બાળકો સુસ્વભાવી થાય એમ ઇચ્છતાં માંબાપો કે વડીલોએ કેટલા એક વિધિ નિષેધો બહુ જ સાવચેતીથી પાળવા પડે. આમાંનો બાળકોની હાજરીમાં આપણે શું બોલીએ છીએ ને શું કરીએ છીએ એ એક અત્યંત મહત્ત્વનો ભાગ છે.

નજ)

બાળકોની હાજરીમાં તેમનાં કે બીજાં બાળકોના ગુણોનું કે દોષોનું વર્ણન, સ્તુતિ નિંદાના રૂપમાં ન કરીએ.
જેમ કે “આ હોશિયાર છે, આ ઠોઠ છે” વગેરે.

બાળકોની હાજરીમાં તેમની કે બીજાં બાળકોની આવડત-અણઆવડતનું વિવેચન પણ ન કરીએ. “એને

આ નહિઆવડે, ફલાણાને ગાતાં સરસ આવડે છે નેફલાણાને જરાયે નથી આવડતુ” વગેરે.

બાળકોની હાજરીમાં તેમના સ્વભાવની કે વર્તનની વિશિષ્ટતા ઉપર ભાર દઈને તે ન વર્ણવીએ. જેમકે “આને દૂધ નહીં ભાવે”, ““આ તો વહેલો ઊંઘે જ નહીં”, ““આ તો રીંગણનું શાક ખાશે જ નહિ”, “આને

ઢ??

તે માનાપડખામાં સૂશે ત્યારે જ ઊંઘ આવશે” વગેરે.

બાળકની હાજરીમાં જુવાનિયા કેમોટાઓનાં જીવનની વાતો ન બોલીએ.
કુટુંબઅને સમાજના વ્યવહારોની હલકી ને સંકુચિત વાતો ન કરીએ.

બાળક સંબંધેની આપણી મહત્ત્વાકાંક્ષાઓ અથવા કલ્પનાઓ તેની હાજરીમાં ન બોલીએ.