રવિવાર હોવાથી પાર્થ અને પાલવીના મિત્રો ઘરે આવ્યાં હતાં.બધા વિચારતા હતાં કે સાપસીડી રમવી કે લ્યુડો? એમાંથી ચર્ચા ચાલી. પપ્પાએ નેહાને કહ્યું,”તમે બધાં મળીને કેટલા જણા છો ? કારણ કે લ્યડો રમવા માટે ચાર જણ જોઈએ, જ્યારે સાપસીડીમાં કોઇ લીમીટનથી.” નેહા કહે’અમે ચાર જણા.” પપ્પા કહે કે તું તો તને ભૂલી જ ગઈ.. તેં તો તારી જાતને ગણી જ નહીં.” નેહા કહે,““સોરી પપ્પા… પાંચ જણ છીએ.” અને રમત સાપસીડીની ચાલુ થઇ. ત્યાં તો શાંતનુ બોલ્યો,““આ સામે ભીંત પર છે તેવુંજ સેમ ટુ સેમ આવુંજ કેલેંડર અમારે ત્યાંપણ છે.” અને વેદાંગી પણ બોલી.. “’ અરે ! અમારે ઘેર પણ ડીટો ટુ ડીટો.. આવુંજ કેલેંડર છે.” પછી બધાં રમતમાં વળગ્યાં. એનો લાભ લઇ નેહા એકદમ વધુ આગળ નીકળી ગઈ અને પછી જાણે કેમ કંઇ બન્યુંજ ન હોય એમ બોલી,“’અમારે ઘરે પણ આ જ છે. એટલે કે ઉપર જાહેરાત અને નીચે તારીખોપણ આ જ ..યહી ચ હૈ !”

પાર્થ બોલ્યો… અરે ગાંડી… તારીખો તો બધાંની સરખી જ હોવાની ને ! તું પણ છે ને !… બધાં હસવા લાગ્યાં. એટલામાં હવામાં હાથ હલાવતાં પાલવી બોલી, ““મને એક આઈડિયા આવ્યો છે.. એકદમ ઝૂમ ઝૂમ ” બધાએ સાપસીડીના બોર્ડને બાજુએ ધકેલી દીધું… કહે,““બોલ ! બોલ ! જલ્દી બોલ !””

પાલવી કહે,“’આપણા પ્રત્યેકના ઘરોમાં કેલેંડર એકદમ જુદા જ પ્રકારનાં હોય તો ? એકદમ યુનીક ! એના જેવું બીજે ક્યાંય ન હોય ! તો ?” બધાં કહે,“ એટલે કેવું ?’” પાલવી કહે,“ આપણાં ઘરમાં જેવું કેલેંડર હોય એવું દુનિયામાં બીજે ક્યાંય ન હોય એવું.” ““પણ પાલવી કેલેંડરમાં તારીખો તો સરખી જ રહેવાની ને ?” બધાં અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યાં. અમી રસોડામાંથી હાથ લૂછતી બહાર વાતો સાંભળવા આવી ગઈ અને પપ્પા છાપું બાજુએ મૂકીને પાલવીની બાજુમાં બેસી ગયાં. એથી પાલવીને ઘણું સારું લાગ્યું. પછી અચકાતાં અચકાતાં બોલી,” આ બજારમાં મળતાં કેલેંડરો માં આપણને કાંઇજરૂર નથી એવીજ બાબતો ઠાંસી ઠાંસીને ભરી હોય છે. કોની જન્મ જયંતી.. કોની પુણ્યતિથિ.. કોઈ વ્રત ઉપવાસ તથા ગામ ગામના મેળાઓની વાતો.. ઉત્સવો પણ ખરાં જ .. સરઘસ કાઢવાની તારીખો.. એવું નહીં. આપણાં ઘરનું કેલેંડર ફક્ત અને ફક્ત આપણું જ હોવું જોઈએ”. બધાં કહે,““એટલે કેવું ? એ તો કહે” પાલવી કહે,“ અરે! મને પૂરું બોલવા તો દો ? આપણા ઘરનું કેલેંડર આપણા ગમ્મતો અને આનંદોનું જ હોવું જોઈએ. એમાં બીજી દુનિયાદારી નહીં જોઈએ.” પાર્થકહે,““’એટલે આપણા કૂટુંબના માણસોના જ જન્મદિવસો બતાવતું કેલેંડર … હેં ને ?” હવે બધાંના આઈડિયાના જનરેટર શરૂ થઇ ગયાં. એક કહે, “’ કેલેંડરના ચિત્રો પણ આપણે બાળકોએ જ કાઢેલાં હોવાં જોઈએ.. હાં કોઇ ચિત્રો મમ્મી પપ્પા પણ કાઢી શકે.” બીજો કહે,“ આપણી પરીક્ષાઓની તારીખો લાલ અક્ષરમાં અને રજાના દિવસો લીલા રંગમાં જ હોવા જોઈએ.. તો વળી વચ્ચે ત્રીજું બોલ્યું,““ બર્થડેની તારીખોના ચોરસમાં તારીખ ન લખતાં ત્યાં બર્થડે કેકનું ચિત્ર અને નીચે વ્યક્તિનું નામ.. બોલો કેવો છે આઈડીયા ?”તો વળી વચ્ચે જ એક જણ બોલ્યુ,’““લગ્નની તિથિ હોય તો બે બર્થ ડે કેક નું ચિત્ર કાઢવું..’ તો વળી કોઇએ વાંધો ઉઠાવ્યો,““અરે મિસ્ટર ! એકાદ મહિનામાં ચાર પાંચ બર્થ ડે અને એક – બે લગ્ન તિથિઓ આવી ગઈ તો ? પછી તો કેટલા બધાં કેક ? કોઇ જુએ તો કહેશે .. આટલાં બધાં કેક.. તમે ઓર્ડર લો છો કેક બનાવવાનો ? ના.. ના… કોઇ નવો આઈડિયા કહો..

