વિશ્વભરમાં છેક્ષાં થોડાં વર્ષોમાં પ્રજનનની તરાહમાં પરિવર્તનજોવા મળી રહ્યું છે. અગાઉ મોટા ભાગની પ્રસૂતિઓ મહિલાઓની ર૦-૩૦ વર્ષની ઉંમર વચ્ચે જોવા મળતી. પાંત્રીસ વર્ષ પછી ગર્ભધારણ કરનારી મહિલાઓની સંખ્યા ખૂબ જૂજ રહેતી. હવે સમગ્રવિશ્વમાં, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, ૩૫ વર્ષથી મોટી વયેમાતૃત્વ ધારણ કરનારી મહિલાઓની સંખ્યામાં ઝડપથી વધારોથઈ રહ્યો છે. મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ વધી રહ્યું છે. તેમનીવ્યાવસાયિક મહત્ત્વાકાંક્ષા વધી છે. એ કામે જતી થઇ છે.આધુનિક તબીબી વિજ્ઞાનની પ્રગતિને કારણે પ્રજનનને લગતીટેક્નોલોજીમાં નોંધપાત્ર સુધારો થયો છે. પરિણામે મોટી ઉંમર સુધી નિઃસંતાન રહી ગયેલાં દંપતી હવે મેડિકલટેક્નોલોજીનો આધાર લઈને બાળક પ્રાત કરતાં થયાં છે. આ સઘળાં પરિબળોને કારણ માતૃત્વ પ્રાતિની સરેરાશવય પાછળ ઠેલાઈ છે. મોટી ઉંમરે માતૃત્વ અને પિતૃત્વ ધારણકરવાથી માત્ર તબીબી જ નહીં, પણ સામાજિક,માનસિક, આર્થિક તેમ જ નૈતિક સ્તરની સમસ્યાઓ ઉદ્ભવે છે. માબાપની મોટી ઉંમરે જન્મતા બાળકને તેનાતંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ માટે આર્થિક ઉપરાંત વિશેષ પ્રકારના ભાવનાત્મ આધારની જરૂર ઊભી થાય છે.કમનસીબે આપણે ત્યાં ઘડપણમાં સામાજિક અને આર્થિક સલામતી તેમજ સુરક્ષાના મુદ્દાઓને લક્ષમાં રાખીનેજ સંતાન પેદા કરવામાં આવે છે. બાળકની સુખાકારી અને હિતનો ઝાઝો વિચાર કરવામાં આવતો નથી. પાછલીઉંમરે જન્મેલ સંતાનના વિકાસ બાબતમાં એના માબાપને પોતાનું કર્તવ્ય ખાસ જણાતું નથી. આ અભિગમમાંબદલાવ આવવો જોઈએ. માબાપનું સ્વાર્થી વલણ કામ ન આવે. જેમ યુવાન વયે માતૃત્વ કે પિતૃત્વ પ્રાસ કરનારદંપતી બાળકને કેન્દ્રમાં રાખીને જીવનગુજારે છે, તેમ મોટી વયે માબાપ બનનાર દંપતીએ પણ બાળકના હિતનેપહેલું હૈયે ધરવું જોઈએ. જીવનની પ્રૌઢ કે ઢળતી વયે માબાપ બની શકાય કે નહીં એ બાબત ખાસ વિચારણામાગી લે છે. તમામ સજીવોમાં કુદરતે પ્રજનન ક્ષમતા મૂકેલી છે. માણસમાં પ્રજનનની સાથે સંતાન પ્રાતતિનીએષણા જોડવામાં આવી છે. લગભગ ૧૯૫૦ ના દાયકા સુધી પ્રજનન અને સંતાન પ્રાતિનું કાર્ય યુવાન દંપતીઓમાટે નિશ્વિત કરવામાં આવેલું હતું. મોટી વયે માબાપ બનનારાં યુગલોની સંખ્યા નહિવત્ હતી. તે જમાનામાંનાની વયે લગ્નો થતાં છોકરીઓને ખાસ ભણાવવામાં આવતી નહીં. એ રજઃસ્વલા થાય એટલે એને “સાપનોભારો’ માનીને ઝટ પરણાવીને ઠેકાણે પાડી દેવાનું માબાપનું લક્ષ રહેતું. ગર્ભનિરોધક પદ્ધતિઓ ચલણમાં હતી નહીં. તેથી યુવાનદંપતીઓ ગર્ભધારણ પર અંકુશ રાખી શકતાં નહીં. જાતીય પ્રવૃત્તિ(સેકસ)ના આડપરિણામરૂપ ગર્ભધારણ થતું અને યુવાન પતિપત્ની તેને નિભાવી લેતાં. પરિણામે રપ-૩૦ ની નાની વયેઅકસ્માત માતૃત્વ કે પિતૃત્વ પ્રાસ થતું અને મને-કમને એનો ભારઉપાડવો પડતો. આ સઘળી પરિસ્થિતિઓમાં હવે પરિવર્તન આવ્યુંછે. સમય બદલાયો છે. સરેરાશ આયુષ્ય લાંબું થયું છે. મહિલાઓભણતી થઇ છે. કારકિર્દીલક્ષી અને મહત્ત્વાકાંક્ષી બની છે. વ્યવસાયી મહિલાઓની સંખ્યા વધી છે. તે પુરુષોની સાથે ખભેખભા મેળવીને કામ કરતી થઈ છે. લગ્ન અનેસંતાન પ્રાત્તિ એમના માટે ગૌણ બન્યાં છે. સેક્સ અને સંતાન પ્રાપ્તિ બાબતમાં એમની ઇચ્છાને માન મળવા લાગ્યુંછે. વિકાસશીલ તબીબી વિજ્ઞાને નવી નવી ગર્ભનિરોધક પદ્ધતિઓની ભેટ ધરી છે. પરિણામે ઇચ્છિત સમયે અનેઇચ્છિત વયે સંતાન મેળવવાનું આયોજન થવા લાગ્યું છે. ભણતર પૂરું થાય, વ્યવસાય અને કારકિર્દીમાં ઠેકાણેપડાય અને આર્થિક રીતે પગભર થવાય પછી જ લગ્ન કરવાનું અને સંતાન પેદા કરવાનું વલણ યુવાનોમાં વધ્યું છે.પરિણામે લગ્ન ૩૦વર્ષ પછી થાય છે અને બાળક મોડી ઉંમરે પેદા કરવામાં આવી રહ્યાં છે. છેક્ષાં થોડાં વર્ષોમાં સમાજમાં આવેલું આ નોંધપાત્ર પરિવર્તન છે. હવે તો એવાં કુટુંબો પણ જોવામાં આવે છે કે જે પતિપત્નીનીસહિયારી આવક પર જીવતાં હોય અને એકે સંતાન પેદા કરવામાં ન માનતાં હોય. આધુનિક પરિભાષામાં આને Double Income, No Kids એટલે કે DINK SY NDROME કહેવામાં આવે છે. આર્થિક જીવન ઠેકાણે પડે અને જીવનની સઘળી મહત્વાકાંક્ષાઓ પૂરી થાય એટલે મોટી ઉંમરે સંતાન પેદા કરવાનો વિચાર કરવામાં આવે ! ત્યાંસુધીમાં મહિલાની ઉંમર જીવનના ચોથા દસકાના અંતે પહોંચી ચૂકી હોય. પાંત્રીસથી ચાલીસ વર્ષની વય વચ્ચેમાતૃત્વ ધારણ કરનારી મહિલાઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. જો કે તબીબી અવલોકનોથી એવું જોવામળ્યું છે કે મહિલાની ઉંમર જેમ વધતી જાય તેમ એની પ્રજનન ક્ષમતા પણ ઘટે છે. મોટી ઉમરે માતૃત્વ ધારણકરવાના ઘણા પડકારો છે. પેદા થનાર બાળકને જન્મજાત ખોડખાંપણ લાગુ પડવાની સંભાવના વધે. છે. મોટીઉંમરે પ્રસવ મુશ્કેલ બને છે. માતાને ઈજા, માતામૃત્યુ, બાળકને ઇજા અને બાલમૃત્યુની સંભાવના પણ ઘણી વધેછે. આ સઘળી વિષમતાઓ વચ્ચે પણ પ્રૌઢ દંપતીને માટે માતૃત્વ અને પિતૃત્વ પ્રાસ કરવાનો અનુભવ આનંદદાયક અને રોમાંચક નીવડી શકે છે. આધુનિક મેડિકલ ટેકનોલોજી હવ આ બાબતમાં એમની સહાયેઆવી છે. મહિલા પોતે જાતે ગર્ભધારણ કરવાની ક્ષમતા ગુમાવી ચૂકી હોય તો પોતાના ગર્ભના વિકાસ અને જન્મમાટે તબીબી રીતે અન્ય મહિલાની ફૂખ ઊછીની લઈ શકાય છે. આને “સેરોગેટ મધરહૂડ’ તરીકે ઓળખવામાંઆવે છે. આધુનિક તબીબી વિજ્ઞાન મોટી ઉંમરે માબાપ બનવા દંપતીને આવા ઘણા સલામત પણ ખર્ચાળવિકલ્પો આપી શકે છે. કંઈ નહીં તો બાળક દત્તક તો લઇ જ શકાય છે. માબાપ બનવાની ઇચ્છાની આડે હવેઅવરોધો ઓછા અને ઉપાયો ઝાઝા મળી રહે છે. પરણેલા યુગલને માબાપ બનવા માટે ઘણાં કારણો હોય.

