હાથીભાઈ

લાંબી લાંબી સૂંઢવાળા જાડા હાથીભાઈ
બની ગયા બડા જાદુગર, બડી કરે ભવાઈ.

પહેરી ચશ્માં ટોપી, જોકર બનતો બબલુ બંદર,
સૂંઢથી સોટી વીંઝે જુઓ હાથીભાઈ રીંગ માસ્ટર.
જોવા આખું જંગલ આવ્યું, લાગે બડી નવાઈ
ટૂંકી ટૂંકી પુંછવાળા કાલા હાથીભાઈ

કજરી કોયલ બની ઠની ને ગીત મજાના ગાવે ,
સિંહ – વાઘ ને શિયાળ- સસલું ભવાઈ જોવા આવે.
ખૂબ કરે કમાણી હાથી, વહેંચે રોજ મીઠાઈ
લાંબી લાંબી સૂંઢ વાળા જાડા હાથીભાઈ
બની ગયાં બડા જાદુગર, બડી કરે ભવાઈ

પરબતકુમાર નાયી
આચાર્ય શ્રી સરદારપુરા રવેલ પ્રા. શાળા
મું. સરદારપુરા પો. રવેલ તાલુકો – દિયોદર
જિલ્લો – બનાસકાંઠા પીન કોડ – ૩૮૫૩૩૦
મોબાઈલ – ૭૯૯૦૨૮૮૧૯૩
parbatkumarnayi100@gmail.com