એટલે પાછી પાલવી બોલી. આપણે આપણા મિત્ર સખીઓના બર્થડેના ચોરસ જાંબુડી રંગથી રંગી સુંદર રીતે ચોકલેટ પીપરમેંટના કાગળોથી સજાવીશું.. ગીફ્ટનાં ચિત્રો પણ ચોટાડીશું.

પણ કેલેંડરનો આકાર ? એ કેવો રાખશું ? તો પપ્પા બોલી ઊઠ્યા,’બધાંનાં કેલેંડરોનાં પાન એકસરખા હોવા જરૂરી નથી.’ તો મમ્મીએ વાતોમાં ઝંપલાવ્યું.. એટલું જ નહીં. પ્રત્યેક મહિનાઓનો આકાર પણ સરખો જ હોય એવું જરૂરી નથી. એટલે કે જાન્યુઆરીનો ગોળ તો ફેબ્રુઆરીનો મોટો ત્રિકોણ, માર્ચ મહિનો આકાર લંબગોળનો પણ હોઈ શકે.’ નેહા બોલી મમ્મી ! પણ આ બધાં કાગળો જુદા જુદા આકારોના આપણે એકત્ર કેવી રીતે સાચવશું ?”

મમ્મી કહે,’શા માટે સાચવવાના ? જે મહિનો હોય તે મહિનાનું જ પાનું ભીત ઉપર ચોંટાડવાનું. બાકીનાં ફાઈલમાં રાખવાના.” બધા આનંદથી નાચી ઉઠ્યા,’વાવ !ઝંડૂકા ફંડૂં ‘. પાલવી કહે,’ અરે સાંભળો ! ચિત્રો માટેમારી પાસે ઝૂમીંગ ઝૂમ આઈડીયા છે.’ શંતનુકહે ‘ જલ્દી કહે ! મને તો થાય છે કે, ક્યારે જલ્દી ઘરે જાઉંઅને ચિત્રકામ કરું.’

જૂના ટ્થબ્રશથી સ્પ્રેકામ કરીને પેઈન્ટીંગ કરીને અથવા હાથનીઆંગળીઓનાં ટેરવાંથી પેઈન્ટ કરીને અંગૂઠાની છાપ ઊપસાવી ચિત્રોદોરી શકાય. ભીંડા, બટાટા, ચીમળાયેલા કાગળ વાપરીને પણ ચિત્રકામ કરી શકાય. નિસર્ગ ચિત્રો કે જાહેરાતમાં વપરાયેલા રંગીન કાગળો નો ઉપયોગ કરીને કોલાર્જ બનાવી શકાય’. પપ્પા કહે, “ હું એક આઈડીયા કહું છુ, જુઓ મે મહિનાના બીજા રવિવારે વિશ્વમાતા દિવસ હોય છે. તો મે મહિનાનું પાનું મમ્મીબનાવવુઅને એ જ રીતે જૂન મહિનાના ત્રીજા રવિવારે વિશ્વપિતા દિન હોય છે. તો એ પાનું પપ્પાએ બનાવવાનુ ખરૂં ને મિત્રો ? ” બાળકોએ કહ્યું, અને છેહ્યું પાનું ?” મમ્મી – પપ્પા કહે.., “વર્ષ નું છેહ્યું પાનું બધાં બાળકોએ મળીને બનાવવાનું ! એ પાનું બધાંનું” બાળકો આનંદમાં આવી ગયાં. શંતનુ બોલ્યો, શાળામાં પણ આવાં કેલેંડર હોય તો ?” વર્ગના દરેક વિદ્યાર્થીના જન્મદિવસ આપણે બતાવવાના. પછી નવેંબર મહીનામાં બાળદિન આવે છે તો એ મહિનાનું પાનું બાળકો બનાવે અને સપ્ટેંબર મહિનામાં શિક્ષક દિન આવે છે તો તે પાનું શિક્ષકો માટે સાચવી રાખવાનું ! જ્યારે ડિસેમ્બર મહિનો આવે ત્યારે રંગીન ચિત્રો દ્વારા પાનું તારીખો સાથે તૈયાર કરીને એક વર્ગ બીજા વર્ગને પોતાનું પાનું ભેટ માં આપે તો કેવું ?” બધાં બાળકો આનંદથી બૂમો પાડી ઊઠ્યાં , “વાવા ! મસ્ત ! આયડૂ ફંડૂ કા તો હો જાયે શુરુ ?

આ રમતો એક પણ પૈસાનો ખર્ચ કર્યા વિના ઘરમાં જ રમી શકાય. માતા પિતા તથા બાળકો અને શાળા શિક્ષકોની સાથે મળીને કોઇ પણ પ્રકારના ખર્ચ કર્યા વિનાના આ ખેલોનો ખજાનો એટલે ”ઘરો દારી ખેલ ખેલ.’ આ પુસ્તકો ૧૯ ભાષાઓમાં અનુવાદ થયેલ છે.