૨૦૨૦ની શરૂઆતમાં સામાન્યપણે આ પ્રકારનાં દૃશ્યો જોવા મળતાં જેમાં નેહલ તેના ૬ વર્ષના “શ્રી”ને કહેતી “શ્રી, ચાલ, હવે. મોડું થાય છે. તારા ટેનિસના ક્લાસનો સમય થઈ ગયો છે. જલ્દી કર, એક તો રસ્તામાં ટ્રાફિક પણ નડશે અને તું હજી તૈયાર પણ નથી થયો!”  શ્રીનો આખો દિવસ શાળા, ટયૂશન, હોમવર્ક, દરરોજના જુદા જુદા વર્ગ જેવા કે ટેનિસ, ચેસ વગેરે વગેરેમાં એટલો બધો ગોઠવાયેલો રહેતો કે શ્રીના દાદાને એની ખૂબ દયા આવતી. તેઓ કહેતા કે બાળકને આવી રીતે તો મુક્તપણે રમવાનો કે ફરવાનો સમય જ ક્યાંથી મળે! નેહલે જાણે કે શ્રીના ગળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવાની ઘડિયાળ જ બાંધી દીધી હતી.

આજે જ્યારે કોવિડને લગભગ દોઢ વર્ષનો સમય થઈ ગયો છે ત્યારે વાલીઓ અને બાળકો શાળા પર થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૦—૨૧તો જેમ તેમ પસાર થઈ ગયું પરંતુ શિક્ષણવિદો અને વાલીઓ વર્ષ ૨૦૨૧—૨૨ કેવું જશે એના વિચારમાં છે. હાલના સંજોગો મુજબ તો એવું લાગી રહ્યું છે કે બીજું બધું તો રાબેતા મુજબ સામાન્ય થવા માંડયું છે પરંતુ સંભવિત ત્રીજી લહેરની બીકને લીધે શાળાકીય પ્રવૃત્તિઓ રાબેતા મુજબ શરૂ થઈ શકશે કે કેમ તે કહેવું અઘરું છે. સમજુ વાલીઓ અને બાળકો કંટાળાને કારણે ચિડિયા અને ચિંતાને કારણે Anxious થઈ ગયા હોય એમ લાગી રહ્યું છે તો આ નાજુક સમયમાં કાઉન્સેલર તરીકે અમે આપની સમક્ષ થોડા મુદ્દાઓ મૂકવા માગીએ છીએ કે જેના દ્વારા આવા સમયમાં ડેવલપમેન્ટલ થેરાપીસ્ટ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના માનસિક વિકાસને પણ વેગ મળે અને વાલીઓ પણ ઘર આંગણે રહીને, બાળકો સાથે સમય પસાર કરીને તેમના વિકાસમાં મદદરૂપ બની શકે. આ મુદ્દાઓમાં રજુ કરવામાં આવેલી વાત વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત થયેલી અને પ્રયોગાત્મક રીતે સફળ થયેલી છે; માત્ર માતા—પિતા કે વાલીએ થોડી જાગૃતતા રાખવી જરૂર ીછે.

. રૂટિન બનાવો :

બાળકો જે રીતે શાળા ચાલુ હોય ત્યારે જે રૂટિનમાં કાર્યરત હોય છે એજ ક્રમમાં બાળકને પ્રવૃત્ત રાખવાં જેથી સમયનો દુરુપયોગ પણ ન થાય અને દરેક કામને ન્યાય આપી શકાય.

આ સમયમાં સ્વાભાવિક રીતે બાળકોના ઊંઘવાનો અને ઉઠવાનો સમય બદલાઈ ગયો હોવાથી તેઓને સમયસર ઉઠાડવાથી માંડીને, ન્હાઈ—ધોઈને જ ઓનલાઈન ક્લાસ માટે બેસવાની ટેવ પાડવી ખૂબ જ જરૂરી બને છે. બાળકોની ઊંઘવાની અને ઊઠવાની ટેવ બદલાઈ જવાને લીધે વાલીઓ અને બાળકો પણ મનસ્થિતિ વારંવાર બદલાવાનો ( Mood swings) ભોગ બની શકે છે. આમ ન થાય તે માટે બાળકોને દિવસ દરમિયાન જે જે પ્રવૃત્તિઓ કરાવવાની છે તેનું સમયપત્રક  વાલીઓએ  બનાવીને  રાખવું તેમજ તેને અનુસરવું ખૂબ જ જરૂરી બને છે. સમયપત્રકનું અનુસરણ બાળકો અને વાલીઓ બંને પક્ષે જરૂરી બને છે કારણકે અંગ્રેજીમાં કહેવત છે જે કે “ ‘ ‘ ‘Practice before you preach’— એટલે કે બાળકો પાસે જે કરવાની અપેક્ષા રાખો તે તમે પણ કરો.

