જાતજાતની હઠના પ્રકારોમાં બાળહઠને સહુ કોઈ જાણે છે. પોતાને જોઈતી વસ્તુ કે વર્તન માટે બાળક જાતજાતનાં પ્રયોજનો, નખરાં, ધમાલ, કજિયા, તોડફોડ સુધ્ધાં કરે. સામાન્ય રીતે બાળક પોતાની હઠમાં વાલી સામે જીતી જતું હોય છે. તેમાંયે ઘરમાં દાદા-દાદી જેવાં વડીલો હોય ત્યારે વ્હાલને વ થઇ અથવા તો કકળાટ બંધ થઇ જાય એટલે તેઓ બાળકન મોટાભાગની હઠ પૂરી કરતાં હોય છે. જે બાળકની બધી હઠ પૂરી ક થાય તે બાળપણમાં એવું શીખી જતું હોય છે કે પોતાને જોઈત બધી ઇચ્છા પૂરી કરવા હઠ હાથવગું સાધન છે. આવાં બાળકો મોટાં થાય છે ત્યારે એમને અન્યો સાથે હળીમળીને રહેવામાં તકલીફ પડે છે કારણ કે આવાં બાળકોને બાંધછોડ કરતાં આવડતી નથી હોતી.

હઠ કરવાનું બીજું એક પ્રયોજન હોય છે તે બીજાઓનું ધ્યાન પોતાના તરફ ખેંચી રાખવાની તજવીજ. બાળક મોટું થાય તેમ તેનો ઇગો-અહમ્ વિકાસ પામતો હોય. તેમાંય તેની આસપાસના સહુ તેને ખાસ ધ્યાન આપે તે બહુ ગમતું હોય છે. તેવી રીતે પોતે કોઇને પજવી શકે તેમાં અનેરો આનંદ પણ આવતો હોય છે. મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાને તબીબો અંગ્રેજીમાં “એટેન્શન સીકીંગ બિહેવીઅર’ તરીકે ઓળખે છે જે પછીથી પુખ્તવયે પણ ચાલુ રહે છે. આનું સારું પાસું એ છે કે જે આ પરિબળથી યોગ્ય માર્ગે દોરવાય તો તે માણસન પોતાના આંતરિક અને અન્ય વિકાસમાં મદદ કરી શકે છે. જો યોગ્ય માર્ગે ન દોરવાય તો એ વ્યક્તિ તોડફોડ અને અસામાજિક માર્ગેજઈને પણ લોકોનું પોતાના તરફ ધ્યાન દોરે છે.

હઠ એ ગુસ્સો પ્રદર્શિત કરવાનું એક સાધન છે. નાના બાળકને ગુસ્સો આવે પણ તે મોટાઓ પર સીધો ઉતારી ન શકે એટલે છેવટે તે હાથપગ પછાડે, તોડફોડ કરે, માથું પછાડે, ચીસો પાડે… આવાં હઠીલાં – તોફાની વર્તન કરે.

આમ પોતાનું ધાર્યું કરાવવા, આજુબાજુના લોકોનું ધ્યાન પોતાના તરફ દોરવા, અન્યને પજવવાનો આનંદ મેળવવા કે ગુસ્સો પ્રદર્શિત કરવા બાળક જાતજાતનાં હઠીલાં વર્તન કરતું હોય છે. આવા વર્તનની શરૂઆત સામાન્ય રીતે ૧ થી ૩ વર્ષની ઉમરે થાય જેમાં ઉમર પ્રમાણે વિવિધ પ્રકારો જોવા મળે. નાનું બાળક સતત રડ્યા કરે અને કજિયા કરે, કોઇ વાતે માને નહીં, મારા-મારી કરે. હાથમાં આવે તે બધી વસ્તુઓ કેંકવા માંડે, નીચે બેસીને પગ ઘસ્યા કરે. ચીસો પાડે, અપશબ્દો બોલે, અન્યોના કામની વસ્તુ બગાડી નાંખે-કોડી નાંખે, માથું પછાડે, ઘણાં તો એકદમ શ્વાસ રોકીલે અને ભૂરાં-કાળાં પડી જાય (જેમાંથી ક્યારેક બેભાનાવસ્થા કે આંચકીઓ પણ પરિણમે). આવા વર્તનને અંગ્રેજીમાં ‘ટેન્ટ્રમ્સ’ કહેવાય છે. જ્યારે તેમાં ગુસ્સો ભળે ત્યારે એને ટેમ્પર ટેન્ટ્રમ્સ કહેવાય છે જેને આપણે સહુ “કજિયા’ કે “બાળહઠ’ તરીકે વર્ણવીએ છીએ. બાળકના આવા વર્તન સામેમા-બાપનુંવર્તન બાળકના મનોવૈજ્ઞાનિક ઘડતરમાં ઘણો ભાગ ભજવે છે.

