અમારા INT ના વર્કશોપમાં એકવાર વક્તા તરીકે ધીરુબેન પટેલ આવેલાં. તેમણે ખૂબ સરસ ઉદાહરણ આપેલું કે એમની ભત્રીજી મિત્રા જેને માટે એમણે કવિતાઓ, જોડકણાં વગેરે લખેલા — તે એક વખત એકલી એકલી રમતી હતી, એ રમતમાં એ પોસ્ટમેન બની હતી, અને બધાંને કાગળ, પત્ર, પોસ્ટકાર્ડ આપતી હતી. લ્યો બેન! આ તમારો કાગળ. લ્યો ભાઈ આ તમારું કવર… એની મમ્મી એને જોઈને એટલી ખુશ થઈ ગઈ કે દોડીને એનેે તેડી લીધી તથા બચીઓ ભરવા માંડી. મિત્રા પહેલાંતો હેબતાઈ જ ગઈ પછી તેની મમ્મીને તે ગુસ્સાથી મારવા લાગી અને રડવા લાગી. કારણ પૂછતાં તે બોલી “હું પોસ્ટમેન હતી. કોઈ સ્ત્રી પોસ્ટમેન સાથે આવો વ્યવહાર કરી શકે ખરી?”

બાળકોનું આવું Identification હોય છે. મારો દીકરો ચિન્મય જ્યારે જ્યારે ટેસ્ટમેચ શરૂ થાય એટલે પ્લાસ્ટિકના બેટ—બોલ લઈને ક્રિકેટ રમવા દોડી જાય. દિવસને અંતે તે અમને પૂછે, “મમ્મી, આજે હું સુનીલ ગાવસ્કર હતો ને?” “બા, આજે હું ડોનાલ્ડ હતો ને?” “દાદાજી આજે હું સચીન તેંડુલકર હતો ને?” આ રૂોંલ્ેં ફ્લ્ઙય્ ઘણીવાર આપણને બાળકોની ઘર—ઘરની રમતમાં જોવા મળે છે. તેઓ મમ્મી, પપ્પાના રોલને ભજવે છે. ઢીંગલા ઢીંગલીઓ તેમના બાળકો હોય છે. બાળમંદિરમાં પણ બાળકો અનેક પ્રકારની રમતો રમે છે. સાધનો સાથે કે સાધનો વિના — ક્રીડાંગણમાં કે બગીચામાં, વર્ગમાં કે વર્ગ બહાર રમતા હોય છે. બાળમંદિરમાં પણ જીવન વ્યવહાર, ઇન્દ્રીય શિક્ષણ, મુક્ત વ્યવસાય, હસ્તવ્યવસાય વગેરે અનેક પ્રકારના વર્ગોની રચનામાં બાળક ઉંમર પ્રમાણે, રુચિ પ્રમાણે રમતાં હોય છે. શાળામાંથી ઘરે જતી વખતે પણ રસ્તામાં આવતા લોકો જેવા કે ફળવાળો, શાકભાજીવાળી બાઈ, ચપ્પુ છરીની ધાર કાઢનારો, કલાઈ કરનારો વગેરે અનેક જણની બોલવાની લઢણ, ચાલવાની રીતની નકલ કરતાં થાય છે. એ રીતે આપણને તેમની અવલોકન શક્તિનો પરિચય થાય છે. થોડાં મોટાં બાળકો પણ આવું કરતાં જોવા મળે છે. ૮—૯ વર્ષનાં બાળકોનો અનુકરણ કરવાનો રસ વધે છે.

