નાનાં બાળકો સૌને ગમે. એમનું રુદન પણ નિનાદ કરતાં ઝરણાં જેવું લાગે. એમનું હાસ્ય તો મંદિરના ઘંટારવ જેવું મીઠું લાગે. પા… પા… પગલી ભરતાં ભૂલકાઓ જયારે બાલમંદિરમાં આવે છે ત્યારે સીધા માતાની સોઽ ત્યજીને શિક્ષકનાં ખોળામાં વહાલની ખોજમાં નીકળતાં હોય છે. આ ટાબરિયાને જોઇએ પણ શું? ફકત પ્રેમભર્યો હૂંફાળો સ્પર્શ અને બેટાનું હુલામણું રૂપકડુ વિશેષણ.

કિન્ઽર ગાર્ટન, પ્લે સ્કૂલ, પ્લે સેન્ટર, જેવાં નામોથી જાણીતાં બનેલાં બાલમંદિરોએ આજે આધુનિક સ્વરૂપ ધારણ કર્યું છે. અદ્યતન રમકડાનો ખઽકલો, જાત જાતની મ્યુઝિક સિસ્ટમ અને ચાવી ભરાયેલાં રમકડા અને કાંઇક નવું નવું વિશેષ… પણ ધ્યેય તો પેલું જ ગિજુભાઇના માર્ગે, મેઽમ મોન્ટેસરીની કાર્યપ્રણાલીથી કેળવવાના પ્રયાસો આંગણવાડીકે પ્લે સ્કૂલમાં આદરવામાં આવે છે. નિર્દોષ, નિખાલસ બાળકો આ બાળમંદિરના શિક્ષકોના જીવનરૂપ બગીચાના સુંદર પુષ્પો બની જાય છે.

ભૂલકાઓ અત્યંત ભોળા, સાચુકલા અને પ્રેમની સીમાને અતિક્રમી જતાં હોય છે. કેટલાંય પ્રસંગો શિક્ષકો ભૂલવા ઇચ્છે તો પણ ભૂલી શકતાં નથી. એક દિવસ કે.જી.ના વર્ગોમાં રોજિદાં કાર્યો કરાવી રહી હતી. એ દિવસે મારું શરીર કાંઇ સાથ આપી રહ્યું ન હતું. હું થોડીથોડીવારે પરસેવે રેબઝેબ થઇ જતી હતી અને આંખો સામે અંધારા જેવું છવાઇ જતું હતું. શ્રદ્ધાની બાજુમાં પાટલી પર બેસી હું સ્વસ્થ થવા પ્રયાસ કરી રહી હતી. શ્રદ્ધા મને સતત ટગર ટગર જોયા કરતી હોય એવું હું મહેસુસ કરી શકતી હતી.

શ્રદ્ધાની આંખોમાં મારા તરફની ભારોભાર લાગણી, પ્રેમ અને એક ચિંતાની લકીર હું જોઇ શકતી હતી. તેનો કરમાયેલો ચહેરો જોઇ હું સ્વસ્થ થવાનાં નિષ્ફળ પ્રયત્ન કરવા લાગી. પણ વ્યર્થ રહ્યા. હું બેન્ચ પર માથું ઢાળી સૂઇ ગઇ, ત્યાં જ એક મમતાળો, સ્નેહાળ હાથ મારા માથા પર ફર્યો અને રઽમસ અવાજે એક ઢીલો સ્વર બહાર આવ્યો… “ટીચર… ટીચર… લો પાણી પી લો… તમારે માટે હું દવા લઇ આવું? તમને શું થાય છે ?” અને હું મારો ડુમો રોકી ન શકી. આવાં હોય છે આપણી આંગણવાડીનાં ફૂલ. આ પ્રેમભર્યો સ્પર્શ હું કયારેય ભૂલી શકીશ નહીં. આ હાથ ફર્યો ત્યારે ચોક્કસ જ મને મારી હેતાળ મા યાદ આવી હશે. એ સમયે શ્રદ્ધામાં મને મારી માની છબી જ દેખાઇ હશે.

શ્રાવણ માસના દિવસો ચાલી રહ્યા હતા. એટલે ઉપવાસના દિવસો હોય એવું બને. હું મોટે ભાગે એકાંતરિયા ઉપવાસ કરી લેતી. એ દિવસે મને બરાબર યાદ છે. આવો જ કંઇ ઉપવાસ હતો. હું નાસ્તા સમયે બાળકો સાથે સહભાગી ન થઇ શકી. ખાસ કરીને બાલમંદિરોમાં નાસ્તો એક કેળવણીના ભાગરૂપે હોય છે. તેથી સારી ટેવના ધઽતર માટે શિક્ષકો બાળકો સાથે નાસ્તો લે એવો રિવાજ હોય છે. રોજરોજ શિક્ષક સાથે નાસ્તો લેવા ટેવાયેલી ધ્વનિ એ દિવસે શિક્ષકનો નાસ્તો નિયત જગ્યા પર ન મૂકતાં નાસ્તાવાળા માસીને કહેવા લાગ્યો… મારા ટીચરનો નાસ્તો…? માસી સહજ બોલ્યા, “આજે ટીચરને નાસ્તો નથી આપવાનો” શિક્ષકને નાસ્તાની ડીશ ન મળતાં ધ્વનિ વિચલિત થઈ હોય એમ લાગ્યું. વર્ગમાં નાસ્તો પીરસાઈ જાય એટલે નાનકડી પ્રાર્થના થાય. શિક્ષક નાસ્તાની શરૂઆત કરવા કહે એટલે બાળકો જમવાનું શરૂ કરે. એમ જ બન્યું. બધાં બાળકોએ આનંદથી જમવાનું શરૂ કર્યું. પરંતુ ધ્વનિએ ડિશને હાથ સુદ્ધા અઽકાઽયો નહીં. ધ્વનિએ રઽવાનું શરૂ કર્યું. હું સમજી ખાવું ન પડે એટલે રડે છે. ત્રાગા કરે છે. મેં સમજાવવાના બધા હથિયાર અજમાવવામાં માંઽયા. પરંતુ એ ચૂપ ન થઈ. એટલે એની પાસે બેસી હું મોંમા કોળિયા ભરાવવાનો પ્રયત્ન કરવા લાગી. ધ્વનિએ ખાવાનું શરૂ ન કર્યું પણ રુદનમાં થોડો ઘટાડો જરૂર થયો. અને મને હાશ થઇ. ધીમે ધીમે પટાવતાં, મનાવતાં ધ્વનિબેને પોતાનો ગુસ્સો બહાર કાઢયો. જે સાંભળી હું અવાચક થઇ ગઇ. ધ્વનિનો ગુસ્સો ખાવા માટેનો ન હતો પરંતુ પેલા માસીએ શિક્ષકને ડિશ ન આપી તે માટે હતો.

ધ્વનિ ઉવાચ : “માસી શું કામ તમને નાસ્તો આપતા નથી ? તમને નાસ્તો ન આપે તો મારે પણ નથી ખાવું?” હું મનોમન ભીંજાઇ ગઇ. આવો પ્રેમ કદાચ પેટનાં જણ્યાં કે સ્વજનો પાસેથી મળે છે ખરો ? એમ હું વિચારી રહી. ખરેખર પૂર્વ પ્રાથમિક વિભાગમાં બાળકો સાથે કાર્ય કરવું સદ્નસીબ ગણાય. વહાલને વળોટી જતાં ભૂલકા ફરી કયારે મળે ન મળે. આ ટાબરિયાં સાથે ગાળેલ ક્ષણ શાશ્વત બની જાય છે. કયારેય વિસરી શકાતી નથી.