જો હું થાઉં
જો હું થાઉં
આજ મને બા ! એમ થાય કે,
એમ થાય કે;
કૂકડો જો હું થાઉં !
અરે હાં, કૂકડો જો હું થાઉં !
પરોઢિયે હું વહેલો વહેલો,
ઊઠી આખા જગથી પહેલો,
એમ પુકારી ગાઉં,
અરે હાં, એમ પુકારી ગાઉં :
કૂકડે કૂક ! કૂકડે કૂક !
આજ મને બા ! એમ થાય કે,
એમ થાય કે;
કોયલ જો હું થાઉં !
અરે હાં, કોયલ જો હું થાઉં !
સરવરની પાળેથી,
ઊંચા આંબાની ડાળેથી,
એમ પુકારી ગાઉં,
અરે ! હાં, એમ પુકારી ગાઉં,
કૂઊ ! કૂઊ ! કૂઊ ! કૂઊ…!
આજ મને બા ! એમ થાય કે
એમ થાય કે :
મોર જો હું થાઉં !
અરે હાં, મોર જોહું થાઉં !
થનગન થનગન કરતો નાચી,
ચોકે પુકારી ગાઉં,
એમ પુકારી ગાઉં,
અરે હાં, એમ પુકારી ગાઉં,
મે આવ ! મે આવ !