मुह के भीतर दात नहि हे, कुछ उचा भी सुनति
दुबले पतने हाथो से वह , सेवेतर मेरा चुनति
छोटे छोटे कॉर् बना कर, मुजको सदा खिलात।
राजा रानी वाले किस्से , मुज्को रोज सुनाति

“બાળકને જેની સૌથી વધારે જરૂર છે એ દાદા દાદી એને પુષ્કળ પ્રમાણમાં આપે છે. તેઓ બાળકને પ્રેમ, દયા, ધીરજ, રમૂજ, આરામ અને જીવનના પાઠ ભણાવે છે. સૌથી અગત્યનું તો એ બાળકને ફૂકીઝ/ચોકલેટ આપે છે”-રુડોલ્ફ જિયુલિયાનિ.

લગ્નો માત્ર યુવક-યુવતી વચ્ચે નથી થતાં પરંતુ લગ્ન દ્વારા બે કુટુંબો વચ્ચે સંબંધ સ્થપાય છે. તેથી કુટુંબીજનોનું જેમ કે દાદા-દાદીનું રોજબરોજની જિંદગીમાં ઘણું મહત્ત્વ હોય છે તથા રોજબરોજની જવાબદારીમાં એમની મદદ પણ મળી રહે છે.

– બાળકો કઇ કઇ બાબતોમાં દાદા-દાદી સાથે સારી રીતે સમય પસાર કરી શકે છે ?

– દાદા-દાદીની ભૂમિકા માતા-પિતા કરતાં ઘણી જુદી હોય છે. માતા-પિતા પ્રદાતા અને શિસ્ત પાલકની ભૂમિકા નિભાવે છે, જ્યારે દાદા-દાદીને સમયની ખાસ પાબંદી નથી હોતી તેથી તેઓની સાથે બાળક છૂટથી આનંદ માણી શકે છે.

– જેમકે (૧) પ્રાકૃતિક જગ્યાએ ટહેલવું/બીચ પર જઈને રેતીના કિલ્લાઓ બનાવવા /બગીચામાં ફરવા લઇ જવું, (૨) રસોડામાં બાળક સાથે કંઇક બનાવવું (૩) સ્માર્ટફોન અને ટેબ્લેટ્સના આ દિવસોમાં પુસ્તકાલયમાં લઇ જવું (૪) સાથે મળીને બાગકામ કરવું (૫) બાળકને સાયકલ ચલાવવાનું શીખવવું (૬) મૌલ અથવા સિનેમાને બદલે મ્યુઝીયમ/પ્રાણીઘર/માછલીઘરની મુલાકાત લેવી તથા (૭) ચેસ/કેરમ જેવી રમત રમવી. જે તે કાર્યના મહત્ત્વ તથા આનંદ-પ્રમોદ ઉપરાંત આ પ્રવૃત્તિઓ દાદા/દાદી અને પૌત્ર વચ્ચેના સંબંધોને પણ મજબૂત કરશે અને એમને પોતાની જાતે વસ્તુઓ કરવાનું શીખવશે.

બાળઉછેરમાં દાદા-દાદીની મદદ હોય તો ક્યા ફાયદા થાય ?

૧) નોકર-આયાજે ઘણી વાર બાળકને ટીવી સામે રાખીને કે ખીજાઈને સાચવતાં હોય ત્યારે દાદા/દાદી વધુ કાળજી અને પ્રેમ પ્રદાન કરતાં હોવાથી માતા-પિતા માટેએક વરદાન છે.

૨) બીમારીના સમયે અથવા એકલાં માતા-પિતાના કિસ્સામાં શ્રેષ્ઠ સપોર્ટ/સલામતી ઉપલબ્ધ થશે.

૩) દાદા/દાદી ભૂતકાળ અને ભૂતકાળની પેઢીઓને જોડે છે. બાળકો કૌટુંબિક મૂલ્યોને વધુ સારી રીતે સમજે છે

૪) શ્રેષ્ઠ વિકાસ અને ભાષા / વિકાસ માટેનીઅભિવ્યક્તિ અને ઉત્તેજના પૂરી પાડે છે.

૫) વડીલોને કેવી રીતે માન આપવું એ બાળકોને શીખવે છે

૬) દાદા-દાદી સાથે રમતો સહિતની પ્રવૃત્તિઓને લીધે બાળકો ઇ-ગેઝેટ્સ/ મીડિયા પર ઓછાં નિર્ભર બને છે

૭) જ્યારે માતા-પિતા બંને કામ કરતાં હોય ત્યારે બાળક જવાબદાર થાય છે.

૮) દાદા-દાદી બાળકને એવી દુનિયાની અમૂલ્ય ઝાંખી કરાવે છે કે જે તેના માતા-પિતા સાથે ક્યારેય અનુભવ કરશે નહીં.

૯) દાદા-દાદીને પોતાને પણ ફાયદો થાય છે, જેમ કે શારીરિક રીતે સક્રિય થવાથી તથા ગમતી પ્રવૃત્તિને લીધે વય સંબંધિત ડિમેન્શિયાના પ્રભાવમાં ઘટાડો કરે છે. ઉપયોગિતાની લાગણી ડિપ્રેશનને અટકાવે છે.

