મને ખાલી ૫૫ જ લાઈક મળ્યા
શેના શાહ મારું નામ છે. કોમર્સની વિધાર્થિની છું. મજાક મજાકમાં શરૂ થયેલી એક ધટનાએ આજે મને મુસીબતમાં મૂકી દીધી છે. મારા પપ્પા એક મોટી કંપનીમાં સીઇઓ છે અને મમ્મી કોલેજમાં પ્રોફેસર છે. એમની એકની એક દીકરી હોવાથી પાણી માગું ત્યાં દૂધ હાજર કરે છે. પપ્પા—મમ્મીએ મને હમણાં જ બર્થઽે ગિફટમાં આઇ ફોન ૧૦ ગિફટ કર્યો. મને ફોન વગર ચાલે જ નહીં. ફેસબુકમાં ૩૦૦૦ થી પણ વધારે ફ્રેન્ઽસ છે. એક મિલાન કરીને છોકરાની ફ્રેન્ઽ રિકવેસ્ટ આવી અને પંદર દિવસમાં અમે લવ બઽ્ર્સ બની ગયાં. મને લાગતું હતું આજ મારો પ્રિન્સ ચાર્મ છે. પછી તો અમે બહુવાર હોટલમાં પણ મળ્યાં, બે દિવસ માટે દમણ પણ રહી આવ્યાં અને એ દરમિયાન મારા થોઽા ઓપન ફોટા પણ પાઽી લીધા અને હવે મને બ્લેક મેલ કરે છે. મને બહુ જ ઽર લાગે છે. મારી ઇચ્છા સીએ થવાની છે, પણ પૂરો દિવસ યુ ટયૂબ પર ગીતો અને મૂવી જોવામાં અને વોટસએપ, ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામમાં જ જતો રહે છે. હવે મિલાનની ધમકીથી બહુ જ ઽર લાગે છે.
પપ્પા—મમ્મીને ખબર પઽશે તો શું થશે ? અને હવે મને રિલેશનશિપ પરથી વિશ્વાસ જ ઊઠી ગયો છે. રાત રાત હું ફેસબુક જ કરતી હતી. પપ્પા—મમ્મીને એમ કે હું કેટલું વાંચું છું. હવે મને બહુ જ ટેન્શન થાય છે. મિલાન મારા ફોટા ફેસબુક પર મૂકી દેશે તો ? મારાં મમ્મી—પપ્પાની ઇજ્જતનું શું ?
મારી ઍકઝામમાં તો હું ફેલ જ થઇ ગઇ છું. મારી કેરિયર બરબાદ થઇ ગઇ છે. હું શું કરું કંઇ જ ખબર નથી પઽતી.
૧.સોશિયલ મીડિયાનો યુઝ થોડા વરસોથી બહુ જ વધી ગયો છે. ૨૦૧૦માં પ૦ મિલિયન લોકો ફેસબુક યુઝર છે. ૧૦ મિલિયન લોકો ટ્વીટર યુઝર્સ છે. ૮—૧૨ વર્ષની ટીનએજમાં પણ વપરાશ બહુ જ વધ્યો છે.
આની સારી અસર જુઓ તો દુનિયાના કોઇ પણ ખૂણેથી કોઇને પણ મળી શકો છો અને કોઇ પણ નવા રિસર્ચ તમે પળભરમાં જાણી શકો છો, પણ જયારે એનો વિચાર્યા વગરનો વપરાશ કરવામાં આવે ત્યારે એનાં બહુ જ ખરાબ પરિણામો ભોગવવાં પડે છે, શેના એનું ઉદાહરણ છે. કેરીયર બનાવવાનાં વર્ષોમાં ટીનએજનો બહુ ટાઇમ જતો રહે છે અને કોઇ ખોટા લોકોની ચાલમાં ફસાઇ જતા ઇમોશનલ ટ્રોમાનો પણ ભોગ બને છે અને રિલેશનશિપ શરૂ થતાં પહેલાં જ આવા કઽવા અનુભવથી રિલેશનશિપથી એમને વિમુખ કરી દે છે. જિંદગીભર તેઓ પસ્તાય છે અને તેમની જિંદગી બરબાદ થઇ જાય છે.
૨.ઇન્ટરનેટ એડિક્શન શબ્દ આપણે ખૂબ જ લાઇટલી વાપરીએ છીએ, પણ રોજના ૬ કલાકથી વધારે ઇન્ટરનેટનો વપરાશ હોય તો બાળક ઇન્ટરનેટનો ઍિઽકટ છે એવું કહેવાય અને ત્યારે એને ટ્રીટમેન્ટની જરૂર પડે છે.
૩.બાળક પાસેથી ફોન, નેટ, કમ્પ્યૂટર લઇ લેવું એ સોલ્યુશન નથી, હવે ઘણી સ્કૂલો અને ટયૂશન કલાસ હોમવર્ક નેટ પર આપે છે, પણ તમે થોડીક તકેદારી કરી શકો છો. દિવસના ફ્કિસ કલાક નેટ પર ફિકસ કરો, બને તો એ જ કલાક રાખો જયારે તમારી ઘરમાં હાજરી હોય. ઇન્ટરનેટનો પાસ્વર્ડ તમારી પાસે રાખો. કમ્પ્યૂટર લિવિંગ રૂમમાં રાખો. જયારે સાયબર ક્રાઇમના કોઇ કેસ આવે ત્યારે બાળકને એની ગંભીરતા વિશે સમજાવો. બાળક સાથે મિત્રતાથી વાત કરો, નેટ પર એને શેની મજા આવે છે એની ચર્ચા કરો. નેટના વધારે પઽતા વપરાશથી એનું વરસ બગઽયું હોય તો એની સાથે ખુલ્લા મને વાત કરો. જો તમને એવું લાગતું હોય કે બાળક વધારે પઽતો નેટનો વપરાશ કરે છે તો થોડા મહિના માટે નેટ એકદમ જ બંધ કરી દો.
૪.બાળકને કસરત કરવા માટે પ્રોત્સાહિત કરો, કસરત કરવાથી બાળકને માનસિક શાંતિ મળતી હોય છે અને બાળકનો હકારાત્મક અભિગમ પણ ડેવલપ થાય છે. બાળકને થોડું સોશિયલ ઇન્વોલ કરાશે. તમારાં સગાંસંબંધી અને ફ્રેન્ડ્સ સાથે મળવાનું રાખો.
૫. બાળકમાં થયેલા ચેન્જને નાની ગિફટ અથવા સારાં વાક્યોથી એપ્રિસિયેટ કરો.
Soul પોઇન્ટ
આજે નેટ બંધ હતું, ત્યારે ખબર પડી
મારી ફેમિલી પણ સારી છે.
બાળકો અને ઉપયોગી સાધનો. બાળકો અને રમકડાં ભાગ 1 જાન્યુઆરી 2021 અંક 8 જો. હું. થાવ. ખૂબ જ સરસ મજાની વાત છે માહિતી આપી છે
Thank you for your valuable feedback.