શું સારા મા-બાપને બાળકપ્રત્યે ગુસ્સો ન આવવો જોઈએ
બાળઉછેરને લગતાં લગભગ બધાં સાહિત્યમાં બાળકની જરૂરિયાતો અને તેને અનુરૂપ વાલીઓએ પોતાની લાગણીઓને કાબૂમાં રાખવી તેનું વર્ણન લાંબા પાયે હોય છે. બાળકને હૂંફ, પ્રેમ, પ્રોત્સાહન વગેરે જોઈએ. મા-બાપ-વાલીઓએ પ્રથમ ખૂબ ધીરજ ધરવી જોઈએ એવા સંદેશાઓ પર જોર અપાય છે તે આવકાર્ય છે જ. પરંતુ વાસ્તવિકતામાં આવુંકરવું દરેક સંજોગમાં સરળતાથી શક્ય જણાતું નથી હોતું.
“મા-બાપ થવું આકરું છે’, “મા-બાપની માથાકુટ’, “આ તે શી માથાફોડ ?’ વગેરે જેવાં અનેક પ્રકાશનો બાળઉછેરની પાયાની જરૂરિયાતો પર સમજણ આપે છે. બાળકને ઉછેરવામાં મા-બાપ-વાલીઓએ ઘણો ભોગ આપવો પડતો હોય છે. બાળકની સંભાળમાં તેનો ખોરાક, કપડાં, બાળોતિયાં, રડવાનું, તોફાનો, ઇર્ષા, અણગમા-ગમા, ભણતર, માંદગી-સારવાર, ફરવાનું, પાર્ટીઓ, વગેરે અનેક પાસાં પર ધ્યાન આપતાં આપતાં વાલીઓ પોતાની આંતરિક અને બાહ્ય જરૂરિયાતોને નેવે મૂકી દેતાં હોય છે. તેમાં આર્થિક બોજ પણ ઘણો પડતો હોય છે. તે માટે સમયનો ભોગ પણ ઘણો જોઈએ.
બાળઉછેર પાછળ મા-બાપ પોતાના સામાજિક સંબંધો, પોતાના આનંદ-પ્રમોદનો પણ ભોગ આપે છે. તેમાંય નવાં બનેલાં અને પરફેક્શનમાં ખૂબ માનનારાં વાલીઓ-માબાપને તો એવી લાગણી થતી હોય છે કે આ કામ (વાલીપણું) માટે તો તેમણે સર્વ પ્રકારે ભોગ આપવો જ રહ્યો. આનંદ-પ્રમોદ કે રીલેક્સેશન વખતે તેમને કંઇક ગુનાહિત લાગણી થતી જણાય છે !! પણ છેવટે તો મા-બાપ વાલીઓ માણસ જ છે. તેમને પણ થાક લાગે, આળસ થઇ શકે, ગુસ્સો આવે, અણગમો થાય, ડિપ્રેશન – હતાશા આવે, અકારણ ચિંતાઓ થાય, મન “ઉચ્ચક’ રહે વગેરે અનેક “નેગેટીવ’ લાગણીઓ થઇ શકે છે. વળી આ બધી લાગણીઓ તેમના પોતાના બાળપણના ઉછેર પર નિર્ભર કરે છે.
દરેક વખતે સતત પ્રેમથી અને ઉત્સાહથી બાળક સામે પેશ આવવું શક્ય નથી હોતું. દરેક વખતે બાળકને રસપૂર્વક વાર્તા કહી ના શકાય. બાળકના દરેક તોફાનમાં ધીરજ રાખી ન શકાય. તેમાંયે બાળક નજીવાં કારણોસર
ઉજાગરા કરાવે, માબાપને પોતાના અંગત ટેન્શન હોય, ત્યારે દરેક વખતે બાળકશસાથેવાલી પ્રેમપૂર્વક કદાચ વર્તી ના શકે. તેમાંય બાળક લાંબો સમય
કચકચ કરે, દલીલો કરે, વારંવાર કહ્યા છતાં માને નહીં અને કોઈને નુકસાનકર્તા (ઘરના કે બહારનાને) વર્તન કરે. બહં સમજાવ્યા છતાં જુદું બોલે, ગાળો બોલે, લેસન ન કરે, જમે નહીં, ઊંઘે નહીં, વગેરે જેવા સંજોગોમાં કોઇ પણ “સમજુ’ વાલીને પણ ગુસ્સો આવી જવો સ્વાભાવિક છે.
આવા કોમ્પલેક્ષ વાતાવરણમાં પરફેક્શનમાં માનનારાં વાલી પોતાનો ગુસ્સો દબાવી દે છે ખરાં પણ છેવટે તે બીજા સ્વરૂપે બહાર આવે છે. તે
આખો દિવસ કંટાળેલા, ચીડિયા રહે, થાકેલા રહે, તેનું માથું દુખ્યા કરે, જીવનમાં રસ ન જણાય. ઘર તથા અન્યો સાથે સંબંધ બગાડી બેસે. બાળકને પોતાને કહ્યું મનાવવા અને અણગમતા સંજોગો નિવારવા વાલી બાળકનું વધુ પડતું ધ્યાન રાખવા માંડે (ઓવર પ્રોટેક્શન કરવા માંડે).
