બાળકનું વ્યક્તિત્વ
સામાન્ય સમજણ એવી હોય છે કે બાળકને કશું વ્યકિતત્વ હોતુંનથી. બાળક નવ—દશ વર્ષની ઉંમરનું ન થાય ત્યાં સુધી તેના વ્યકિતત્વની દરકાર કરવાનું કોઇ આવશ્યક લાગતું નથી. છેક જ બાલવયમાં હોય ત્યારે તેની શારીરિક જરૂરિયાતો માટે તેને માતાપિતા ઉપર આધાર રાખવો પઽે છે અને માતાપિતા પણ પોતાની રીતે જ બાળકનું લાલનપાલન કરતાં હોય છે.
મોટે ભાગે તો એવું પણ જોવા મળે છે કે બાળકની સ્થૂળ જરૂરિયાતોનો નિર્ણય પણ માતાપિતા કરે. બાળકે શું ખાવું, કેટલું ખાવું, બાળકે શું પહેરવું અને કેવું તથા કયારે પહેરવું, બાળકે કયારે સૂવું અને કયારે ઊઠવું, એવી બધી બાબતોનો નિર્ણય માતાપિતા કરતાં હોય છે. માતાપિતા આવા નિર્ણયોને વશ થતી વખત વશ થતી વખતે બાળક નારાજ થાય કે વિરોધ કરે તો પણ તેના ઉપર ધ્યાન આપવામાં આવતું નથી. તેની નામરજીમાં કે વિરોધમાં કુટુંબના વડીલો ને બાળકમાં રહેલી બાલિશતાનું દર્શન થતું હોય છે.
મોટે ભાગે વડીલો એમ માનતા હોય છે કે બાળકને પસંદગી— નાપસંદગી હોઇ શકે જ નહીં. બાળક ભલે ખુશી બતાવે કે નાખુશી બતાવે, પરંતુ બાળકનું હિત શેમાં રહેલું છે તેની ગતાગમ તેને નથી હોતી અને એટલે બાળકના હિત માટે તેવા વ્યવહારો કરવા જરૂરી છે તેમ માનીને માતા—પિતા જ બધા નિર્ણયોને અમલી બનાવતાં હોય છે. એમ માની લઇએ કે છેક બાલવયમાં બાળકની પાસે નિર્ણયાત્મક બુદ્ધિ નથી તો પણ માતા—પિતાના વર્તન પાછળ બાળકના વ્યકિતત્વની અવગણના સમાયેલી છે. તેનો વિચાર કર્યા વિના ચાલે નહીં.
બાળક ચાર—છ વર્ષનું થાય ત્યારે પણ તેનામાં થોડીક સમજણ આવી ગયેલી હોય છે અને પોતાની મરજી—નામરજી વ્યકત કરવા જેટલી ભાષા પણ તેની પાસે હોય છે. પોતાની ઇચ્છા વિરુદ્ધ વડીલોને વર્તનનો વિરોધ કરવા જેટલી માનસિક તાકાત પણ તેણે મેળવી લીધી હોય છે. આમ છતાં આ ઉંમર દરમ્યાન પણ બાળકમાં કોઇ વ્યકિતત્વ રહેલું છે અને તે વિકસતું જાય છે તેનો સ્વીકાર માતાપિતા કરતાં જ નથી હોતાં.
બાળક અમુક ખોરાક તરફ નાપસંદગી બતાવે તો પોતાના હિત અને સ્વાસ્થ્ય ખાતર પણ બાળકે તે ખોરાક લેવો જ જોઇએ, એવો આગ્રહ માતાપિતા સેવે. આ ઉંમરમાં દૂધ પીવાની આનાકાની કરતાં બાળકોનું દષ્ટાંત આપણને સૌને પરિચિત છે. દૂધ પીધા વિના શરીર બંધાય નહીં, તેવી જઽ માન્યતાને લીધે બાળકને દૂધ પરાણે પિવડાવવામાં આવે છે. વડીલો તો એ પણ ભૂલી જાય છે કે ઇચ્છા વિરુદ્ધ લેવાયેલો ખોરાક શરીર—બંધારણ માટે પણ નિરુપયોગી નીવઽતો હોય છે.
