નવી શિક્ષણ નીતિમાં વાલીઓની ભાગીદારી
ભળીશ નહિ જનોથી, મિત્ર, સ્ત્રી, બાળકોથી;
જીવીશ બની શકે તો, એકલાં પુસ્તકોથી. — કલાપી
પ્રત્યેક રાષ્ટ્રની પ્રગતિના પાયામાં જે તે દેશનું શિક્ષણ અને તેની શિક્ષણનીતિ રહેલી હોય છે. ભારતમાં શિક્ષણની શરૂઆત ગુરુકુળમાં થઈ હતી. જે તે સમયે શિષ્યો તેમના ગુરુને ઘેર જતા, ત્યાં જ રહેતા અને શિક્ષણ પ્રાપ્ત કરતા. તેઓને ત્યાંથી જીવન કેળવણી પ્રાપ્ત થતી. રાજાથી લઈને રંક સુધીના સૌ નાગરિકો માટે આ પદ્ધતિ હતી. ત્યારબાદ નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠો અસ્તિત્વમાં આવી. ધીમે—ધીમે શિક્ષણની સંસ્થાઓ શરૂ થઈ. વિદ્યાર્થીઓ શાળા—કોલેજોમાં શિક્ષણ મેળવતા થયા અને તેમના ગુરુઓ ત્યાં આવી તેમને અભ્યાસ કરાવવા લાગ્યા. પરંતુ ભારતીય શિક્ષણના પાયામાં ત્યારે અને આજે (મહદ્અંશે) પણ વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચે શિષ્ય—ગુરુના જ સંબંધો રહ્યા છે. સમયને કારણે પરિવર્તન આવતાં આ સંબંધની વચ્ચે અર્થકારણ આવ્યું તેમ છતાં આ સંબંધ તેની પવિત્રતા, ઊંચાઈ, માન—સન્માન અને ગરિમા મોટાભાગે જાળવી શક્યો છે તેમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. સ્વતંત્રતા બાદ ભારતે રાષ્ટ્રની શિક્ષણનીતિ તૈયાર કરવાની શરૂઆત કરી. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ના અધ્યક્ષ પદે યુનિવર્સિટી શિક્ષણપંચ (૧૯૪૮—૪૯) પ્રથમ શિક્ષણનીતિ ભારત સરકારે જાહેર કરી ત્યારબાદ ૧૯૬૪—૬૫માં શ્રી દોલતસિંહ કોઠારીના અધ્યક્ષ સ્થાને “કોઠારી શિક્ષણપંચ” નિમાયું. પછી આચાર્ય રામમૂર્તિના અધ્યક્ષ પદે રાષ્ટ્રીય શિક્ષણનીતિ (૧૯૮૬) જાહેર કરવામાં આવી. વર્તમાનમાં ૨૦૨૦માં ડૉ. કે. કસ્તુરીરંગનના પ્રમુખ સ્થાને નિમાયેલ સમિતિએ રાષ્ટ્રીય શિક્ષણનીતિ જાહેર કરી. ૨૦૨૦માં શિક્ષણનીતિનો ડ્રાફટ આપણને વધુ એક વાર પ્રાપ્ત થયો. તે વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ તૈયાર થયો હોવાથી સ્વાભાવિક રીતે જ આપણને અનુકૂળ આવવો જોઈએ. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ આ નીતિમાં શાળાકીય શિક્ષણનું બંધારણ ૫+૩+૩+૪ વર્ષનું આવ્યું. અગાઉની પરિસ્થિતિ કરતાં વર્ષોની સરખામણીમાં થોડોક ફેરફાર ક્યાંક થયો પરંતુ શિક્ષણના વર્ષો તેટલાં જ રહ્યાં. અગાઉ પ્રથમ ત્રણ વર્ષ બાલમંદિરના શાળા શિક્ષણ કરતાં અલગ હતાં તે સાંકળી લેવામાં આવતાં પહેલાં પાંચ વર્ષોમાં બાલમંદિર અને ધો. ૧—૨ નો સમાવેશ થયો. શિક્ષણનાં વર્ષો અને મોટાભાગની ઉપરછલ્લીપરિસ્થિતિમાં ખાસ કોઈ ફરક નથી. તેમ છતાં તેના અંદરના કલેવરમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે, તેમ નિઃસંકોચ કહી શકાય. અલબત્ત વાલીની ભાગીદારી અગાઉ જેટલી હતી તેટલી તો રહી જ પરંતુ હવે વાલીઓ સંતાનોના શિક્ષણ વિશે વધુ જાગૃત થયા છે તેમ ચોક્કસ જ કહી શકાય. પરંતુ આ સજાગતા હજુ પણ મોટાં શહેરો અને તાલુકા કક્ષાનાં ગામોમાં જેટલી નજરે પડે છે તેટલી ભારતના ઊંડાણનાં નાનાં ગામડાંઓમાં દેખાતી નથી. તેનાં અનેક કારણો છે પરંતુ તેની ચર્ચા અત્યારે કરતા નથી. હાલમાં તો વાલીની અપેક્ષિત ભાગીદારી વિશે જોઈએ. નૂતન નીતિમાં આવેલ કેટલાંક પરિવર્તનો વાલીઓએ સ્વીકારવાની તૈયારી રાખવી પડશે. અત્યાર સુધી આપણે ગુણાંકન પદ્ધતિથી ટેવાયેલા છીએ. વિદ્યાર્થીનું મૂલ્યાંકન તેના નંબર (રેન્ક)ના આધારે કરવાની વર્ષો જૂની ટેવમાંથી મુક્ત થવું કઠિન છે. હવે આપવામાં આવતી ગ્રેડ સિસ્ટમથી બાળકોને મૂલવવાનું સમજવું અને સ્વીકારવું પડશે. સરખામણી અને સ્પર્ધા ઈર્ષાને જન્મ આપે છે. આ સનાતન સત્યને ધ્યાનમાં લઈને બે વિદ્યાર્થીઓની સરખામણી ટાળવા નંબર પદ્ધતિને તિલાંજલિ આપવામાં આવી છે, તેમ છતાં વાલીઓ શિક્ષકો પાસેથી માકર્સ જાણવા આગ્રહ રાખે છે અને તે મેળવી પોતાના સંતાનનો ક્રમ નક્કી કરે છે. આ મનોદશામાંથી બહાર આવવું પડશે. ખાસ કરીને શિક્ષણનાં પ્રથમ પાંચ વર્ષ માટે સરકાર શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરી રહી છે. આ સાહિત્ય શિક્ષકો, શાળાઓ અને વાલીઓને પૂરું પાડવામાં આવશે. આ સાહિત્યનો યોગ્ય ઉપયોગ કરવામાં વાલીની ભાગીદારી પણ આવશ્યક રહેશે. આ નીતિમાં આત્મનિર્ભરતા ઉપર ખૂબ ભાર મૂકવમાાં આવ્યો છે. આ સંજોગોમાં વાલીઓની જવાબદારી વિશેષ બનશે. બાલમંદિર અને પ્રાથમિક કક્ષાનાં ધોરણોમાં બાળકો પોતાના મમ્મી—પપ્પા અથવા વડીલો પાસેથી વધારાનું જરૂરી શિક્ષણ પ્રાપ્ત કરે તેવી અપેક્ષા છે. અહીંયા વિદ્યાર્થીઓ ખાનગી ટયૂશનમાં ન જાય તે જોવાની જવાબદારી વાલીઓએ નિભાવવી પડશે. બાળકોને પાયાનાં ધોરણોથી પાંગળાં બનાવતા અને માત્ર પરીક્ષાલક્ષી શિક્ષણ લેવા પ્રેરતી ટયૂશનની પ્રથાને દૂર કરવા માટે વાલીઓએ કટીબદ્ધ બનવું પડશે. જરૂર પડે તો પોતે જાતે શીખીને બાળકોને શીખવી શકાય તેવી પરિસ્થિતિ તૈયાર કરવાની રહેશે. વાલીઓ માટે શિક્ષણનું જરૂરી સાહિત્ય પૂરું પાડવાની જવાબદારી શાળાઓએ પણ ઉપાડવી જોઈએ. બાળકોને જે વિષયોનું શિક્ષણ આપવાનું છે તેની જરૂરિયાત પૂરતું શિક્ષણ વાલીઓને આપવાની કામગીરી શાળાઓ નિભાવે તેવી અપેક્ષા વધારે પડતી નથી. વાલીઓને શિક્ષણ આપી બાળકોને ભણાવવા માટે તૈયાર કરી શકાયશિખરું ઊંચાં ને મારગ આકરા,
નહીં કોઈ સાથ કે સંગાથ,
નહીં ત્યાં કેડી કે નહીં વાટ,
ચડવાં ચઢાણો તસુ તસુ એકલાં.
