નહાવાની ના પાડી છે
થોડાએક વખત પહેલાં અમે નાનાં બાળકોને લઇને એક નદીએ નહાવા ગયેલાં. બાલમંદિરનાં ઘણાં બાળકો આવ્યાં હતાં.
નદીનું પાણી ખળખળ વહી જતું હતું. નાનાં બાળકો ગોઠણસમાં પાણીમાં નાહી રહ્યાં હતાં, સામસામે પાણી ઉડાડી હસતાં હતાં. ચત્તાં પડી આકાશની સામે જોઈ રહ્યાં હતાં. કોઈ કોઈ માછલી જેમ પાણીમાં તણાતાં હતાં. બાળકોની સુંદર જલકીડા ચાલી રહી હતી.
હું ત્યાંથી નીકળ્યો. એક ભાઈ કાંઠે ઊભા ઊભા આ બધું જોતા હતા. મેં તેને પૂછયું ,
“કેમભાઈ !નાહીલીધું ?”
ના.
તે રડવા લાગ્યા ને બોલ્યા,““પણ મારી બાએ નાહવાની ના પાડી છે.”
“શું કામ ?”
મેં ઘણો આગ્રહ કર્યો પણ તે ભાઈ નાહવા ન પડયા. હું વિચાર કરવા લાગ્યો.
“શા માટે બાએ નાપાડી હશે ? !”
મને લાગ્યું. માને બાળક ખોટનું કે બહુ પ્રિય હશે, ને સાથે જ તેને થયું હશે કે રખે ને મારો દીકરો પાણીમાં પડે ને ડૂબીને તણાઇ જાય !
બેશક અહીંમાનો તો પુત્ર પ્રત્યે પ્રેમ જ છે, તેની સાચવણ માટે જ તેણે બાળકને પાણીમાં પડવાની ના પાડી છે અને ખરેખર બાળક પાણીમાં પડ્યા વિના ઘેર પહોંચશે એટલે માને તો પોતાની શિખામણ આપીને મોકલવાની કેમનાઈહુકમ કાઢવાની રીતિમાં વધારે વિશ્વાસ બેસશે. પણ આ તો માતાની દટ્ટિએ. આપણી દષ્ટિએ માતાનો જે આ પ્રેમ છે તેની પાછળ હૃદયની લાગણી છે તેનો ઇન્કાર ન કરી શકાય. છતાં એમાં અજ્ઞાન છે અગર તો પ્રેમની લાગણીની વિકૃતિ છે. માના મનમાં સહજ હોય છે કે પોતાનું બાળક સુરજ્િત રહે, પણ એ સાથે જે માનું મન માને છે ને માનવું જ જોઈએ કે મારું બાળક શરીર, મન અને સર્વ શક્તિઓમાં વિકાસ પામે. બાળક પરત્વેનું અતિ મમત્વ આડે આવી તેના જ વિકાસમાં ઊભું રહે તો તે માતૃપ્રેમ નથી. પણ માતૃસ્વાર્થ છે. બાળકને કશી ઈજા થાય એ જોવા મા ન માગે, પણ સાથે જ બાળક નિષ્ક્રિય અને અશક્ત રહે તેની ચિંતામાનરાખે તોમાની બુદ્દિ અને લાગણી અણવિકસી અને અંધ ગણાય.
ધારો કે પેલા ભાઈ વીશ વર્ષની ઉમરે તરતાં ન આવડવાને કારણે જ એકાદ પૂરમાં તણાઈ જાય છે, જ્યારે તેના સાથીઓ નદીમાં પડીને નિર્ભય બની આસ્તે આસ્તે તરતાં શીખ્યા છે તેથી તેઓ બચી જાય છે. તેવખતે આ માના મનને શું થશે ? તે કપાળ ફૂટી કહેશે, “અરે, હું કેવી ટૂંકી મતિની કે મારા બાળકને મેં પોતે જ શક્તિમાન થતું અટકાવ્યું ? મેંપોતે જ તેના હાથપગ કાપી નાખ્યા, અગરબાંધી રાખ્યા.”
અતિ કાળજી રાખનારી માતાઓનાં બાળકો સંબંધે આવું જ બને છે, ને બનવું સહજ છે. બાળકનો મૂળ સ્વભાવ સ્વયં પ્રવૃત્તિથી શક્તિ પ્રાપ્ત કરવાનો છે. પરંતુ શુભચિંતક માતા જ્યારે બાળકને બધું કરવાની ના પાડે છે ને તેને સાચવવા બધું પોતે કરે છે અગર કરાવી દે છે, ત્યારે બાળક અક્રિય રહી સડે છે. તેની શક્તિ ને થનગનાટ થોડો વખત ઊછળી પાછો પડે છે. તેનું પોતાનું વ્યક્તિત્વ વારંવાર રડી રડીને પછડાયા પછી ટાઢું પડે છે. ને આખરે બાળક હતાશ થઇ અશક્તિને માર્ગે જાય છે. ધીરે ધીરે તે પોતાની જ જાતમાં વિશ્વાસ ખોઇ નાખે છે. તેને મા એક જ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન લાગે છે, તેનો બોલ એક જ શાસ્ત્રવચન થઇ પડે છે. પોતે વિચાર અને ક્રિયા ખોઇ બેઠેલું છે. તે વારંવાર માને પૂછે છે, ““આ કરું ? પેલું કરું ?” માની “હા, ના’ ઉપર તે રહે છે. તેનામાં પોતાપણું કશું રહેતું જ નથી. લોકો તેને ‘માબાઈ’ કે “’માવડિયો’ કહે છે, અને પાછળથી તે જ “માવડિયાને’ મા કહે છે, “ રોયા ! આવો નમાલો ક્યાંથી થયો ? રોયા ! બહુ સાચવીને રાખ્યો તે બગડી ગયો ?” વગેરે. પણ આ બધુ રાંડ્યા પછીના ડહાપણ જેવું રહે છે.
