માતૃભાષા એટલે બાળકને માતા તરફથી મળેલી ભાષા… પરિવારમાં બોલાતી ભાષા. લાગણીઓની અનુભૂતિ… વિચારોનું પ્રાગટય અને તેને પ્રદર્શિત કરવાનું ઉંત્તમ માધ્યમ. જે ભાષામાં બાળકે પ્રથમ શબ્દ સાંભળ્યો અને બોલવાનો પ્રયત્ન કર્યોં. ધીમે ધીમે એ જ ભાષામાં એના શભ્દભંડોળનો વિસ્તાર વધતો ગયો તેજ એની માતૃભાષા.

આજે અન્ય ભાષાના પ્રભુત્વ સામે માતૃભાષાને બચાવવાનો સમય પાકયો છે એટલે આપણાં સહુની ફરજ બને છે કે આપણે આપણી માતૃભાષાને બચાવીએ

“માતૃભાષાની રખેવાળી

ફરજ છે સહુની સહિયારી.”

માતૃભાષાનાં મહત્ત્વનાં પાસાં આ રીતે કહી શકાય.

  • પ્રત્યાયનના વાહન તરીકે
  • માનસિક વિકાસ તથા વ્યક્તિત્વના ઘડતરનું માધ્યમ
  • સામાજિક અને સાંસ્કૃતિક વારસાની ચાવી
  • શિક્ષણના માધ્યમ તરીકે
  • સમાજ ધડતરના સાધન તરીકે
  • અન્ય વિષય“ શીખવાના પાયા તરીકે

મને મારી ગુજરાતી બહુ ગમતી

ભાષા મધુરી અને મનગમતી

નરસિંહ મીરાંના મુખેથી ઝરેલી

પ્રેમાનંદે એને ઉરમાં ધરેલી

ગાતાં ગુણગાન એનાં નર અને નારી…