રમતનું સ્વરૂપ બાળકોની ઉંમર સાથે બદલાય છે. મારો દીકરો ચિન્મય ૪ કે ૫ મા ધોરણમાં હતો ત્યારે તે ઘડિયાળ સાથે ખૂબ રમતો. ઘરમાં એક તૂટેલું લોલક વાળું ઘડિયાળ હતું. જે પલંગ નીચે પડી રહેતું. ચિન્મય એ આખું ઘડિયાળ ખોલે, પાછું ગોઠવે, બધા ભાગો, ચક્રો એકબીજાને જોડીને મુખ્ય કમાન (સ્પ્રીંગ) ફીટ કરે. આ કામમાં તે એકલો એકલો જ રમ્યા કરે. તેને દુનિયાની કોઈ પડી ન હોય. ૬—૭ ધોરણમાં આવ્યો ત્યારે રમતનું સ્વરૂપ બદલાયું. હવે તે પઝલ્સ ગોઠવવામાં મજા માણવા લાગ્યો. આખા બંગલાનાં બધાં બાળકો એમાં જોડાઈ જાય. સાથે નવો વ્યાપાર પણ ખરો. ચિન્મયને બેંકર બનવાનું ખૂબ ગમે. બધાં બાળકોના થ્રુઙન્સ્ઙચ્ત્િોંંન્સ્ નો હિસાબ રાખવાનો, તથા નવી હોટલ, નવાં મકાનો ખરીદતી વખતે પૈસાની લેવડદેવડ વગેરે યાદ રાખવા તે નોટબુક પેન્સિલ સાથે લઈને બેસે. હિસાબ અચૂક કરે. આમ તેને ગણિતમાં રસ પડવા લાગ્યો.

રમતો હવે Game બની ગઈ. ફક્ત આનંદ ખાતર થતી ઉત્સ્ફુર્ત હલનચલનનું નવું રૂપ હવે નિયમોએ લીધું. ભેરુ બનાવી ગંજીપાની રમતમાં થોડી થોડી લુચ્ચાઈ આવવા લાગી. સાંકળી, સાતતાળી, નારગોળિયો વગેરેમાં ટીમ પડતી ગઈ. ભેરુઓ બદલાતા ગયા. પછી સાઈકલ ફેરવવી, બે પૈડાંની સાઈકલ ચલાવવી, ડબલ સવારીમાં પણ બેલેંસ રાખવું, ધીમી અથવા ઝડપી સાઈકલ ચલાવવી, અંતકડીમાં પાર્ટી પાડીને ગીતો ગાવાં… પોતાની ટીમને જીતાડવી… વગેરે.
આમ ઘોડિયામાં રમતું બાળક પોતાના હાથ પગ હલાવી રંગીન રમકડાંને પકડવા માટેની હિલચાલવાળી રમતો રમતાં રમતાં ROLE PLAY, પછી સાધનો સાથે રમી શકાતી રમતો, છેલ્લે હ્ેંસ્સ્ જેવી બૌદ્ધિક રમતો સુધી બાળકનો માનસિક વિકાસ જોઈ શકાય છે.

આપણે મોટાં થઈ ગયેલાં બાળકો સાથે ઘણીવાર રમતાં નથી, એમને એકલાંને રમવા દઈએ છીએ. આપણે આપણાં ગપ્પાં સપ્પાં મારવા બેસી જતાં હોઈએ છીએ. એને બદલે જો આપણે પણ એમની સાથે રમીએ તો એમને વિચાર કરવાનો, અનુમાન બાંધવાનો, તારણ કાઢીને ચોક્કસ નિર્ણય સુધી પહોંચવાનો મહાવરો આપી શકીએ. ઉદાહરણ તરીકે એક રમત લઈએ.

આ રમત વર્ગમાં પણ રમી શકાય અને ઘરે પણ. દરેક લાયક છ—છ વસ્તુઓ ભેગી કરીને લઈ આવે. વર્ગમાં રમતા હોય તો ઓછી વસ્તુઓ હોઈ શકે. ૧ અથવા ૨ વસ્તુ હોઈ શકે. ભેગી થયેલી વસ્તુઓ ગમે તે હોઈ શકે. ઘરમાં રમતાં હોઈએ તો ચાદર, ઓશિકું, તકિયો, પાટલો વેલણ, સાણસી, સ્લેટ—પેન, કંપાસ બોક્સ, દફતર, નોટબુક, પેન, પેન્સિલ—રબર, રીમોટ, ચાર્જર, મોબાઈલ વગેરે વગેરે.