માને બાળકની ચિંતા રહેવી જ જોઈએ. પણ તે ચિંતા બાળકને સદૈવ ઉપકારક થાય તેવી હોવી જોઈએ. તે ચિંતા કલ્પિત ન જોઈએ, તે ચિંતા અકારણ ન હોવી જોઈએ.
માએ બાળકને એમ કહેવું જોઈતું હતું કે, “બાપુ! તારા શિક્ષક કહે ત્યાં નાહજે, સૌ નાહતાં હોય ત્યાં નાહજે, રજા વિના આટલા પાણીની પેલી બાજુ ન જતો.”
અને માએ શિક્ષકને પોતાના બાળક પરત્વે ભલામણ કરવી જોઈએ. બાળકને લઇ જનાર ઉપર ભલે આપણો પૂર્ણ વિશ્વાસ હોય છતાં માનું મન ભલામણ કર્યા વિના નથી રહેવાનું, માટે ભલામણ અવશ્ય થાય. પણ પછી માએ શિક્ષક કે જેને બાળક સોંપેલ હોય તેના ઉપર અને સર્વથી મોટા ગુરુ ભગવાન ઉપર ભરોસોરાખતાં શીખવું જોઈએ.
બધી માતાઓના મનમાં હંમેશાં એવું હોતું નથી કે કોઈનો ભરોસો જ ન કરવો. કોઇનો માતૃપ્રેમ ભરોસા પર નભતો હોય છે, છતાં બાળક સંબંધે બેફિકર નથી રહી શકતો. પણ એ લાગણીની કોમળતાને માતાએ બાળકના જ હિત માટે જરા કઠણ કરવી પડે. અને એ કઠણ થયેલી કોમળતા જ ખરી લાગણી છે, સમતોલ લાગણી છે, એમ સમજવું પડે. ઘણી માતાઓ પોતાનાં બાળકોને આવી નબળી લાગણીને લીધે નબળાં રાખે છે, ને આખરે તેમને ગુમાવે છે.
જ્યારે પેલા ભાઈના ગોઠિયાઓ નદીમાં નાહીને મજા કરતા હતા, પાણીના પ્રથમ પરિચયનો આનંદ લેતા હતા, તરવાની કળામાં પહેલાં પગલાં માંડતા હતા અને આત્મવિશ્વાસ ને સ્વાતંત્ર્ય અનુભવતા હતા, ત્યારે આ ભાઈકાંઠે ઊભા ઊભા રોતા હતા ! કારણ કે પોતાને નાહવું હતું પણ માનો મનાઈહુકમ હતો. પોતે વિકસવાને બદલે અટક્યા હતા, પોતે માની આજ્ઞાને લીધે જીવંત મટી પથ્થર થઇ ગયા હતા. માએ તેને આવી ના ન પાડી હોત તો?
પેલાં બીજાં બાળકો ઘેર જઇ માને અને બાપાને કહેશે, “અમે તો આમ નાદ્યા ને તેમ નાહ્યા. અમને તરતાં આવડ્યું. અમે પાણીમાં ડૂબકી ખાતા હતા. અને પાણી ઉડાડતા હતા!”
બા અને બાપાને તે સાંભળી આનંદ થવાનો.
હવે આ ભાઈઘરે જઈને શુંકહેશે ?
મા પૂછશે, ““’પાણીમાં નાહ્યો તો નહોતો ને ?”’
બાળક કહેશે, ““ના.’” પરંતુ તેને પેલી નદી વગેરે યાદ આવશે ત્યારે તો તે રડી પડશે. તે કહેશે, “તેં મને નાહવાની ના પાડી’તી!”
મા ઊલટી વઢશે ને કહેશે, ““શુંકામ રડે છે ? ન નાહ્યો એ જ સારુંકર્યું. મારું માન્યું તો કેવો ડાહ્યો કહેવાય !એ તોકોઇતણાઈનગયું, પણ વખતે તણાઈગયું હોત તો ?”’ બાળક માતાની ઝેરી દલીલમાં પાછો સપડાશે, રડવાનું સમાધાન થશે. તે કહેશે, ““હાશ ! ઠીક થયું, ડૂબી કરી તો ન ગયો!
તે મોટો થશે, કદી ડૂબી જશે જ નહિ. તે પોતાનાં બાળકોને પણ પાણીમાં જવા દેશે જ નહીં, કારણ કે તે ડૂબી જાય !