વસંતઋતુ આવી રૂડી,
નાચે મન થન થન થન,
હે… અલબેલી ઋતુ આવી રૂડી,
નાચે તન થન થન થન,
રંગોની છોળો ઊડે ચારે કોર,
મનડું ભીંજાય તરબોળ…
નાચે મન થન થન થન,
વસંતઋતુ આવી રૂડી…
કોયલ ટહુકે છે, જોઈ આંબે મોર,
મન એનું કરે રે કિલ્લોલ…
નાચે મન થન થન થન,
વસંતઋતુ આવી રૂડી…
કેસૂડો મૉર્યો, કેવો ઘટાઘોર !
ફૂલડાં ફોર્યાં ચારેકોર…
નાચે મન થન થન થન,
વસંતઋતુ આવી રૂડી…
આંબે ઝૂલે રે, રૂપલા કેરો મોર,
મોરલા નાચે ચિત્તચોર…
નાચે મન થન થન થન,
વસંતઋતુ આવી રૂડી…

સાભારઃ ફૂલડાં ક જુ