તમે ખુબ ઝડપ થી ચાલો છો
હું, મારો ત્રણ વર્ષનો દીકરો અને તેની મમ્મી રોજ સાંજે ચાલવા જઈએ. મારાં મમ્મી અને પપ્પા મને જે રીતે તેમની આંગળી પકડી ચલાવતાં તે જ રીતે હું પણ દીકરાને મારી આંગળી પકડીને ચાલવાનું કહેતો. પરંતુ મેં આ સમયે જોયું કે મારો દીકરો થોડું ચાલીને ‘હવે આગળ ચાલવું નથી’ એવું કહેતો. થોડાક દિવસ તો તેની આ વાતને અવગણી. એક દિવસ તો મેં ઊંચા અવાજે તેને મારી આંગળી પકડીને જ ચાલવા કહ્યું. મારા ઊંચા અવાજને કારણે નાછૂટકે તેણે પરાણે ચાલવાનું ચાલુ રાખ્યું.
એક દિવસ મેં તેને આ વિશે પૂછયું તો તેણે કહ્યું કે ‘તમે ખૂબ ઝઽપથી ચાલો છો જેથી હું થાકી જાઉં છું. ’ તો આ સમયે મને ખૂબ જ દુઃખ થયું, કારણ કે તેની વાત સાચી હતી. તેની મમ્મી સાથે વાત કરતાં કરતાં અમે અમારી ઝઽપે ચાલતાં પરંતુ આ નાનું બાળક અમારી ઝઽપે ચાલી શકે કે ન ચાલી શકે તેનો વિચાર પણ નહોતો કર્યો. બસ આ જ દિવસથી મેં એક નવો પ્રયત્ન કર્યો. સાંજે મેં મારા દીકરાને કહ્યું, ‘આજે તું મને ચલાવ. હું તારી આંગળી પકડીને ચાલીશ’ અને અમે આવું જ કર્યું . બાળકમાં એક નવું જોમ આવ્યું. દરરોજ કરતાં આજે તે વધુ ચાલ્યો અને સહેજ પણ થાક્યા વગર. મને ખબર પડી કે બાળકને આપણી આંગળી પકડી ચલાવીશું તો બાળકે આપણી ઝઽપને અનુસરવું પઽશે જેમાં બાળક થોડા સમયમાં થાકી જશે અને શક્ય છે કે ચાલવાનો પણ વિરોધ કરે. પરંતુ જો આપણે તેની આંગળી પકડીને ચાલીશું તો બાળકની ઝઽપ એટલે કે બાળકને સમજી શકીશું, જે તેને પ્રેરણા પૂરી પાઽનાર અને સહાયક બનશે.
આ દિવસની રાત્રિએ મને વિચારતો કરી મૂકયો…
રોજિંદા જીવનમાં કેટલી બધી બાબતોમાં આપણે બાળકોને સમજ્યા વિના અને તેમની ક્ષમતા જાણ્યા વિના તેમને આપણાં અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ! અને જો બાળકો આવું ન કરે તો આપણે હતાશ થઇ જઈએ છીએ. શિક્ષકો અને માતા—પિતા તો બાળકો પોતાના અનુકૂળ બની જાય તેવું ઇચ્છે છે. જો આવું ના થાય તો બાળકો તેમના રોષનો ભોગ બને છે. પરંતુ જો આપણે બાળકને થોડા અનુકૂળ બની તેમને સમજવાનો પ્રયત્ન કરીશું તો ખબર પઽશે કે બાળકને આપણી પાસેથી શું જાઈએ છે. બસ જરૂર છે, બાળકના કોઇપણ વર્તન પાછળ પોતાની જાતને એક પ્રશ્ન પૂછવાની, ‘બાળકે આવું વર્તન કેમ કર્યું? શું બાળકના આ વર્તન પાછળ આપણે તો જવાબદાર નથી ને?’