—મનસુખલાલ ઝવેરી
ખાસ તો વાલીઓએ મનોવલણો બદલવાની જરૂર છે. શાળામાં સહઅભ્યાસકીય વિષયોનું શિક્ષણ આપવામાં આવશે. આ વિષયો પણ જીવન કૌશલ્યો માટે ઉપયોગી છે તેવી સમજ કેળવવી પડશે. શોખ પણ જીવનમાં આગવું મહત્ત્વ ધરાવે છે તેમ સમજવું અને સ્વીકારવું પડશે. શિક્ષણને વ્યવસાયીકરણ તરફ લઈ જવા માટે ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. અત્યારે વાલીઓ માત્ર એન્જિનિયર, ડૉક્ટર, ચાર્ટડ એકાઉન્ટન્ટ વગેરે જેવી વ્હાઈટ કોલર જોબને જ જાણે છે, ઓળખે છે અને પોતાના સંતાનને તે તરફ જવા દોરે છે, પ્રેરે છે. નવી નીતિમાં અનેક વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ સામેલ કરવામાં આવેલ છે. તે પણ જીવન જીવવા માટે જરૂરી છે અને ઉપયોગી છે તેવું માનસ કેળવવું પડશે. ટર્નર, ફીટર, પ્લમ્બર, ડ્રાફટસમેન, ઈલેકિટ્રશિયન વગેરે જેવા અનેક વ્યવસાયલક્ષી વિષયો તરફ પણ વાલીઓ ધ્યાન આપે તે જરૂરી છે. આ કામગીરી હલકી કક્ષાની છે તેવી મનોદશામાંથી સમાજ અને વ્યક્તિએ બહાર આવવું પડશે. બિનકમાઉ સ્નાતક (ઘ્રુઙદૃુઙત્ેં) થવા કરતાં કોઈપણ કોર્સનો ડિપ્લોમા પ્રાપ્ત કરવો વધારે સારો છે તેમ વાલીને કોણ સમજાવશે? આજે હજારોની સંખ્યામાં સ્નાતક બેકારો સમાજમાં ઉપલબ્ધ છે. યુવાધન વેડફાય છે. જ્યારે બીજી બાજુ અનેક કૌશલ્યલક્ષી કે અર્ધકૌશલ્યલક્ષી કામગીરી માટે ધોળા દિવસે દીવો લઈને યુવાનને શોધવા નીકળવું પડે તેવી પરિસ્થિતિ છે. સમાજમાં બેકારી નથી. પરંતુ જે તે કામગીરી માટે જેવા યુવાનો જોઈએ છે તેવા પ્રાપ્ત થતા નથી તેમ અનેક ઉદ્યોગપતિઓ જણાવે છે. બીજા બે મુદ્દા તરફ પણ વાલીઓ વિચારે તે ખૂબ જરૂરી છે. સરકારે તો શિક્ષણની શરૂઆતથી જ ત્રણ ભાષા ઉપર ભાર મૂક્યો છે. માતૃભાષા અને તેના શિક્ષણ ઉપર વિશેષ ભાર મૂક્યો છે. પરંતુ વર્તમાનમાં સૌ વાલીઓ તેમનાં સંતાનોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં દાખલ કરાવવા અત્યંત આતુર છે. બાળકો અંગ્રેજી ચોક્કસ જ ભણે, પરંતુ માતૃભાષાના ભોગે નહીં. તેવી સમજ વાલીઓ કેળવશે ખરા? નીતિમાં અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓનો છેદ ઉડાડી દેવામાં આવ્યો નથી. પરંતુ માતૃભાષામાં શિક્ષણની હિમાયત પણ કરી છે. જે વાલી જે