દાદા-દાદી દ્રારા બાળ ઉછેરમાં આવતી તકલીફો.

૧) દાદા-દાદી ઘણીવાર બાળકને લાડઘેલાં કરીને બગાડી નાંખે છે.

ર) માતા-પિતા તથા દાદા-દાદી વચ્ચેના વિચારોનો વિરોધાભાસ બાળકને ગૂંચવી શકે તેમજ બાળક ચાલાકી શીખીને કોઇ વાર એક પેઢીને બીજાની સામે લડાવી શકે.

૩) ઘણી વખત જ્યારે બાળકો મોટાં થયાં હોય ત્યારે દાદા-દાદી માતાપિતાને બોજ લાગે છે. કોઇવાર સાસુ-વહુના સંબંધોમાં તિરાડ પડી હોય તો કે પછી કોઇપણ કારણોસર કેટલાક દાદા-દાદી પોતાનાં બાળકો કે પૌત્રો સાથે સારી રીતે વર્તે નહીં. જો તેઓ પૌત્રોની જવાબદારી લેતા નથી તો આ પરિવારમાં વિક્ષેપઊભો કરે છે.

૪) તેમનાં અન્ય બાળકો તેમની પાસેથી સમાન સહાય માગે ત્યારે તેમને ખૂબ તકલીફ પડી શકે છે. દાદા- દાદી ઘણીવાર જવાબદારીઓનો બોજ અનુભવે છે.

૫) પોતાના સ્વાસ્થ્યની તકલીફો જેમ કે ભૂલકણાપણું, કમજોરી, હાંફ, સંધિવા, ડિપ્રેશન વિગેરેને કારણે તે ઓને નિરાશા, દોષ અને ગુસ્સાની લાગણીઓ થાય છે.

૬) જ્યારે વ્યાવસાયિક દાદા-દાદી બાળકને સાચવે છે ત્યારે તેમની કમાણી અને તેમની સ્વતંત્રતાને અસર કરી શકે છે.

૭) માતાપિતાનાં મૃત્યુ/રોગ/વ્યસન અથવા માનસિક અસ્થિરતા વખતે ગ્રાંડ પેરેન્ટિંગ એક સૌથી મુશ્કેલ કામ બને છે. બાળકો તેમનાં માતા-પિતા સાથે સામાન્ય સંબંધ ગુમાવે છે અને તેમના દાદા-દાદી સાથે સામાન્ય સંબંધ ગુમાવે છે . હા, ઓછામાં ઓછા વંચિત બાળકોની દેખરેખ રાખવા માટે ઓછામા ઓછું કોઇક તો હશે.

૮) દાદા-દાદીની માનસિક બીમારીઓ અને વ્યસનો જો હોય તો તે બાળ ઉછેરમાં બાધારૂપ બનતાં હોય છે.

દાદા-દાદી દ્વારા બાળ-ઉછેરનાં નિયમો

૧. તમારા હોઠસીવી રાખો.

૨. તમે તમારા પૌત્રને તમારી જેમ પ્રેમ કરી શકો છો પણ ભૂલશો નહીં કે તે તમારા પોતાના નથી. પારકી થા પણ છે. અસલી માતા-પિતાના નિયમોને અનુસરીને ચાલો. જેમ કે માતા-પિતા ના પાડે તો બાળાગોળી કે ઘસારો નહીં ચટાડો.

૩. ઘરમાં સરમુખત્યારશાહી ન વાપરો. નવી પેઢીની માંગ માટેલવચીક રહો. અપેક્ષાઓ ઘટાડો.

૪. ઘરનાંકામકાજમાં મદદરૂપ થાઓ.

૫. જો માતા-પિતા ખૂબ કડક હોય તો દખલ કરશો નહીં, પૌત્રની ગેરહાજરીમાં તેમની સાથે વાત કરો.

૬. બાળકોની સાઈડ નહીંલો/ખોટી માંગને વશ નહીંથાઓ.

૭. કૌટુંબિક નિયમોને જાળવવા માટે સપોર્ટ કરો જેમકે ડિનર ટાઈમ, ઘર પ્રાર્થના, મીડિયા-ટીવીના ઉપયોગના નિયમો, વિગેરે.

૮. માતા-પિતાતથા બાળકોને ગોપનીયતા તથા જગ્યા આપો.

૯. દાદા-દાદી તથા માતા-પિતાના સંબંધો મીઠા હોય તો બાળઉછેર ઉત્તમ થાય છે, માટે સંબંધો સારા રાખો. માતા-પિતા પણ પોતાના માતા-પિતાને (બાળકના દાદા-દાદીને) આદર આપે, ભરોસો રાખે અને પ્રશંસા કરે તે જરૂરી છે.

૧૦. પોતાના જીવનનો આનંદ લેવાનું ચાલુ રાખો.

પરિવારના સભ્યો વચ્ચે સ્વસ્થ સંબંધ જ બાળકના વર્તન, વ્યક્તિત્વ વિકાસ અને માનસિક સ્વાસ્થ્યને