યુગસૂર્યને નમીએ
જગતના વિચારકો બોલે છે કે હમણાં બાળયુગ બેઠો છે, અને યુગનો સૂર્ય ધીમે ધીમે તપતો જવાનાં ચિહ્નો સ્પષ્ટ છે. પણ યુગની સાર્થકતા યુગ બેસવામાં કે યુગને માત્ર વધાવવામાં નથી. યુગને સફળ કરવા માટે સૌ મનુષ્યોએ તત્પ બાળયુગ બાળકોનું સન્માન માગે છે. આ માગણી સૌએ સ્વીકારવી જોઈએ. માત્ર શાળામાં જ બાળકને સન્માનવામાં આવે એ અધૂરું છે. જ્યાં જ્યાં બાળક વસે છે, જીવે છે, ત્યાં ત્યાં તેને સન્માન મળવું જોઈએર થઇ એક બીજાને સાથ આપવાનો છે.
સન્માનનો અર્થ બાળકને હાજીહા ભણવાનો કે તે કહે તેમ કરવાનો કે માનવાનો નથી. આપણે બાળકરૂપી નવી ઢબની એક વધારે સત્તા સ્થાપવાની નથી. બાળકને આ પણ પર રાજ ભોગવવાની ઇચ્છા પણ નથી. તે સ્વાભાવિક રીતે પોતાની અવસ્થામાં પોતાનું જાતે વિક્સવાનું અને આગળ વધવાનું, પોતાનું કુદરતી અને અંતઃ પ્રેરીત કર્તવ્ય કરવા માગે છે. સન્માનના અર્થમાં બાળકને તુચ્છ ગણવું નહિ. બાળકને ધિક્ક્કારવું નહિં. તેને નાનું જાણી પાછું પાડવું નહિ, તેને અવગણવું નહિ, તેને દાદ દેવી નહિ, તેને ફાવે તેવા હુકમોથી તાબે કરવું નહિ, એ બધું તો છે જ. પણ સન્માનનો સૌથી વધારે અને મહત્વનો અર્થ અર્થાત્ રહસ્ય એ છે કે બાળકને પોતાને જ પોતાનો વિકસ સાધવાનું કર્તવ્ય છે તે કર્તવ્યમાં આડા આવ્યા વિના તે સાધવા દેવું જોઈએ અને તેમાં સૌએ મદદ કરવી જોઈએ
પ્રત્યેક મનુષ્યને સ્થાન અને માન છે. પ્રત્યેક જીવને સ્થાન અને માન ઘટે છે. પ્રત્યેક વસ્તુને સ્થાન અને માન હોઈ શકે છે. આ સ્થાન અને માનનો અધિકાર ઝૂંટવી લેનાર પોતાનું અને બીજાનું અપમાન કરે છે અને સદીઓથી આવું અપમાન કરનારાઓ બીજા પ્રત્યેના સન્માન સંબંધે બેભાન બન્યા છે. આ બેભાનપણામાંથી મનુષ્ય જાત ઊગરે નહિ ત્યાં સુધી પરસ્પર સન્માન જન્મે નહિ, અને ત્યાં સુધી કોઇપણ માણસ સ્વધર્મ સાચવી શકે નહિ. પોતાના આત્માને સાક્ષી ગણી સત્ કર્તવ્યનું પાલન કરવું એ સ્વધર્મ છે. આ પાલનમાં વચ્ચે પડનાર મનુષ્યનું અપમાન કરે છે. બાળકોનું અપમાન મનુષ્ય મનુષ્યનું અપમાન કરે છે તેનું ફળ છે. માણસો અપમાનને સહન કરીને એટલાં રીઢાં થઈ ગયાં છે કે તેમને બાલ સન્માનનો વિચાર સ્પર્શતો પણ નથી. સદીઓની ગાઢ નિંદ્રા જાગૃતિની કલ્પના કરવાની ના પાડે છે અને જાગૃતિની વાસ્તવિકતાનો સ્વીકાર કરવા સામે લડે છે. આ અંધકાર છે. યુગસૂર્ય આ અંધકારને ફેડવા માટે ઉગે છે. આપણે એ સૂર્યને નમીએ અને તેનાં કિરણોને ઝીલીએ.