સામાન્ય રીતે બાળહઠની જીત થતી હોય છે. જેમાં બાળકને શાંત કરવા તેને જોઈતી વસ્તુ અપાવી દેતાં હોય છે. જ્યારે આવું શક્ય ના હોય અથવા સામાજિક રીતે ખૂબ પ્રતિકૂળ હઠ હોય ત્યારે બાળકને ધમકાવીને કે મારીને શાંત કરી દેવાતું હોય છે. મનોવૈજ્ઞાકિ દષ્ટિએ આ બંને રીત લાંબે ગાળે બાળકને બીજી વ્યક્તિઓ સાથે સાનુકૂળ વર્તન કરવામાં તકલીફ આપી શકે છે.

તંદુરસ્ત બાળકને સામાન્ય રીતે કજિયા કે હઠીલાં વર્તન સાથે અન્ય મનોવૈજ્ઞાનિક તકલીફો ન હોય. પણ જો કોઈ બાળક અંગૂઠો ચૂસ્યા કરે, આખો દિવસ આનંદમાં ના રહે પણ ચીડિયું રહ્યા કરે, ખૂબ વધારે ઊંઘે અથવા ખૂબ ઓછું ઊંઘે, વારંવાર પથારીમાં પેશાબ કરે (કંટ્રોલ કરતાં શીખી ગયું હોય અને હવે કંટ્રોલ છૂટી ગયો હોય) વધારે પડતી ઇર્ષ્યા કરે વગેરે જેવાં લક્ષણો ધરાવતું હોય તો સમજવું કે કજિયા કરવાનાં કારણો ગંભીર છે.

તેવી જ રીતે જો દિવસમાં ચાર કરતાં વધુ વાર અને પંદર મિનિટથી વધુ લાંબા સમય માટે બાળક કજિયાગ્રસ્ત રહે તો સમજવું કે પરિસ્થિતિ વણસી રહી છે. ક્યારેક બાળક માંદું હોય અથવા માંદગીમાંથી બહાર આવી રહ્યું હોય ત્યારે પણ વધારે કજિયા કરી શકે છે.જો કાયમ માટે બાળકનું કજિયાળું વર્તન હોય તો સમજવું કે બાળક સાથે વડીલોના વર્તનમાં પણ કંઇક સુધારાની જરૂર છે.

• જો કાયમી કજિયાળું બાળક હોય તો અમુક મુદ્દાઓ પર ફેર વિચારણા કરવી જોઈએ જેમ કેઃ

• બાળકને રમવા માટેઘરની બહાર ખુહ્લી જગ્યા મળે છે કે નહીં ? (જ્યાં તે પોતાનું જોર કાઢી શકે) જે લસરપટ્ટીઓ, ફૂટબોલ, કૂદવાની રમતો, ધકકો મારવાની કે ખેંચવાની રમતો વગેરે. આવી રમ જરૂરી હોય છે.

• ઘરની અંદર પણ બાળકને ગમે અને સમય સારી રીતે પસાર થઇ જાય તેવી રમતો છે ?

• બાળકને રમતમાંથી છોડાવવા અને કંઇક કામ કરાવવા જેમ કે રમતા બાળકને જમવા બોલાવવા,રમત બંધ કરીને ભણવા બેસવા, નહાવા જવા, બજારમાંથી કોઇ વસ્તુલાવવા, ઘરકામમાં મદદ કરાવવા, વગેરે જેવી પરિસ્થિતિમાં બાળક સાથે સંવાદ અને વર્તન તેવું નથી કે જે બાળકને ઇરીટેટ (પરેશાન) કરતું હોય. શક્ય હોય ત્યાં સુધી તેને ગમતી હોય તેવી રીતે કામને ઢાળીને બાળક સામે પેશ કરવું પડે.

• બાળકને દરેક નાની બાબતમાં પૂછપૂછ કરીને વર્તતા નથી ને ? જેમ કે તારે ન્હાવું છે ? તારે કપડાં પહેરવાં છે ? તારે ખાવું છે ? આવા પ્રશ્નોથી બાળક ના પાડવા પ્રેરાય અને પછી અંટસ શરૂ થાય. તે પોતાની ના પાડવાની ઇચ્છા પ્રગટ કરે અને જો પૂરી ના થાય તો કજિયા શરૂ થાય. પૂછપૂછ કરવાને બદલે સીધું બોલ્યા વગર કામ પતાવી શકાય જેમ કે તેની સામે તેને ગમે તેવી અન્ય બાબતની વાત કે રતમ કરતાં કરતાં કપડાં પહેરાવી દેવાય, સ્નાન પણ કરાવી દેવાય !!

 કજિયા કરતાં બાળક સાથે કેવી રીતે વર્તવું ?

• નાના બાળકનું જો બીજે ધ્યાન દોરવી શકાય તો તેમ કરવું એકદમ સારું પડે. જેમ કે બાળક જીદે ચડે કે તરત તેને આજુબાજુ કે ઘરની બહાર કોઈ વસ્તુ, જાનવર વગેરે બતાવીને વાતો કરવા માંડવી. પણ મોટાબાળક સાથે આવુંકામિયાબ ના નીવડે ત્યારે નીચેના મુઠઠાઓ ધ્યાનમાં રાખવા.

• જીદે-કજિયે ચડેલું બાળક હાથ-પગ-માથું પછાડે, આળોટે ત્યારે આસપાસ તેને વાગી જાય તેવું કે કંઇ તૂટીજાય એવી વસ્તુપડી હોય તો ખસેડી લેવી.

• આવા બાળકને જે તે સમયે કોઇપણ પ્રકારનું ધ્યાન ના આપવું. તેની સાથે કોઈ સંવાદ કે આર્ગ્યુમેન્ટના કરવા, તેને મનાવવા કે સમજાવવાની કોશિશો પણ ન કરવી. માત્ર તમારા પોતાના કાર્યમાં વ્યસ્ત રહેવું અને જાણે બાળક ત્યાં છે જ નહીંતેમ વર્તવું. બાળકની ધમાલ કે અવાજ સહન ન થાય તો તમારે રૂમ છોડી બીજે જતાં રહેવું. પછી શાંત થવાની જવાબદારી બાળકની પોતાની રહે છે અને તેને કોઇપણ પ્રકારે ધ્યાનન મળતાં આપોઆપ શાંત થઇ જશે. આવી રીતે વર્તવા ધીરજ અને સમજદારીની ખૂબ જરૂર પડે છે. પણ આ સૌથીકામિયાબ રસ્તો છે. તેને માથું-હાથ-પગ પછાડવા દેવા, રોકવું નહીં. બાળક જાતે પોતાને ક્યારેય વગાડશે નહીંતે નકકી છે, વસ્તુઓ તોડવા માંડે તો તે જરૂર આંચકી લેવી.

• બાળક શાંત પડ્યા બાદ કે એના કજિયા દરમિયાન એવું વર્તન ક્યારેય ન કરવું કે જેથી બાળકને એવું લાગે કે તમે તેના આવા કજિયાળાં વર્તનનો પછીથી ગુસ્સો કે સજા આપીને બદલો લેશો. એની સામે એવું પણ ના લાગવું જોઈએ કે તમે તેના કજિયાળા વર્તનથી ત્રાસી ગયા છો કે તેની મજાક ઉડાવો છો. જે વસ્તુ કે વર્તન માટે બાળક જીદે ચડ્યું હોય તે એને કજિયા કરીને ક્યારેય પૂરી કરવા ન દેવી તે ખાસ ધ્યાન રાખવું.

• કજિયો-રડવાનું વગેરે શાંત પડ્યા બાદ તેની સાથે જાણે કંઇ જ બન્યું નથી તે રીતે સ્વસ્થતાથી વર્તવું અને તે એપિસોડની કોઇ ચર્ચા ના કરવી.

• રસ્તે ચાલતા કે બજારમાં કે એવી જગ્યાએ બાળક ધમપછાડા કરવા માંડે તો ચહેરા પર પૂરી સ્વસ્થતા જાળવી બાળકને ઉઠાવી લેવું અને બીજી કોઇ શાંત જગ્યાએ ખસેડી લેવું ખૂબ અગત્યનું છે. પછી ઉપર મુજબ બાળકને શાંત થવા દેવું. આમ કજિયાળાં બાળકને મા-બાપનો પૂરતો પ્રેમ મળે અને કજિયા ન કરવાની પોતાની લિમિટની જાણ થાય તેવા પ્રયાસો થકી જ આ મામલો કાયમી રીતે નિપટાવી