આ ઉંમરમાં બાળક ઘણો તરવરાટ અનુભવતું હોય છે. તે દોડે છે, કૂદે છે અને એમ કરવા જતાં એના શરીરને હાનિ થઇ આવે, અને ગમે તેવી રમતો રમવા જતાં શરીર અને કપડાં મેલાં થઇ જાય. બાળકને માટે આ ઇચ્છનીય નથી એવી માન્યતાને લીધે પરાણે પણ બાળકને રોકી લેવામાં આવે છે. શરીર સ્વચ્છ ન રહે તો બીજાની નજરમાં ગંદા દેખાઇએ. ઘરમાં અમુક જ પ્રકારનાં કપડાં પહેરાય અને બહાર જતી વખતે વળી બીજા પ્રકારનાં કપડા પહેરવાં જોઇએ. બહાર જઇએ ત્યારે સામાજિક સભ્યતાનો દેખાવ ન કરીએ તો સભ્યમાં ન ગણાઇએ. આ ખ્યાલો બાળકના નથી, વડીલોએ પોતાના બુદ્ધિથી નક્કી કરેલા હોય છે અને સમાજમાં પણ તેનું સ્થાન નિશ્ચિતપણે અંકાયેલું હોય છે. ઘડીભર સામાજિક સભ્યતાની આ વાતને આપણે સ્વીકારી લઇએ તો પણ બાળક ઉપર બધી બાબતો પરાણે લાદવા જતાં તેનું વ્યકિતત્વ અપમાનિત બને છે, અને તેના વિકાસ પામતા અહં ઉપર ઘણો મોટો ઘા પડે છે તે વાત ભૂલી જવા જેવી નથી.
અપમાનિત વ્યકિતત્વ અને ઘવાયેલું અહં ભવિષ્યમાં માનવીના જીવનમાં ઘણાં અનિષ્ટો સર્જનારાં બનતાં હોય છે. ચાર છ વર્ષની ઉમરમાં બાળકમાં વ્યકિતત્વનો વિકાસ થવા લાગ્યો હોય છે. મોટા પ્રમાણમાં તે અહંકેન્દ્રી હોવાથી પોતાનું અહં સંતોષાયા કરે તેવી ભાવના તેના ચિત્તમાં ઉગ્રપણે પ્રવર્તતી હોય છે. માત્ર અહંવૃત્તિ જ નહીં પરંતુ તેની બીજી અનેક પ્રાથમિક વૃત્તિઓ પણ પોતપોતાની રીતે જાગૃત અને અજાગૃતપણે પોતાનો માર્ગ કર્યા કરતી હોય છે. બરાબર આવા કાળ દરમ્યાન જો તેના વ્યકિતત્વને સન્માનપૂર્વક સંભાળી લેવામાં આવે નહીં અને જો તેની અહંવૃત્તિ ઉપર આડેધઽ પ્રહારો થયા જ કરે તો તેવું બાળક ઉંમરમાં હઠીલું થાય, જિદ્દી બને અને વડીલોની તમામ આજ્ઞાને તોઽવા તરફ મનોદશા ધરાવતું બનવા લાગે. અનેક ઘરોમાં આવી મુલાયમ સ્થિતિમાંથી પસાર થતાં બાળકો આપણને જોવા મળે છે.
જે કાળ દરમિયાન બાળકની વૃત્તિઓને સુઘઽ બનાવી શકાય અને નિર્મળતા પણ પ્રેરી શકાય તે જ કાળમાં બાળકની એવી પ્રાથમિક દશામાં પડી રહે અને કાં તો છંછેડાંયેલી વિકૃતિ તરફ ઢળવા લાગે છે એ હકીકતનું જ્ઞાન આજનાં માતાપિતાઓએ આ યુગમાં પણ મેળવી લેવું ધટે. છેક જ બાળવયનું અપમાન બાળકોથી અજાણ્યું રહેતું નથી, પરંતુ આ ઉંમરમાં અપમાનિત બનતું બાળકનું વ્યકિત્વ તેમ બનવાનાં કારણો પણ શોધવા અને જાણવા લાગે છે.
વ્યકિતત્વના વિકાસ માટેનો અવકાશ ન આપી શકાય તે એક વાત છે પરંતુ તેવો અવકાશ આપી શકાતો હોય તો પણ પોતાની અણસમજના પરિણામે માતા—પિતા એવા અવકાશમાં અવરોધો ઊભા કરે તે જુદી વાત છે. ઊભા થતા અવરોધોનો સામનો કરવા માટે બાળકને પોતાના મનમાં બંઽ પેદા કરવું પડે છે, અને તેવા બંઽને ક્રિયામાં અવતારવા માટે શકિત એકઠી કરવી પડે છે. બાળકની આવી માનસિક ક્રિયાપ્રક્રિયામાં તેની માનસિક શકિતઓનો ઘણા મોટા પ્રમાણમાં હ્રાસ થતો હોય છે. માતા—પિતાને આવી માનસિક ક્રિયાપ્રક્રિયાનો ખ્યાલ હોતો નથી અને તેથી તેવા હ્રાસના પરિણામે બાળકના મનમાં જે એક પ્રકારની કમજોરી પેદા થાય છે. તે કમજોરીના પરિણામની પણ તેઓ કલ્પના કરી શકતાં નથી.બાળકની શકિત નિર્બળ માનવી કાં તો બીજા ઉપર પોતાનું બળ અજમાવવા પ્રેરાય અને કાં તો બીજાના બળ પાસે છેક ગુલામ બનીને રહે છે. આ પરિસ્થિંતિ ટાળવા માટે પણ બાળકના વ્યકિતત્વની સમજણ અને તેનો આદર અત્યંત આવશ્યક બને છે.