આ સમયપત્રક એવી રીતે ગોઠવાવું જોઈએ કે જેમાં ઉંઘની સાથે સાથે ભોજન, ભણતર, ઘરનાં કામ, શોખની પ્રવૃત્તિ, ટી.વી, મોબાઈલ, મિત્રો… દરેકને માટે સમય ફાળવી શકાય.

. બાળક સાથે રમી શકાય તેવી રમતોઃ

 (i)  સ્ટેચ્યુફ્રીઝ એન્ડ ગો

આ રમતમાં બાળક સાથે ઘરનાં મોટેરાં બંધાય છે. એટલે કે રમત રમવાનું નક્કી કરે છે અને દિવસના કોઈ પણ સમયે બંધાયેલ વ્યક્તિ એકબીજાને “સ્ટેચ્યુ” અથવા “ફ્રિઝ” કહે એટલે સામેની વ્યક્તિ જે ક્રિયા કરતી હોય એ જ પરિસ્થિતિમાં સ્થિર થઈ જાય. (૫—૧૦ સેક્ન્ડ માટે) અને પછી જ્યારે કહે ત્યારે હલનચલન કરી શકે. આ રમતમાં બધાંને ખૂબ જ મજા પડે છે તેનાથી બાળક સાથે નિકટતા કેળવી શકાય છે અને બાળક જ્યારે એવી કોઈ ક્રિયા કરતું હોય જે એણે ન કરવી જોઈએ ત્યારે “સ્ટેચ્યુ” કહેવાથી બાળક સ્થિર થઈ જશે — અને તેનાથી તેને  Self realization  પણ થશે. — એટલે કે રમતાં—રમતાં સમજણ.

(ii)  Board games, indoor games, & cards games (એટલે કે ઓરડાની અંદર રમી શકાય તેવી બોર્ડ રમતો જેવી કે સાપસીડી, લૂડો, ચોપાટ Lego, zenga, uno,વ્યાપાર વગેરે.)

 

આ સિવાય થોડાં મોટાં બાળકો સાથે ચેસ, કેરમ કે સુડોકુ જેવી રમતો પણ રમી શકાય.

૪—૫ વર્ષમાં બાળકો સાથે ઘરમાં જ સંતાકૂકડી કે છૂપાયેલી વસ્તુ શોધવી — જેવી રમતો પણ રમી શકાય, અલબત્ત રમતના નિયમો બાળકો પાસે નક્કી કરાવવા.

સંતાકૂકડી જેવી રમતો ૬—૭ વર્ષમામ બાળકો સાથે રમાય તો મોટાં બાળકો માટે શું? એ પ્રશ્ન સ્વાભાવિકપણે ઉદ્‌ભવે — તો એમના માટે Cross word  (આડી—ઉભી ચાવી) — ફુલ સુડોકુ જે દરરોજ છાપામાં પણ આવે છે. એટલે એના માટે પૂર્વતૈયારી પણ કરવી પડતી નથી. આ રમત એકલા પણ રમી શકાય છે. આવી રમતોથી બાળકોની ગાણિતિક ક્ષમતા અને શબ્દભંડોળમાં વધારો થાય છે. આ ઉપરાંત વ્યાકરણ માટે પણ Nounday  past tense day, very day  જેવી રમતો પણ રમી શકાય.