તે સ્થાનેથી આગામી પંદર—વીસ વર્ષ અન્ય જગ્યાએ જવાના નથી તેમને માટે તો માતૃભાષામાં શિક્ષણ ઉત્તમ છે. અલબત્ત જેમની વ્યાવસાયિક કામગીરીમાં ફેરબદલીની અને ખાસ તો અન્ય રાજ્યમાં જવાની પરિસ્થિતિ ઊભી થાય તેમ છે તેમને માટે તે વિકલ્પ કદાચ ઉપયોગી ન પણ બને. માતૃભાષાના શિક્ષણ સાથે અંગ્રેજી અને હિન્દીના શિક્ષણની સામેલગીરી તો છે જ. માત્ર વાલીએ સમજવાનું અને સ્વીકારવાનું એ છે કે શિક્ષણ માતૃભાષામાં થશે અને બીજી બે ભાષાઓ તો શીખવા મળશે. જેઓ અંગ્રેજી માધ્યમના શિક્ષણને ચુસ્તતાથી વળગી રહેશે તેમને કદાચ સમસ્યાઓનો સામનો કરવો પણ પડે. સરકાર આ બાબતે બળજબરી કે દબાણ કરી શકે નહીં. સમગ્ર પરિસ્થિતિ જોતાં જે વાલીઓમાં લવચીકતા (ઢ્ઢલ્ેંક્ષ્બ્િંલ્િંત્ય્િં) છે તેમને માટે આ શિક્ષણનીતિ શક્યતાઓથી ભરપૂર છે. અત્યાર સુધી માત્ર એક જ વિષય સાથે સ્નાતક થનારને અન્ય વિષયો વિશે ખાસ જાણકારી નહોતી, નૂતન નીતિમાં વિજ્ઞાનના સ્નાતકને વાણિજ્યના વિષયો શીખવા હોય તો તે પણ શક્યતા છે. આજ રીતે પરફોર્મિંગ આર્ટસની સાથે ભાષાઓ કે માનવવિદ્યાઓ (હ્વુમ્ઙન્ત્િિંેંંસ્)ના વિષયો પણ શીખી શકાય તેવી બહુ મોટી તક છે. આ બધાં વિવિધ જૂથ (ોંમ્બ્ન્ઙિંત્િોંંન્સ્)નો આપણને ભવિષ્યમાં ખૂબ મોટો લાભ થવાનો છે. અત્યાર સુધી આપણું શિક્ષણ માત્ર જડબેસલાક ડબ્બા (શ્ઙત્ેંરુ થ્ગ્હ્ત્િં ોંમ્પ્ઙરુત્મ્ેંન્ત્) જેવું હતું. હવે ખુલ્લા આકાશમાં ઊડવાની તક પૂરું પાડતું હોવાથી યુવાનો માટે ભવિષ્યનાં અનેક દ્વારો ઊઘડી રહ્યાં છે. આ તમામ વિવિધતાઓને આવકારવા અને સ્વીકારવા વાલીએ ખુલ્લા મનથી બાળકના શિક્ષણ વિશે વિચારવાનું રહેશે. અલબત્ત આ નીતિનું અમલીકરણ કેવી રીતે થાય છે તે પણ મહત્ત્વનો મુદ્દો છે. તો સાથે નાણાંકીય તથા અન્ય સુવિધાઓ અને શિક્ષણની સંસ્થાઓને કેટલી સ્વતંત્રતા પ્રાપ્ત થશે તે પાયાનો પ્રશ્ન છે. આશા રાખીએ કે સમાજના તમામ વર્ગો અમલદારો. કેળવણીકારો, વિદ્યાર્થીઓ અને વાલીઓ આ નૂતન શિક્ષણનીતિને હૃદયપૂર્વક આવકારે અને સ્વીકારે.
આચમન : ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય;
ચાર ચાર ગાઉ ચાલતાં, લાંબો પંથ કપાય…
કૂવા પરના કઠણ જે પાકા પાળા પણ,
દોરડીએ છેદાય છે, એ લેવું એંધાણ.
— કવિ દલપતરામ