બાળકોમાાં શારીરિક-માનસિક વિકાસનુ સંતુલન
જન્મ લેતું દરેક બાળક ઈશ્વરના માણસજાત પ્રત્યેના
1 વિશ્વાસનું પ્રતીક છે. પ્રત્યેક બાળક અલગ પ્રકારની શક્તિ અને સામર્થ્ય સાથે જન્મ લે છે. ધીમે ધીમે મોટું થાય છે. સ્કૂલમાં પ્રવેશ કરે છે. આ સાથે જ, માતા-પિતા, પરિવાર તેમજ શિક્ષકો દ્રારા સ્કૂલમાં અને ઘરમાં તેના શારીરિક-માનસિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસના સંતુલનના વિવિધ તબક્કાઓ શરૂ થાય છે. સંતુલનના આ તબક્કાઓ આપણાં બધાં માટે ધૈર્ય અને મહેનત માગી લે છે. પરિવાર તથા શિક્ષકો દ્વારા કરવામાં આવતું સંકલન અને તે માટેનો અભિગમ એક દિશામાં જવો જોઈએ. તો જ બાળક પોતાનામાં કુશળતા અને આત્મવિશ્વાસ લાવી શકે.
આ એક એવી પ્રક્રિયા છે જેને બાળકો અનુસરીને પોતાની જાતને દરેક કાર્યમાં યોગ્ય રીતે ગોઠવીને શાળામાં નવું નવું શીખે છે. અને પોતાના શરીરનું સંતુલન તથા વિકાસ બંને કરી શકે છે, જેને નાના સ્નાયુઓનો વિકાસ અને મોટોર સ્કીલ એવું નામ આપવામાં આવ્યું છે. અલગ જાતની રમતો, પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા, અમુક અઘરા તો અમુક સહેલા પડકારો દ્વારા આ પ્રક્રિયાને શિક્ષકો, માતા-પિતા દ્વારા રસપ્રદ અને રોમાંચક બનાવી શકાય. તો બીજી બાજુ, બાળકો પોતાનું શરીર કેવી રીતે ચાલે છે? કેવી રીતે કામ કરે છે ? તેનું નિયંત્રણ કેવી રીતે થાય છે (આ બધા સવાલોના જવાબો પોતાની રીતે જ મેળવીને આ બધી રમતો- પ્રવૃત્તિઓ થકી શારીરિક માનસિક સંતુલન દ્વારા કુશળતા મેળવી શકે છે.
આ કૌશલ્ય ક્યારે અને કેવી રીતે મેળવી શકાય ? કે મેળવવું તરક / જોઈએ ? સામાન્ય રીતે જન્મથી લઇને પ્રારંભિક કે પ્રારંભિકથી પ્રાથમિક વર્ષો સુધી મેળવી શકાય છે. જન્મના પ્રારંભિક વર્ષો બાળકો માટે અગત્યનાં છે. તેમના સ્નાયુઓની મજબૂતાઈ, શરીરનું, સંતુલન, તાકાત, શરીરની સ્થિરતા અને શહનશક્તિ વગેરે .. અમુક રીતે તો બાળકો મૂળભૂત અને કુદરતી રીતે જ વિકાસ પામતાં હોય છે. આ કૌશલ્ય દ્વારા તેઓના આ વિકાસને યોગ્ય ઝડપ અને આકાર આપી શકાય…
એનો અર્થ એ થયો કે બાળકોના હાથ અને પગના વિકાસ પહેલાં તેઓનું ધડ પ્રથમ મજબૂત બનવું જોઈએ. હાથની આંગળીઓની મજબૂતાઈ, તેના પરનો અંકુશ આ બધાનો આધાર અને કુશળતા આ બધી પ્રવૃત્તિઓ અને વિવિધ રમતો પર રહેલો હોય છે. શા માટે બાળકોમાં આ વિશિષ્ટ કુશળતા વિકસવી જોઈએ?
જો બાળકોમાં આ કૌશલ્ય સારી રીતે વિકસિત ન થયું હોય તો નીચેના પ્રશ્નો ઉદ્ભવી શકે છે.
– ક્લાસરૂમમાં બેધ્યાનપણું અને અભ્યાસ પ્રત્યે અરુચિ.
– શરીર પ્રત્યેની જાગૃતતા ઓછી અને નિયંત્રણ પણ આ ઓછું.
– શરીરનાસ્નાયુઓવચ્ચે સંકલનનો અભાવ.
– રમતગમતપ્રત્યેનકારાત્મક અભિગમ અનેઅન્ય શારીરિક પ્રવૃત્તિઓ પ્રત્યે ઓછો લગાવ .
જોકે એક વાત તદ્દન સત્ય છે કે, આજના યાંત્રિક હરીફાઈવાળા યુગમાં ટી.વી., મોબાઈલના અતિશય ઉપયોગને કારણે આવી બધી પ્રવૃત્તિઓ અને રમતો ઓછી થતી જાય છે. આ હકીકત છે.
રમવાનો સમય કે પ્રકૃતિ સાથે રમવાનો સમય અત્યંત જરૂરી છે. ખાસ કરીને શરીરના સ્નાયુઓના વિકાસ માટે.. માતા-પિતાએ બીજાં બાળકો સાથે સરખામણી કરવાને બદલે પોતાનાં બાળકોને ખરેખર શું આપવું જોઈએ ? અથવા તો તેઓને ખરેખર શાની જરૂર છે? તે વિશે યોગ્ય વિચારીને નિર્ણય લેવો.
દા.ત.