૧) કુટુંબનો વંશવિસ્તાર ચાલુ રાખવો.
ર) માબાપ બનવાનો આનંદ લેવો.
૩) છોકરાંછેયાં સાથે કુટુંબનો વિસ્તાર કરવો.
૪) ફૂટુંબના વ્યવસાય – ધંધામાં કાયદેસરનો વારસ પેદા કરવો.
૫) કુટુંબની સાંસ્કૃતિક-મૂલ્ય પરંપરા આગળ લઇજવી.
૬) ઘડપણમાંસામાજિક અને આર્થિક સુરક્ષા મેળવવી. કે

સરવાળે સંતાનો વ્યક્તિના અને કુટુંબના હિત અને સુખાકારી માટે અનિવાર્ય છે. પણ આમાં બાળકનું હિત લક્ષમાં લેવામાં આવતું હોય એવું ક્યાંય ધ્યાનમાં આવતું નથી. એમાં પણ મોટી ઉંમરે માબાપ બનનાર યુગલ તો બાળકના હિત અને સુખાકારીને ક્યાંય વિસારે પાડી દે છે. આ તબક્કે બાળકના હિત અને માબાપના સ્વાર્થની વચ્ચે એક પ્રકારનું ઘર્ષણ પેદા થાય છે. માબાપ બનવું એ દરેક દંપતીના અધિકારક્ષેત્રની વાત છે. એ ખરું, પણ મોટી ઉંમરે પોતાનો આ અધિકાર પૂરો કરવામાં અવિચારીપણું ન ચાલે ! સામાજિક મૂલ્યોમાં આવી રહેલા બદલાવ સાથે આ બાબતમાં કેટલાક નવા પડકારો પેદા થયા છે તેને પણ ધ્યાનમાં લેવા જરુરી બન્યા છે. એકલા હાથે બાળઉછેર (Single Parents) નું ચલણ કાયદેસર બન્યું છે. કેટલાક દેશોમાં શિભમહફં સજાતીય પાત્રો વચ્ચેનાં લગ્ન અને બાળઉછેરને કાયદેસરત બક્ષવામાં આવી છે.

એ ખરુંકે મોટી ઉંમરે માબાપ બનનાર યુગલમાં માનસિકપરિપક્વતા અને અનુભવ વધારે હોય. એ સામાજિક અને ઈઝ આર્થિક રીતે વધારે પગભર હોય. પણ સાથે આ ઉંમરે પેદા થયેલા બાળકની જરૂરિયાતો ને જીદને પહોંચી વળવાની કાબેલિયત પણ એમનામાં ઓછી થતી જાય છ. એમનું શરીર યુવાની માફક દોડધામ કરી શકે એવું ન રહ્યું હોય. સ્થૂળતા, હાઈબ્લડપ્રેશર, ડાયાબીટીસ, સંધિવા જેવી બીમારીઓ શરીરમાં ઘર કરી ગઈ હોય. બહેનોને ગભાશયને લગતી વ્યાધિઓ લાગુ પડેલી હોય તો ગર્ભધારણ અને પ્રસવને લગતી વધારાની મુસીબતોનો સામનો પણ કરવાનો આવે. મોટી ઉંમરે એક સાથે બે કે ત્રણ બાળકનો ગર્ભ (Multiple Pregnancy) રહેવાની સંભાવના વધે. કસુવાવડ અને મૃત જન્મની શક્યતા મોટી ઉંમરે માતૃત્વ ધારણ કરનારી મહિલાઓમાં ઘણી વધારે રહે છે.