આપણે બે ટીમ પાડવાની. એક ટીમ અંદરોઅંદર મસલત કરીને એક વસ્તુ નક્કી કરે અથવા ધારે. બીજી ટીમ પ્રશ્ન પૂછે. ધારેલી ટીમ ફક્ત હા કે ના માં જવાબ આપશે. નિયત કરેલી સંખ્યા સુધી ૧૨ કે ૧૫ કે ૨૦ વખત પ્રશ્ન પૂછી શકાય — એ પહેલાથી જ નક્કી કરી રાખવાનું કે કેટલા પ્રશ્ન પૂછવાની છૂટ છે. રમતનો ઉદ્દેશ્ય પ્રશ્નો પૂછીને ધારેલી વસ્તુ શોધી કાઢવાની.

રો કે ટીમ ૧ વસ્તુ ધારે છે. ટીમ — ૨ નાં બાળકો પ્રશ્ન પૂછશે.

ટીમ—૨ : શું એ ઘરની વસ્તુ છે? (ઘરમાં વાપરવાની) કે બહાર વાપરવાની?

ટીમ—૧ : કોઈ ઉત્તર નહીં અને કેવળ હા અથવા ના કહીશું.

ટીમ—૨ : શું એ વસ્તુ સૂવાના કામમાં આવે છે?

ટીમ—૧ : ના. (ટીમ—૨ — તો એ ચાદર, ઓશિકું—તકિયો નથી)

ટીમ—૨ : શું એ વસ્તુ જોવાના કામમાં આવે છે?

ટીમ—૧ : ના. (ટીમ—૨ : તો એ મોબાઈલ, રીમોટ કે ચાર્જર નહીં હોય, ટી.વી. પણ નહીં.)

ટીમ—૨ : એમાં ઘણી બધી વસ્તુઓ રહી જાય?

ટીમ—૧ : ના. (ટીમ—૨ : અંદરોઅંદર — તો એ દફતર નહીં હોય)

ટીમ—૨ : શું એ લખવાના કામમાં આવે?

ટીમ—૧ : હા. (ટીમ—૨ : અંદરોઅંદર — કાં તો નોટબુક અથવા સ્લેટ હોય અથવા પેન, પેન્સિલ પણ હોય. ચોક પણ હોય)

ટીમ—૨ : એમાં લખાય છે?

ટીમ—૧ : ના. (ટીમ—૨ : તો એ નોટબુક કે સ્લેટ નથી)

ટીમ—૨ : શું એનાથી લખાય?

ટીમ—૧ : ના. (ટીમ—૨ : તો એ પેન અથવા પેન્સિલ કે ચોક હોઈ શકે)

ટીમ—૨ : શું એનાથી લખેલું ભૂંસી શકાય?

ટીમ—૧ : ના. (ટીમ—૨ : તો એ પેન્સિલ કે ચોક નથી)

ટીમ—૨ : તો એ પેન છે?

ટીમ—૧ : હા.

આ રીતે તારણ કાઢવાનું, નિર્ણય સુધી પહોંચવાનું, તેને માટે ચોક્કસ પ્રશ્ન પૂછવાના, અનુમાન બાંધવાનું વગેરે શીખવી શકાય .

આ રીતે વિષયશિક્ષણમાં પણ રમત રમાડી શકાય. ભૂગોળના નકશામાંથી સ્થળ ગોતો. ઈતિહાસના નકશામાંથી જૂનાં સ્થળો — નગરોને આપણે અત્યારે કયા નામથી ઓળખીએ છીએ?

આવી અનેક રમતો બાળકનો વિકાસ સાધે છે.