બાળકોને તરણકળા શીખવાની ઇચ્છા હોય તો શા માટે આર્ટ ક્લાસ કે પેઇન્ટિંગ ક્લાસમાં મોકલવાં ? અલબત્ત આ પણએટલુંજ જરૂરી છે પરંતુ પ્રકૃતિ સાથે રમવાના સમયને આ બધી પ્રવૃત્તિઓ રોકી લે છે.
એ વાત મહત્ત્વની કે બાળકોને જે ઉંમરે અને જે સમયે રમવાનો સમય હોય તે સમયમાં આ બધી પ્રવૃત્તિઓ મોંઘી ફી ચૂકવીને કરાવવાની જરાય જરૂર નથી, એવું મારું માનવું છે. અને બીજી મહત્ત્વની વાત એ છે કે બાળકો પ્રકૃતિ પાસેથી બહ જ સહજતાથી ઘણું બધું ગ્રહણ કરતાં હોય છે. તો શા માટે આપણે તેઓને આ બાબતથી દૂર રાખીએ ? એનો અર્થ એ નથી કે આ બધી પ્રવૃત્તિઓ ન જ કરાવવી પરંતુ, અહીં આપણે આપણાં પૂરતાં જ ધ્યેયલક્ષીકે અતિ મહત્ત્વાકાંક્ી બની જઈએ છીએ. તેની સામે લાલબત્તી છે.
આજના ટીવી મોબાઈલના સમયમાં બાળકોને સ્ક્રીન ટાઈમથી દૂર રાખવાં લગભગ અશક્ય છે. તેથી તેની પણ સમય મર્યાદા નકકી કરી જ રાખીએ. એવું પણ બને કે આ કૌશલ્ય દ્રારા ઘણું બધું શીખીને બાળકોને
સ્ક્રીન યાદ જ ન આવે. મર્યાદિત સ્ક્રીન ટાઈમ અને એક્સ્ટ્રા મુરાલ ઇમ્પેક્ટ એક્ટીવીટી દ્વારા નાના સ્નાયુઓનો વિકાસથઇશકે.
બાળકોમાં આ કૌશલ્યનો વિકાસ કેવી રીતે કરી શકાય ? બે મુખ્ય બાબતો ઃ-
(૧) માતા-પિતા અને અન્ય વ્યક્તિઓ દ્વારા (૨) સ્વતંત્ર મુક્ત વાતાવરણમાં રમાયેલી રમતો.
પ્રકૃતિ સાથે મુક્ત અને સ્વતંત્ર વાતાવરણમાં રમાયેલી રમતો દ્વારા બાળકો ચાલવું, દોડવું, પીછો કરવો, સરકીને તરવું, શરીરનું સંતુલન, પકડવું, કૂદવું, ઊંચકવું, ઊછળવું, ધકકો મારવો, ખેંચવું ને બીજું ઘણું બધું શીખતાં હોય છે. યોગ્ય રીતે કરાવાતી પ્રવૃત્તિઓ અને રમતો બાળકની મોટોર સ્કીલ વિકસાવવાનો ઉત્તમ રસ્તો છે. માત્ર બાળકો સાથે રમવું જોઈએ એ નક્કી. અલબત્ત, નૃત્ય, સંગીત, પેઈન્ટિંગ આ બધું જ જીવનનો એક સુંદર ભાગ છે. પરંતુ, બાળકોનાં પ્રારંભિક વર્ષોમાં આ બધી પ્રકૃતિ સાથેની રમતોને મહત્ત્વ આપીને, બાળકોના રમવાના અમૂલ્ય સમયને સાચવી લઇએ. માતા-પિતા અને શિક્ષકો જ આવી કળા બાળકોમાં રોપી શકે. પોતાના શરીર પ્રત્યે જાગૃતતા, શરીરનું સંતુલન, હાથ ને આંખનું સંકલન, ચપળતા આ બધા જ ફાયદાઓ આ રમતો દ્વારા મળી શકે છે. આ કૌશલ્ય માટેની એવી ઘણી બધી જૂની અને સરળ સામાન્ય રમતો રમાડી શકાય. શરીરની જાગૃતતા માટે, શારીરિક વર્ણન કરતાં ગીતો, જોડકણાં વગેરે ગાઈ શકાય. બેલેન્સ માટે લંગડીની રમતો, દોરડા ઉપર આગળ પાછળ ચાલવું, માથા ઉપર વસ્તુ રાખીને ચાલવું, શક્ય હોય ત્યાં સુધી એક પગ પર ઊભા રહેવું, આ બધી ઉત્તમ રમતો છે જે અમારી નર્સરીમાં દરરોજ અમે રમીએ છીએ. જેનું સુંદર પરિણામ જોવા મળે છે.
ઉપર કહ્યું તેમ ચપળતા બાળકનો સૌથી મહત્ત્વનો ગુણ છે. કોઈપણ કામ આપેલા સમય કરતાં વહેલા કરવું અથવા સમયસર કરવું તેને ચપળતા કહી શકાય. પ્રત્યેક બાળક ઈશ્વર પાસેથી અલગ વ્યક્તિત્વ, અલગ સામર્થ્ય અને અલગ ક્ષમતા લઇને જન્મે છે. આ અલગ તેઓને મૂલ્યવાન બનાવે છે. જરૂર છે માત્ર આ બધા ગુણોનો વિકાસ કરવાની. એક માતા-પિતા અને શિક્ષક તરીકેની ઉમદા અને પ્રેમાળ લાગણીથી બાળકમાં રહેલી નાનામાં નાની ખૂબીઓને બહાર લાવવાનો પ્રયત્ન જરૂર કરવો. તો આ પૃથ્વી પરના દરેક રંગબેરંગી પતંગિયા રૂપી બાળક ઝળહળી ઊઠશે.