ઘણાં દંપત્તિ ખૂબ મોટી ઉંમરે ટેસ્ટ ટ્યૂબ બાળકનો વિકલ્પ સ્વીકારવા તૈયાર થઈ જાય છે. હવે એ સમયદૂર નથી કે જ્યારે સિત્તેર વર્ષે પહોંચેલું યુગલ બાળક પેદા કરવાની ઈચ્છા વ્યક્ત કરે. આટલી ઉંમરે માણસનુંશાણપણ પણ કેટલું ટક્યું હોય ? માબાપ તરીકેની ફરજ પૂરી કરવાનું જોમ કેટલું બચ્યુંન હોય ? મેડકિલ ટેક્નોલોજી તો આગળ વધીને ઘરડા લોકોને પણ માતૃત્વ અને પિતૃત્વ ભેટ આપતી થાય, પણ આટલા મોટા માબાપ બનનાર યુગલે પોતાનો વિવેક હાજરરાખીને યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. વિકસતું બાળક અને ઘરડાં માબાપ એ ચિત્ર આંખનેખૂંચે તો ખરુંજ ! બાળકના ઉછેર માટે માબાપ પૈસે ટકે સમૃદ્ધ અને અનુભવે સંપત્તહોય એટલું માત્ર પૂરતું નથી. મોટી ઉંમરે માબાપ થવાના સામાજિક, આર્થિક, ભાવનાત્મક, માનસિક અને તબીબી પ્રશ્નો છે. સામે પક્ષે યુવાન દંપતિ પોતાનીકારકિર્દીને ઠેકાણે પાડવાના લક્ષમાં લાગેલું હોય તો બાળકની જરૂરિયાતો પૂરી કરવાનો એમનેપૂરતો સમય ન પણ મળે.

આમ પણ આપણો ત્યાં કુટુંબ વ્યવસ્થા ઝડપથી તૂટી રહી છે. સંયુકત કુટુંબને સ્થાને વિભક્ત ફૂટુંબ જીવન આકાર લઈ રહ્યું છે. બાળકના જીવનમાંથી દાદા-દાદી વિદાય લઇ રહ્યાં છે. જો કે કેટલાંક શહેરી કુટુંબો હજીસંયુક્ત અને વિભકત કુટુંબની વચ્ચેની વ્યવસ્થાને વળગી રહ્યા છે. પતિપત્ની બન્ને કામ કરતાં હોય ત્યાં કુટુંબમાં દાદા-દાદી ૭૦+ ઉંમરનાં હોવાનાં ! આ ઉંમરે પોતાના પૌત્ર-પૌત્રીની પાછળ દોડી શકે એવું જોમ એ ક્યાંથીલાવવાનાં ? બાળકની માતા રજોનિવૃત્તિને આરે આવી પહોંચી હોય ત્યાંજ નવા જન્મેલા સંતાન પાછળ રાત્રે દરબે કલાકે જાગવાની અને દિવસ દરમિયાન ઘરનો દરવાજો ખોલીને ભાગતા શિશુની પાછળ પાછળ દોડવાની શક્તિ એનામાં હોય , તેવી અપેક્ષા શી રીતે રાખી શકાય ? છોકરું ઠેકાણે પડી જાય ત્યાં સુધી માબાપે જીવવું પણ પડે, મોટી ઉંમરે સંતાન પેદા કરવાના આવા અનેકપ્રશ્નો ઊભા થવાના ! માતા કે પિતા બેમાંથી એકનું નિધન થાયએટલે બાળક એની યુવાનીએ પહોંચતાં સુધીમાં અનાથ થઈ જવાનો ભય રહે છે. માબાપ બનવાના આનંદનીસામે ઘડપણના રોગો અને મૃત્યુનો ભય વિકારણ મોં ફાડીને સામે ઊભેલા હોય એવી પરિસ્થિતિનો સામનો કરવો સહેલો નથી. સરવાળે સહન કરવાનું આવે સંતાને. માતા કે પિતા મૃત્યુ પામે તો એને કેટલીક મુશ્કેલીઓ ઊભીથવાનીજ!

૧. એનું ભણતરઅધૂરું રહે.
ર. એનો સામાજિકઆધાર છિનવાઈ જાય
૩. એનોઆર્થિકઆધાર નૂટીજાય.