ક્યારેક બહુ “સમજવા’ અને કંટ્રોલ કરવા છતાંયે વાલી ગુસ્સે થઇ બાળક પર પોતાની ‘સમજણ’ વિરૃદ્ધ વર્તન કરી બેસે, ખિજવાઈ જાય, મારી પણ દે, બાળકની ઇચ્છા લાગણીને દબાવી દે, વગેરે કરે. પછીથી ગુસ્સો શાંત થયા બાદ ખૂબ ગીલ્ટી (ગુનાહિત) લાગણી અનુભવે છે કે આ તો ખૂબ ખોટું થયું. ત્યાર બાદ કરી તે બાળક માટેઓવર પ્રોટેક્ટીવ થઈ જાય.
વળી સામાજિક સ્તરના અનુરૂપે વાલી બાળક સાથે એકદમ ગુસ્સો જતાવે, વારંવાર બાળકને મારે, પ્રેમપૂર્વક વર્તે નહીં અને ઉપરાંત આવા વર્તન થકી જ બાળક બરાબર રહે તેવુંમાનનારાં વાલી પણ હોય છે. આવાં ઊછરેલાં બાળકોની ઘણી આગવી સમસ્યા હોય છે.
તો હવે આવા પ્રશ્નો થાય કે ‘શુંબાળક પર ગુસ્સો જતાવી જ દેવો ?’ “શું બાળક પર ક્યારેય ગુસ્સે ના થવું ?’
એવો કેવી રીતે ઉછેર કરવો કેગુસ્સો ના આવે?’
પરિસ્થિતિએવી છે કે બાળકો પર ગુસ્સો આવે છે તે હકીકત છે જ. તેને દબાવી દેવો કે પ્રકટ વર્તન કરવું પણ યોગ્ય નથી, આ લાગણીનો વ્યવસ્થિત નિકાલ આવે તે જોવું જોઈએ.
તે માટે થોડા મુદ્ઠાઓ સહુએ સમજી લેવા જોઈએ.
* દરેક બાળકનું પોતાનુંવ્યક્તિત્વ હોય છે. એક માબાપનાં બે બાળકો તદ્દન ભિન્ન સ્વભાવ ધરાવી શકે.
* માબાપ-વાલીઓ પણ એકદમ અલગ સ્વભાવનાં હોઈ દરેકનો ગુસ્સો ખમવા અને સમજવાની ક્ષમતા અલગ હોય છે.
* તમને તમારા બાળક પર ગુસ્સો આવે છે તે લાગણીને ઓળખતા અને સ્વીકારતા શીખો. તેનાથી ગુનાહિત તેણ પક, ર સર લાગણીના અનુભવો. તમે તમારા પોતા પ્રત્યે અત્યંત શિસ્તના આગ્રહી થશો તો આવી લાગણી વધુ હેરાન કરશે. માટે જ્યારે ગુસ્સો આવે ત્યારે તેને વર્તનમાં ફેરવવાને બદલે તેના વિશે કોઈ પણ નજીકની વ્યક્તિ કે મિત્રસાથે નિખાલસતા પૂર્વક વાત કરવી. આ બહ અગત્યની ટીપ છે જેનાથી તમારા ગુસ્સાને સમજવા અને હેન્ડલ કરતાં આવડશે.
* તમે તમારા ગુસ્સા અણગમાની વાત બાળક સાથે નહીં કરી શકો તો બાળકને તમારા પ્રત્યે આવતા ગુસ્સા-અણગમાની વાત તમને નહીં કરી શકે. જેમ તમારો દબાવેલો ગુસ્સો બીજું સ્વરૂપ પકડે તેમ ઝડ -નો બાળકમાં જાતજાતની બીક, વગેરે નેગેટીવ લાગણીઓ પણ જન્મી શકે છે. એટલે ગુસ્સાભર્યું વર્તન કરવાને બદલે બાળકને તે લાગણી વિશે જાણ કરવી અને તેની જોડે સ્વસ્થતાથી વર્તીશકાય.
* જયારે પ્રેમાળ વાલીને દિવસ આખો ગુસ્સો રહ્યા કરે (બહારથી વર્તી શકાય તેવો હોય કે ના પણ હોય) અને સતત બાળક-વાલી વચ્ચે તાણ રહે તો મનોચિકિત્સકનો સહારો લેવો જોઈએ.
* બાળક પ્રત્યેનો ગુસ્સો તેના તરફના વર્તનમાં ઊભરવા દેવાને બદલે નિખાલસતાથી યોગ્ય શબ્દોમાં જણાવી દેવો. આવા વર્તનથી બાળક પોતાના ગુસ્સાને પણ યોગ્ય રીતે વાળતાં શીખશે અને પ્રસન્નતા જાળવવા મદદ