થોડા સમય પહેલાં બેંગલોરમાં એક કોન્ફરન્સમાં મારે મારા બેચમેટ પોલીસ અધિકારીને મળવાનું થયું. તાલીમનાં જૂનાં સંભારણાં ખૂબ વાગોળ્યાં. વાતો છેક બાળપણ સુધી પહોંચી. તેણે કહ્યું, “અમે નાના હતા ત્યારે મુંબઈમાં ફ્લેટમાં રહેતા. સ્કૂલેથી આવીએ ત્યારે નીચેથી જ મમ્મી પાસેથી કુલફીના દશ પૈસા માગીએ. પડોશીઓ સાંભળતા હોય એટલે મમ્મી ના ન પાડી શકે. દશ પૈસાની કુલકીમાં તો જાણે આખી દુનિયાનો આનંદ મળતો
હતો. આજનાં બાળકોને ક્યાં છે આવા નિર્દોષ આનંદની તકો ?

આજનાં બાળકોને બધું તૈયાર મળે છે. જે જોઈએ તે બધું જ હાજર હોય છે. કુલફી માટે મા-બાપ પાસે પૈસામાંગવાની ક્યાં જરૂર જ છે ? ઘરમાં ફિજમાં આઈસક્રીમ ખૂટતો જ નથી.

આપણે એવું માનીએ છીએ કે આપણા જમાનામાં સાધનસંપન્નતા ન હતી. આપણે ઘણી વસ્તુઓથી વંચિત રહેવું પડ્યું છે તેવું આપણાં બાળકો સાથે ન થવું જોઈએ. આપણે બાળકો સામે, વસ્તુ – સગવડોનો ખડકલો કરતા જઈએ છીએ. કદાચ એવું પણ હોય કે આજે આપણી પાસે બાળકો માટે પૈસા છે, પણ સમય નથી. સમયની ખોટ કદાચ આપણે પૈસાથી પૂરી કરવા પ્રયત્ન કરીએ છીએ, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે સમયની ખોટ ક્યારેય પૈસાથી ભરી શકાતી નથી. સમયની ખોટ, પ્રેમની ખોટ ક્યારેય બીજી કોઈ વસ્તુથી ભરાઈ શકતી નથી. બાળકના જીવનનો એક ખૂણો ખાલી જ રહી જાય છે, જે પછી ક્યારેય ભરાઈ શકતો નથી. ક્યારેક કેક્ી દ્રવ્યોના નશાથી તે ભરવા વ્યર્થ વલખાં મારતું આપણું યુવાધન જોવા મળે છે. આપણી યુવાન દીકરી અયોગ્ય પાત્ર સાથે પ્રેમમાં પડતી કે ભાગી જાય તેવી ઘટનાઓ પાછળ પણ મા-બાપની પ્રેમ કે સમય આપવાની નિષ્ફળતા ક્યારેક જવાબદાર હોય છે.

સમયની ખોટ પૈસાથી ભરવાના પ્રયાસની બીજી મુશ્કેલી એ છે કે તે તેની સાથે તમામ દૂષણો પણ લાવે છે. આપણને રોડ પર

આડેધડ વાહનો ચલાવતા યુવાનો અમસ્તા નથી જોવા મળતા. તેઓ જ.
| બાપ કમાઈના નશામાં મદહોશ હોય છે. ન કાયદા હેઠળ વાહન ચલાવવાની મંજૂરી ન હોય છતાં આપણાં જુ તરુણો સ્કૂટર-બાઈક લાવી આપવાની જીદ એટલા માટેકરે છે, કારણ જે કેઆપણે તેમને પહેલેથી જ ટેવ પાડી હોય છે. આપણે જ તેમને વસ્તુનુંવળગણ વળગાડ્યું હોય છે. “પાણી માગે ક્ટ તો દૂધ હાજર ‘ જેવા વાતાવરણમાં આપણે બાળકોને ઉછેરીએ છીએ ત્યારે એ ભૂલી જઈએ છીએ કે સંઘર્ષ કરી મેળવવાનો પણ એક આનંદ હોય છે. જીવનમાં કશુંય સંઘર્ષ વિના મળતું નથી. અને સંઘર્ષ વિના મળે છે તેમાં સ્વાદ હોતો નથી. આપણે બાળકોને સંઘર્ષના સ્વાદથી વંચિત રાખીએ છીએ, એટલું જ નહિ, તેમને એ પાઠથી વંચિત રાખીએ છીએ કે જીવનમાં કશુંક પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ તો કરવો જ પડે છે. જ્યારે જીવનની વાસ્તવિકતાઓનો સામનો કરવાનો આવે છે, સંઘર્ષ કરવાનો થાય છે ત્યારે તેમને ભાંગી પડતાં વાર લાગતી નથી.

મારા પેલા મિત્ર પોલીસ અધિકારીના પિતા મુંબઈમાં કેન્દ્ર સરકારના મોટા દરજના અધિકારી હતા. તેમણે પોતાના પુત્રના વિકાસમાં જે બાબતો જરૂરી હતી તેની કમી નહોતી રાખી, પણ મમ્મી પાસેથી કુલફીના દસપૈસાઆસાનીથી મળતા ન હતા, કારણ કે તેઓ તેને પ્રામ કરવાના સંઘર્ષથી વંચિત રાખવા માગતા નહોતા. આજે પણ તેને પૈસાની કોઈ કમી નથી, પણ તે કરકસરથી જીવે છે, કારણ કે તેનાં મા-બાપે ધનથી છકી જતાં તેને
બચાવી લીધો છે. આપણે પણ આપણાં બાળકોને વસ્તુનાવળગણ તથા ધનના અતિરેકથી બચાવીએ.