૪. એના માથેથી માબાપનું છત્ર અને એમની હૂંફ જતી રહે.

આ સઘળા મુદ્દાઓને ધ્યાનમાં લેતાં મોટી ઉંમરે માબાપ બનવું હિતાવહ નથી. આ પગલું બાળકના હિતમાં નથી. મેડિકલ ટેકનોલોજી માતૃત્વ કે પિતૃત્વની ભેટ આપી શકે, પણ બાળકને સલામતી ન આપી શકે.એની વૃદ્ધિ અને વિકાસની જરૂરિયાત પૂરી ન પડે. યુનાઈટેડ કિંગ્ડમે આ બાબતે પૂર્વવિચાર કર્યો છે. અહીં છેક૧૯૯૦ થી મેડિકલ ટેક્નોલોજી આધારિત કૃત્રિમ પ્રજનનને માનવીય પ્રજનન અને ભૂણ પ્રશાસન (હ્યુમનફર્ટિલાઈઝેશન એન્ડ એમ્બ્રિયોલોજી ઓથોરિટી – એચ.એફ.ઈ.એ.) આ હસ્તક મૂકવામાં આવ્યું છે. વિશ્વભરમાંઆ પ્રકારની એ સર્વ પ્રથમ કાનૂની જોગવાઈ છે. કૃત્રિમ પ્રજનનથી માનવ જીવન તેમજ કૌટુંબિક સંબંધો પરથનારી દૂરગામી અસરોનો વિચાર કરીને ત્યાંની જાહેર જનતા તેમ જ તબીબી સંગઠનોએ આ પ્રકારની જોગવાઈની માંગણી કરી હતી. તબીબી પ્રજનન ટેકનોલોજી (આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી -એ.આર.ટી.) ની મદદથી ગર્ભ ધારણ કરતા પહેલાં આવનારા બાળકની સુખાકારી અને હિતનો વિચાર પહેલાંકરવો ઘટે છે. આ કાનૂની જોગવાઈઓનો વ્યાપ વિશાળ છે. તે પાછલી ઉંમરે થનારાં સંતાનોનાં શારીરિક,તબીબી, માનસિક અને સામાજિક પરિબળોને ગણતરીમાં લઇને ઘડવામાં આવી છે. અસાધારણ સામાજિકપરિસ્થિતિમાં પેદા થનારાં બાળકોના હિતની પણ તે ચર્ચા કરે છે. જેમ કે, એકલા હાથે બાળકનો ઉછેર કરનારમાતા કે પિતા, સજાતીય પાલક પાસે બાળકનો ઉઝેર, વૃદ્ધ માબાપની ફૂખે જન્મેલા સંતાનનો ઉછેર, તેમ જબાળક સાથે લોહીના સંબંધે ન જોડાયેલા હોય તેવા માતા કે પિતા દ્વારા તેનો ઉછેર, વગેરે વિકાસશીલટેકનોલોજી જે અનેક નવા પ્રશ્ચો ઊભા કરે છે, તેનો સમાજે બૌદ્ધિક, નૈતિક અને કાનૂની ઉપાય ખોળવો રહે છે.કમનસીબે આપણા દેશમાં આ પ્રકારની જોગવાઈઓનો હજુ અભાવ છે. આ રીતે જન્મેલાં બાળકોના અધિકારઅને હિતનું રક્ષણ કરનારો ધારો અમલમાં આવેલો નથી. એ જેટલો બને તેટલો જલદી ઘડવામાં આવે તેવીઆપણે આશા સેવીએ. મોટી ઉંમરે માબાપ બનવા તૈયાર થનારા યુગલને યોગ્ય મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન (કાઉન્સેલિંગ) પૂરૂં પાડવું જોઈએ. એમને એમના નિર્ણયનાં જોખમો અને જવાબદારીઓનો ખ્યાલ આપવોજોઈએ. આવનારા બાળકના હિતને ભોગે એમને માતૃત્વ કે પિતૃત્વ ન સાંપડવું જોઈએ.
સારાંશ એટલો જ કે મોટી ઉંમરે માબાપ બનવું આશીર્વાદરૂપ જરૂર છે, પણ આ રીતે પૃથ્વી પર પગ માંડનારા બાળક માટે પણ એ ફળદાયી નીવડે તેવો પ્રબંધ કરવાનું તબીબી વ્યવસાય, સમાજ અને માબાપનું કર્તવ્ય છે.