બાળગીત – ૧ આવો ભૂલકાંઓ…

 

આવોને મારી સાથે રમવા,

આવોને ભૂલકાંઓ આજ શાળાની દુનિયામાં.

અક્ષરો સાથે અંતાક્ષરી રમીશું

અંકો સાથે આગગાડી બનાવીશું.

પેન પેન્સિલથી ચિત્રો દોરાવિશ,

સાથે વાર્તાઓના વિશ્વમાં વિહરશું.

બાળદોસ્તો સંગે તોફાન મસ્તીએ કરીશું,

સંગાથે થોડો સમય કક્કો પણ લખશું.

ભૂલીને મોબાઈલની જૂઠ્ઠી ગેઇમસ ને,

સતોડિયું સાથે ખોખોની રમઝટ બોલાવીશું.

આવોને ભૂલકાંઓ આજ શાળાની દુનિયામાં.

પંખીઓની પાંખે આભમાં ઉડીશું.

વાતો કરતાં નદી પર્વત નિહાળશું

રંગોની રંગોળી સાથે રંગીન બનીશું.

આવોને મારી સાથે આજ શાળાની દુનિયામાં.

 

– તન્વી કે ટંડેલ.

Email id- tanvimtandel@gmail.com