દીકરાને અભિનંદન આપો. રમકડા એવા અરસિક, ચીલાચાલુ, જઽ, અરૂચિકર હોય છે કે એ તોઽવા સારા. ઢીંગલી, મોટર, વિમાન, ધર, મોંઘા તો પણ પૈસામાં મોંઘા, કલ્પનામાં ને ઉપયોગિતામાં નહિ. છોકરાની જિજ્ઞાસાને ઢંઢોળવા માટે એમાં કશું નવું નથી એટલે જ તે એ તોડી નાખે છે. જો એમાં રસ પડે એવું કાંઇ હોય તો એ જરૂર લઇને રમવામાં પડી જાય, પણ રસ પડે એવું એમાં કશું નથી એટલે ચાલો, એની અંદર શું છે એ જોઇ લઇએ. એટલી જ સર્જનાત્મક વૃતિ બાળકની પાસે રહે. સર્જનના ભાવથી વિસર્જન કરી નાખે. રેઢિયાળ રમકડુ લઇને છોકરો એમાંથી કરી શકે તે ઉત્તમ કાર્ય કરે છે. જેને જરૂર અિંભનંદન આપશો. એ છોકરામાં કાંઇને કાંઇ પ્રતિભા છે જ. મોટો થશે ત્યારે કાંઇ નહિ તો રમકડા બનાવનાર તો થશે જ.

‘પણ છોકરો રમકડાં માટે રડે જ છે’ હા, જરૂર રડે અને હાથપગ પછાડે અને ત્રાગુ કરે. એને રમકડા જોઇએ જ છે. શું એના ભાઇબંધુઓને રમકડા નથી મળ્યાં ? મોંધા, નવાં, આકર્ષક, પછી એ વગર એને કેમ ચાલે ? હરીફાઇ એ જીવનનો પહેલો નિયમ છે. પેલાને મળ્યું છે એટલે મને મળવું જોઇએ. પોળમાં આવ્યું એટલે મારા ઘરમાં આવવું જોઇએ. અથવા તો બજારમાં આવી ગયું છે એટલે બીજા કોઇના હાથમાં જાય એ પહેલાં મારા હાથમાં આવવું જોઇએ. રમકડા બનાવનારાઓ હોંશિયાર હોય છે, રમકડા બનાવવામાં નહિ પણ તેની જાહેરાત કરવામાં. એટલે છોકરાઓને તરત ખબર પડે અને ધરમાં કાર્યક્રમ શરૂ થાય, હવે એ રમકડુ ન મળે ત્યાં સુધી એ ધરમાં કોઇને શાંતિ મળવાની નથી.

એટલે રમકડુ તો જોઇએ જ. બતાવવા માટે, હાથમાં લેવા માટે, અને તોડી પાઽવા માટે. રમકડા માં છોકરાનો રસ ઓછો ટકે છે. નવાઇ જાય એટલે ચીજ ભુલાય. રમકડુ મોંઘું હોય તોયે ફેર નહિ પડે. સસ્તું—મોંઘું મા—બાપને માટે છે. મોંઘું છે એટલે વધારે સમય ટકવું જોઇએ એ તર્ક મા—બાપ ગમે તેટલું કહે તોય બહુ કહે તો આ રમકડુ ફાડી ને અંદર કંઇક વિશેષ જોવા જેવું હશે એટલું જ જોઇ શકશે. એટલે જલ્દી તોઽશે. આ તો સામાન્ય છોકરાની વાત થઇ. પણ બીજી શકયતા હોઇ શકે. છોકરો તરત બધાં રમકડા તોડી નાખે એનું બીજું કારણ તેનો ઉછેર હોઇ શકે, જો એને સખ્તાઇથી ઉછેરવામાં આવ્યો તો !

જો બંધન અને નિષેધ અને ફરજ અને જુલ્મ એના ઉપર રોજ ગુજારવામાં આવ્યા છે, જો એને ઘણો બોધ અને ઓછો પ્રેમ મળ્યો છે તો તેના વર્તનનું કારણ બીજે કયાંય શોધવાની જરૂર નથી. એને એટલો ઠપકો આપવામાં આવ્યો છે કે હવે સૌને ધિક્કારે છે, અને તેથી પોતાનાં રમકડા તોઽતાં તોઽતાં પોતાના મા—બાપને મારી નાખે છે, પોતાની જાતને મારી નાખે છે. ખૂન છે, આપઘાત છે, અને વિનાશ છે, કારણ કે એના મનમાં તો વિનાશની જ વૃત્તિ છે.

છોકરાને માટે અમુક નિયમો હોવા જોઇએ એ કબૂલ, પરંતુ વ્યવહારમાં એવા નિયમો છોકરાને માટે નહિ, એનાં મા—બાપ માટે હોય છે. એટલે કે એનાં મા—બાપની સગવઽ માટે આ સમય ને આ કપડાં ને આ રૂમ ને આ શાંતિ તો ઘરમાં રહેનાર મા—બાપ માટે જ છે. આ ન કરાય અને આ ન બોલાય અને ત્યાં ન જવાય અને આમ ન અવાય એ વાલીઓની ખટપટ છે. એમાં છોકરાઓનું ભલું નથી. એટલે છોકરો સમસમી ઊઠે છે. અને જેવા ઉપર એની સત્તા છે એવાં નિર્દોષ મૂંગાં રમકડા ઉપર તૂટી પડે છે. એટલે એ એવું કરે ત્યારે કેવા ભાવથી કરે છે એ નિહાળવું સારું. જો એ રમકડા ફાડે, રમતાં રમતાં તોડે તો એ નિરામય દ્રષ્ટિ છે. પરંતુ એ જોરથી, ગુસ્સાથી કે હિંસાથી તોડે તો એના હૃદયમાં દર્દ છે. રમકડા ભલે તોડે હવે શા માટે તોડે એ જાણવું જરૂરી છે. જો એના મનમાં શું છે એ આપણે જાણી શકીએ તો મોંધા ફાટેલાં રમકડા ની કિંમત પણ વસુલ થઇ ગઇ હશે.