બાળક આઠ નવ વર્ષની ઉંમરનું થાય છે ત્યારે તેના વડીલો તરફથી તેના વ્યકિતત્વની માત્ર અવગણના અથવા તો કેવળ અનાદર જ નથી થતો, પરંતુ તેથી આગળ જઇને તેનું દમન પણ કરવામાં આવતું હોય છે. આ ઉંમરે બાળકનું શરીર સારા પ્રમાણમાં વિકસ્યું હોય છે. તેનામાં રહેલી જ્ઞાનજ્યોત પ્રગટી ચૂકી હોય છે અને બુદ્ધિના ઉપયોગ દ્વારા પોતે વધારે ને વધારે જ્ઞાનવાન બને તેવી હોંશ અને તેવી જ્જ્ઞિાસા તેના જીવનમાં પ્રગટવા લાગી હોય છે. એની જુદી જુદી વૃતિઓ હવે વધારે ને વધારે સ્પષ્ટ આકાર લેવા લાગી હોય છે. પોતાના વ્યકિતત્વના આગ્રહની સાથે સાથે બીજાના વ્યકિતત્વ સાથે સાથે બીજાના વ્યકિતત્વ સાથે ઘર્ષણમાં આવવું પડે તો તેમાં પણ તેને આનંદ પઽતો હોય છે. કોઇ ને કોઇ ઉપાયે પોતાની વ્યકિતત્વ પ્રગટ થાય અને આદરણીય બને તે માટે આ ઉંમરનું બાળક ભારે મોટી મથામણ કરતું હોય છે. પોતાની મંઽળીના નેતા બની જવામાં તેને એક પ્રકારનો આનંદ આવતો હોય છે. પોતાની મંઽળીનો બીજો કોઇ નેતા હોય તો તેને પઽકાર કરવામાં પોતે મજા માણતો હોય છે. હકીકતે બાળકના આવા બધા વ્યવહારો પોતાના વ્યકિતત્વના પોતાની મરજી પ્રમાણેના પ્રાગટય માટે થતા હોય છે. વ્યકિતત્વને પ્રગટ થવા માટે બાળકને મનધાર્યો અવકાશ મળી રહે તો પોતે સોળે કળાએ ખીલી ઊઠે છે! એવો અવકાશ ન મળે તો પોતે હતાશા અને નિરુત્સાહ અનુભવે છે. અને તેમાંયે એવો અવકાશ મળી શકતો હોય ત્યારે બાળકને જો પરાણે દબાવી દેવામાં આવતું હોય તો તેનું અહં છંછેડાંઇ પડે છે અને તેના વ્યકિતત્વ સાથે સંકળાયેલી અસામાજિક લાગણીઓ જોર કરવા લાગે છે. આપણા સૌ કોઇનો અનુભવ છે કે આઠનવ વર્ષની ઉંમરનું બાળક વારંવાર અનાજ્ઞાંકિત બનતું જોવા મળે છે. વડીલોની આજ્ઞા તોઽવામાં તેવા બાળકને આનંદ પડે છે. માતા—પિતાએ જે કામ કરવાની ના કહી હોય તે કામ જોખમ ખેડીને પણ કરવું જ, એ દિશામાં તેનું મન દોઽવા લાગે છે. ઘણીયે વખત આવાં બાળકોની પ્રકૃતિમાં વડીલોને અવળચંડાંઇ જોવા મળતી હોય છે. જે કહેવામાં આવે તે ના કરવું અને જે ના કરવાનું કહેવામાં આવે તે કરવું એવી વૃતિનાં બાળકો આ ઉંમરમાં ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે. આવા વર્તનના મૂળમાં પણ વ્યકિતત્વનો અનાદર અને વ્યકિતત્વનું દમન રહેલાં છે. કુટુંબમાં, શાળામાં કે સમાજમાં ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે તો પણ બાલવયમાં અવગણાયેલાં, અપમાનિત થયેલાં અને દમન કરાયેલાં વ્યકિતત્વવાળાં બાળકોને તેઓ સમાજને સંતોષ આપી શકે તેવા વ્યવહારુ બનાવી શકતાં જ નથી.