(iii)  Read, Read, Read : વાંચોવાંચોવાંચો

આવું બાળકોને નથી કહેવાનું પણ આપણે બાળકો સાથે બેસીને તેમની ઉંમર ને અનુરૂપ સ્વવિકાસની, પ્રેરણાત્મક વાર્તાઓ અથવા આત્મકથાઓ વાંચવાની છે અને તેમની સાથે વાર્તાલાપ કરવાનો છે. રોજની માત્ર ૧૦ કે ૧૫ મિનિટનું વાંચન બાળકોને વિચારોનું ઈંધણ પૂરું પાડશે. આમ કરવાથી મોબાઈલ સ્ક્રોલ કરવાને બદલે તમારી સાથે ચર્ચા કરતા જોવા મળશે.

(iv)  Do maths with your kids (બાળકો સાથે ગણિત ગણો)

એટલે કે તમે બાળકના મિત્ર જેવી રીતે વર્ગમાં સાથે બેસીને ગણિત ગણતા હોય તેમ તમે પણ પુસ્તક રાખીને બાળક સાથે ગણો.

 (v)   ભણવા માટેનું વાતાવરણ બનાવોઃ  

ઘરનો એક ખૂણો ભણતર માટે સજાવો જ્યાં ભણતરમાં ઉપયોગી દરેક વસ્તુ જેવી કે ચોક, ડસ્ટર, White બોર્ડ, માર્કર, ચાર્ટ, નક્શા વગેરે ગોઠવેલી રાખો. રૂટિન ગોઠવેલું હશે અને જગ્યા નક્કી કરેલી  હશે એટલે બાળકને પણ ભણવાનું મન થશે જ. અને હા, આજની જરૂરિયાત મુજબ ટેબલ પર ઓનલાઈન ક્લાસ માટે મોબાઈલ સ્ટેન્ડની જગ્યા પણ Fix રાખો. શારીરિક કસરતો સ્વાસ્થ્ય જાળવવા માટે જરૂરી છે એ આપણે સહુ જાણીએ છીએ. અઠવાડિયામાં ૨—૩ દિવસ બાળકો સાથે જ અમુક કસરતો, પ્રાણાયામ કરવાનો પ્રયોગ કરી જોવા જેવો છે. અમે અઠવાડિયે ૨ વાર બાળકો સાથે જ કસરત કરવાનો પ્રયોગ સફળતાપૂર્વક કરી રહ્યા છીએ અને અમને મજા આવે છે.

( ix)   પાત્ર પરિવર્તનઃ

Role play (પાત્ર પરિવર્તન) — આ એક મનોવૈજ્ઞાનિક પરિવર્તન છે, જેમાં મહિનામાં એક ચોક્કસ દિવસે તમારે બાળક બનવાનું છે અને બાળકે તમારા માતા/પિતા — એટલે કે બંને પાત્રોની અદલાબદલી. આ રમત ૭ થી ૧૦ વર્ષનાં કે થોડાં મોટાં બાળકો સાથે પણ રમી શકાશે. આ રમત અચરજથી ભરપુર રહેશે. બાળક તમારી વાત સમજી શકશે અને આપણે પણ બાળક સાથે આપણું વર્તન કેવું છે તે ચકાસી શકીશું અને જરૂર પડે ફેરફાર પણ લાવી શકીશું.

(ix)  Give them space   (બાળકોને મોકળાશ આપો)

આટલું કર્યા પછી પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે એ આપણું બાળક છે. એમને પણ પોતાની રીતે રમવા માટે, મનગમતું કરવા માટે, મનન, ચિંતન કરવા માટે સમય જોઈએ. આટલું કરશો તો પૂરા પડેલ એકંદર વાતાવરણમાં બાળક ચોક્કસ ખીલશે; પણ એના માટે તમારે એમને સમયતો આપવો જ પડશે.

અહીં, આ લેખના અંતે એક વાત ચોક્કસ કહીશ કે અહીં દર્શાવેલ મુદ્દાઓ વર્ષોથી પ્રાયોગિક રીતે ચકાસાયેલા છે. આપ જો અપનાવો તો પણ બધું એક સાથે અપનાવવું શક્ય ન બને તો એકાદ—બે અઠવાડિયામાં ધીમે—ધીમે અમલીકરણ શક્ય બનશે. હા, એ માટે પહેલાં તો માતાપિતા બંનેએ સાથે મળીને Planning  કરવું પડશે. અને પછી પોતાનામાં ફેરફાર આણ્યા પછી જ બાળક પાસે આશા રાખશો તો ચોક્કસ ફળશે.