માતા-પિતા પોતાનાં બાળકોનાં રસરુચિ વગેરે જાણ્યા વગ દેખાદેખીથી એક વર્ગમાંથી બીજા વર્ગમાં ધકકા મારીને મોકલ્યા કરે ત્યારે આ જ કારણસર બાળકોની સ્થિત ઘણીવાર ખૂબ નર દયનીય બની જાય છે. એવા એક બાળકની વાત કરીએ. એક માતાએ પોતાના દસ વર્ષના બાળકને જીમ્નેસ્ટીક્સના વર્ગમાં દાખલ કર્યો કાંઇક શીખશે એ આશાએ. પણ બાળક તો બે- ત્રણ દિવસ એ વર્ગમાં હાજર રહ્યો પછી આખા મહિનાની ફી ભરી હોવા છતાં એણે જવાનું ટાળ્યું પછી એને ટ્રોઇંગનના વર્ગમાં ભરતી કર્યો પણ એમાંય બાળકને ખાસ ગમ્યું નહિ. પછી કરાટેના વર્ગનો વારો આવ્યો ત્યાં પણ દસ બાર દિવસની હાજરી આપીને થાકી-કંટાળી ગયો. માતા ઘણી નિરાશ થઇ ગઈ. એને થયું કે એનો દીકરો માત્ર ભણશે એટલે નિશાળે જશે અને ફાજલ સમયમાં ટી.વી. સમક્ષ બેસી જશે. વાસ્તવિક પરિસ્થિતિ વિશે પોતાની ફરિયાદ અંગે થોડીકપૂછપરછ કરી એમાંથી જે જાણવા મળ્યું એ નીચે મુજબ છે.

પિતા ઝવેરી છે. ડીપ્રેશનના દર્દી છે. પિતા ખાસ ભણ્યા નથી, માતા સ્નાતક છે. ઘરમાં જ ઝવેરાતનો ધંધો ચાલે છે એટલે પતિ આખો દિવસ ઘરમાં જ હોય છે. તે પતિને વ્યવસાયમાં મદદરૂપ છે, એવું એનું કહેવું છે કે બધું કામ એ જ કરે છે. છોકરો હવે સમજવા માંડ્યો છે અને ઘરમાં જ વધુ સમય રહે તો પિતાની માનસિક ના દુરસ્તીનો પ્રભાવ એના પર પડે એ હિતાવહ નથી, પણ આટલા કારણસર એક વર્ગમાંથી બીજામાં ધકેલવાનો શો અર્થ ?

બાળકની સાથે રમતોપચાર પદ્ધતિથી કામ કર્યું ત્યારે એવું લાગ્યુંકે બાળક બુદ્દ્રિશાળી છે. કદાચ એને કોઇ બૌદ્ધિક પ્રવૃત્તિમાં જોડવાનો પ્રયાસ કર્યો હોત તો માતાને ફરિયાદ કરવાપણું રહેત નહિ. શાળા અને વર્ગોની બહાર પણ શિક્ષણ પ્રાપ્ય છે એ માતાને સમજાવ્યું. થાક ખાવા માટે થોડું મનોરંજન પણ જરૂરી હોય છે. ક્યારેક મનોરંજનની સાથે જ્ઞાન મળે તેવી પ્રવૃત્તિઓ પણ બાળકો સાથે કરી શકાય. દા.ત. પ્રાણીબાગ, માછલીઘર, સાપઘર કે સંગ્રહસ્થાન વગેરેની મુલાકાત લઇને એનાં ઇતિહાસ-ભૂગોળ પણ શીખવી શકાય. એણે શું શું જોયું, એને શી લાગણી થઇ તે વિશે એની પાસે ટાંચણપોથી જેવું પણ કરાવી શકાય. જૂનાં સામયિકોમાંથી અમુક ખાસ વિષય પર ચિત્રો કાપીને એનો પ્રકલ્પ કરાવી શકાય. હમણાં મુંબઈમાં આપણી સબમરીન વિક્રાંત બાળકોને આકર્ષી રહી છે. નહેરુ સેન્ટરમાં વિજ્ઞાનમાં રસ હોય એવાં બાળકો માટે પ્રદર્શન તથા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થાય છે એમાં પણ બાળકોને લઇ જઇ શકાય. આથી અમે એમને સૂચવ્યું કે પિતાના પ્રભાવથી એને મુક્ત રાખવો હોય તો છેલ્લા ઉપાય તરીકે બોર્ડિંગ શાળામાં મૂકો તો પણ એનું સ્વતંત્ર વ્યક્તિત્વ ખીલવી શકાશે.