જન્મથી નવ વર્ષની ઉંમર સુધીનાં બાળકોના ઉછેરમાં તેના વ્યકિતત્વની અવગણના, અપમાન કે દમન કેટલો મોટો અંતરાય નાખી શકે છે તે આપણે જોયું. નવ વર્ષની ઉંમર પછી બાળક શારીરિક તાકાતમાં વધતું જાય અને તેના પોતાના જીવનવ્યવહારોમાં પણ સામાજિક વલણો પેદા થવા લાગે એલે માતા—પિતા અને વડીલો બાળકથી કંટાળીને કે થાકીને તેને પોતાને માર્ગે જવા દે છે. તેમ જવા ન દે તો પણ યુકિતપ્રયુકિતથી અને ધણીયે વખત વડીલો ને છેતરીને પણ બાળક પોતાને માર્ગે ગયા વિના રહેતું નથી. નવ વર્ષની ઉંમર પછી બાળક શારીરિક તાકાતમાં વધતું જાય અને તેના પોતાના જીવનવ્યવહારોમાં પણ સામાજિક વલણો પેદા થવા લાગે એટલે માતા—પિતા અને વડીલો બાળકથી કંટાળીને કે થાકીને તેને પોતાને માર્ગે જવા દે છે. તેમ જવા ન દે તો પણ યુકિતપ્રયુકિતથી અને ઘણીયે વખત વડીલોને છેતરીને પણ બાળક પોતાને માર્ગે ગયા વિના રહેતું નથી. નવ વર્ષની ઉંમર પછી તો બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ વડીલોને નાખુશ કર્યા વિના પોતાને રસ્તે ચાલ્યા કરવાની યુકિતપ્રયુકિતઓ પણ તેને હાથ લાગવા માંડે છે. ઉંમરમાં ચિત્તની ચતુરાઇ મા—બાપને અને અન્ય વડીલોને ચાલાકીથી છેતરી શકે છે. આ ઉંમરમાં બાળકોની સાચી પ્રકૃતિથી માતા—પિતા અજાણ રહેતાં હોય છે અને તેમના વ્યકિતગત કે સામાજિક વ્યવહારોની માતા—પિતાને કે અન્ય વડીલોને ગંધ સરખી પણ આવતી નથી. પછી તો વડીલો મનથી ગમે તેટલું ઇચ્છે તો પણ તેઓ બાળકના જીવનધઽતરમાં યોગ્ય ફાળો આપી શકતાં જ નથી.
મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ નવ વર્ષની ઉંમર સુધીમાં બાળકની પ્રાથમિક વૃત્તિઓએ ચોક્કસ વળાંકો લઇ લીધા હોય છે અને તે વૃતિઓ યથેચ્છ વિહરવા માટે મુકત પણ બની હોય છે. આપણામાં એક કહેવત છે કે ‘સોળે સાન અને વીસે વાન’
માનવીની આયુષ્યમર્યાદા ૮૦ કે ૧૦૦ હતી ત્યારે આ કહેવત પેદા થઇ હશે. આજે તો આયુષ્યમર્યાદાનો આંક છેક જ ઊતરી ગયો છે. વળી ભૌતિક વિજ્ઞાન પૂરઝઽપે આગળ વધી રહ્યું છે. આવા સંયોગોમાં જે સાનનો વિકાસ સોળ વર્ષમાં થતો હતો તે સાન નવ—દશ વર્ષની ઉંમર સુધીમાં નિશ્વિત માર્ગે વિહરવા લાગી હોય છે. સાન એટલે પ્રાથમિક વૃતિઓ સંસ્કૃત બની શકી હોય તેટલે અંશે બાળકમાં માણસાઇ પ્રગટી હોય. પોતાના વિકાસક્રમમાં નાનામોટા અંતરાયો નઽવાથી પ્રાથમિક વૃતિઓ જો અમુક જ સ્થળે રૂંધાઇ પડે અથવા તો અવરોધને કારણે અન્ય માર્ગે આગળ વધે તો તેવું બાળક ભવિષ્યમાં માનવતાવિહોણું દેખાય.
બાળકમાં રહેલા વ્યકિતનું આ મહત્વ છે. તે મહત્વને આપણે તેના સાચા અર્થમાં પિછાણી લઇએ તથા તેનો આદર કરીએ, તથા તેના વિકાસમાં મદદ કરતા રહીએ તો વિકસેલા વ્યકિતત્વવાળું બાળક ભવિષ્યમાં સમાજને ઉપકારક થઇ પડે તે પ્રકારનું માનવી બની શકે.