સંગીત એ હ્રુદયની કેળવણી છે.
તેનાથી માનવતા જન્મે છે. તણાવ ઘટે છે. સર્જન શક્તિ વધે છે.
એડિસન એક મહાન વૈજ્ઞાનિક.
તે પ્રયોગ શાળામાં થાકે ત્યારે સમગ્ર સ્ટાફ સાથે મેદાનમાં આવી સંગીત બજાવે. સહુ તેમાં જોડાઈ ફરી કામે લાગે.
એટલું જ નહિ એડિસન પ્રયોગશાળા પાછળ મોટું વન છે. તેમાં હરણ અને રીંછ પણ ખરાં. થાક ઉતારવા કે ચિંતન કરવા તેમાં નીકળી પડે. ત્યાં એક તળાવ. તેમાં બોટિંગ કરવા લાગે.
સદનસીબે મે આ પ્રયોગ શાળા જોઈ છે. તેની જીવનગાથા ત્યાં કંડારેલી છે.
આજના શિક્ષણમાં સંગીતનું સ્થાન ના રહ્યું અને આપઘાતયું બની રહ્યું.
જાગીએ.
આપણા સંતાનથી જ શરૂઆત કરીએ.
સંગીત, કલા, કાવ્ય, યોગા, વ્યાયામ, રમત, પ્રવાસ, સ્કાઉટ ગાઈડ દ્વારા સાચું ઘડતર કરીએ.
મંગલ હો.

– ડોક્ટર નલિન પંડિત