માનસશાસ્ત્રીઓનું માનવું છે કે કોઇપણ પ્રવૃત્તિ બાળક માટે બોજ ન બની જવી જોઈએ. જો માતા- પિતા થોડોક વખત બાળકો સાથે ગાળે તો બાળકને એના વિકાસમાં માતા-પિતાના રસ વિશે પ્રતીતિ થાય. વધારે પડતી પ્રવૃત્તિથી બાળક કદાચ થાકી પણ જાય, પણ કોઇ એક મિત્ર કે સગાનું બાળક અમુક પ્રવૃત્તિમાં આગળ વધ્યું અને એણે એમાં નામના મેળવી એટલે પોતાનું બાળક પણ સંગીત, નૃત્ય કે ચિત્રકામ શીખે ને પ્રતિષ્ઠા પ્રામ્કરે એમ માનવું બરાબર નથી. બાળકને એની વ્યક્તિગત સ્વતંત્ર ઇચ્છાઓ હોય છે, એ ઇચછાઓને કારણે એક બાળક બીજા બાળકથી જુદું પણ પડે છે. એટલે આ બાબતમાં ગાડરિયા પ્રવાહને માતા-પિતા ન અનુસરેકેવશ ન થાય એમ કહેવું રહ્યું.

એકલું ભણવા પર ભાર મૂકવાથી મા-બાપે નિરાશ થવું પડશે. રમવાથી પણ બાળકના વ્યક્તિત્વનો વિકાસ થાય છે તે હકીકત સ્વીકારવાની જરૂર છે. આજકાલ ઘણાં કુટુંબોમાં એક જ બાળક હોય છે. એ રમશે તો જ બીજા બાળક સાથે સમાંતર રમત શીખી શકશે. સમાજ સાથેની આંતરક્રિયા માટે રમત જરૂરી છે. વારાફરતી એક જ રમકડું બે-ચાર બાળકો સાથે રમે તેથી ભાગીદારીની ભાવના કેળવાય છે. કોડી, ફૂકા કે પાંચિકા રમે તો આંખ અને હાથનું સંયોજન તથા ધ્યેયની નિપ્પત્તિ થાય છે. એક ઠેકાણે લાંબો વખત સુધી બેસવાની પણ ટેવ પડે છે, એકાગ્રતા કેળવાય છે અને સિદ્દિપ્રેરણા પણ વધે છે.

બાળકોનાવર્તનની સમસ્યાઓ માટેનાં માર્ગદર્શન કેન્દ્રોમાં રમત દ્વારા જ ઉપચાર કરવામાં આવે છે. જુદી જુદી બાળવાર્તાઓનાં ચિત્રોમાંની જીગસો પઝલ્સ બાળક ગોઠવે અને ચિત્રને સંપૂર્ણ બનાવે ત્યારે એની સમસ્યા ઉકેલની માનસિક શક્તિ પણ એમાં ઘડાય છે, ખાસ કરીને વિવિધ આકારોને સમજવાનું ઓળખવાનું અને યાદશક્તિ પણ રમત રમતમાં કેળવાય છે. ચિત્ર બરાબર સંપૂર્ણ કરે ત્યારે એણે કાંઇક સિદ્દ્રિ મેળવી એવી ભાવના બાળકના મનમાં જન્મે છે. આ કૌશલ્યોનો ઉપયોગ કરી કજ ર બાળકના ઔપચારિક શિક્ષણમાં પરિવર્તન કરી શકાય છે. સઆથી માતા-પિતાને બાળકને રમવા દેવાની અને એને બહુ ધન છુષ્જ બધા વર્ગોમાં ધકેલવાની પ્રવૃત્તિથી બચાવવાની વિનંતી કરું