી મમ્મી તમારી પાસે મને કેમ લાવી?”
મેં કીધું. “તું એમની જોડે બોલતી નથી, એમને લાગે છે કે તારે કોઈકની જરૂર છે જે તને સમજે.” એણે મારી સામે તુચ્છકારથી જોયું. “તમે મને સમજશો? મારી વાત સાંભળીને તમારી હવા નીકળી જશે.”
મેં કહ્યું, “પહેલાં વાત તો કર.” પછી મેં એને કહ્યું કે તું જે કહીશ એ હું ખાનગી રાખીશ. તારી મમ્મીને વાત નહિ કરું, પણ કઈ કઈ બાબતની વાત એણે કહેવી પડે એ એને કીધું.
એણે કીધું, “તમારે જેને કહેવું હોય એને કહેજો ને મને લીનાનો ડર નથી લાગતો. (લીના એટલે એની મમ્મી) મને ખૂબ જ ગુસ્સો આવે છે અને લીના પર તો બહુ જ ગુસ્સો આવે છે. લીના પોતાની જાતને ખૂબ જ બ્યુટીફુલ સમજે છે. (લીના દેખાવડી હતી. નીના થોડી કાળી અને નાકનકશે પણ સાધારણ હતી) લીના પાર્લરમાં જાય. મારા પપ્પા તો મોટા ખેલાડી. બે નંબરના પૈસા લાવે.
આ બે જણ પાછાં મને ભાષણ આપે, સાચું બોલવાનું ને ભણવાનું. બંને કંઈ ભણ્યા નથી. દસમામાં મારા બંને કરતાં વધારે માર્ક્સ છે. મને ભાષણ આપે. મારા મામાના છોકરા જોડે સરખાવે. મોન્ટુ જો કેટલો સારો… કેટલો સંસ્કારી — જોવામાં કેટલો સરસ.”
પછી નીનુએ મને કહ્યું, “હવે એમને મોન્ટુ નથી ગમતો. બોલો કેમ?” પછી હસીને મારી સામે જોયું.
“મને મોન્ટુ ગમવા માંડયો. મેં એેને બોયફ્રેન્ડ બનાવી દીધો. આ લોકોએ મોન્ટુને ખૂબ ધમકાવ્યો. એને અમદાવાદ ભણવા મોકલી આપ્યો. બિચારો એ તો જતો રહ્યો. મારા ફોન પણ નથી ઊંચકતો. મારી જોડે વાત પણ નથી કરતો. હવે હું આ બેને સીધાં કરવાની છું.”
ગુસ્સામાં એ રડવાં માંડી. મેં એને પૂછયું, “તું શું કરવા માંગે છે?” એનો એક જ જવાબ : આ બંનેને છોડીને ક્યાંક દૂર જવા માંગું છું. મેં પૂછયું કેમ? ત્યારે એણે કીધું કે, “નાનાપણથી મારી ખામી જ કાઢયા કરે. ભણવા બેસ. આને ફ્રેન્ડ ના બનાવીશ. આ લીના આટલી સીધી દેખાય છે પણ પપ્પા આવે એટલે મારી કમ્પલેઈન જ કરે. પપ્પા ગુસ્સે થઈ જાય, જોર જોરથી બરાડા પાડે. પૂરો દિવસ મોન્ટુની માળા જપશે અથવા બાજુવાળી રીન્કીની વાતો કરશે. એમને ખબર નથી રીન્કી કેટલા જોડે રખડી આવી હશે. પેલો મોન્ટુ પણ કંઈ ઓછો નથી.
આ બંને એટલાં દંભી છે. લોકો સામે એ બંને સીધાં બનશે અને પછી ટેક્સ ના ભરે, પૈસા ખાય અને ખવડાવે.
લીના ઉપવાસ કરે પણ આમ કીટી પાર્ટીમાં ગોસિપ કરે. મારી મામીની બૂરાઈ કરશે એનાં મમ્મી પપ્પા જોડે.
નીનુ સાથે વાતચીત કર્યા બાદ આ તારણો નીકળ્યાં —
નીનુ નાનપણથી માતાપિતાની દંભી લાઈફ જોતી હતી.
પૂરો સમય કોઈની સાથે સરખામણીથી એ કંટાળી હતી.
લીના ક્યાંક નીના ખરાબ દેખાય છે એવું ફીલ કરાવતી હતી.
મોન્ટુને બોયફ્રેન્ડ બનાવવો એ બળવો બતાવવાની એક રીત હતી
કમ્પૅસીઝન ઇઝવસ્ટ.