કોરોના મહામારીમાં બાળકોનું સ્વાસ્થ્ય
૨૦૧૯માં શરૂ થયેલ “કોવિઽ—૧૯” નામે ઓળખાતી મહામારીએ વિશ્વભરમાં ભૂતકાળમાં કયારેય ના થઇ હોઇ તેવી ઊથલપાથલ મચાવેલી છે, જેમાંથી બાળકો પણ બાકાત નથી. પણ સારી વાત તો એ છે કે બાળકોને પુખ્ત વયનાઓની સરખામણીએ સ્વાસ્થ્ય પર ગંભીર અસર ઘણી ઓછી છે.
કોવિઽની બાળકોના સ્વાસ્થ્ય પર બે રીતે અસર જોઇ શકાય છે. પહેલી તો વાયરસની સીધી શરીર પર અસર અને બીજી તો લોકડાઉન અને અન્ય પરિબળોની આઽકતરી અસર.
વાયરસની સીધી શરીર પર અસર
કોવિઽ—૧૯ વાયરસ બાળકોને બે રીતે અસર કરે છે. એક તો વાયરસ પોતે ફેફસાં અને અન્ય અંગોને નુકસાન કરે. બીજું વાયરસ સામે દર્દીની રોગ પ્રતિકારક શકિત જે એન્ટી—બોડી પેદા કરે છે, તે એન્ટી—બોડી જ શરીરને નુકસાન કરે છે(આ બીમારી મલ્ટી ઇન્ફલેમેટરી સિન્ઽરોમ નામે ઓળખાય છે).
બીમારી કેવી રીતે ફેલાય છે? આ બીમારી ૧૪ દિવસ સુધી દર્દીના ઉચ્છ્વાસ, નાકની લીંટ, ખાંસી કે છીંકમાં નીકળતા નરી આંખે ના દેખી શકાય તેવા સૂક્ષ્મતમ છાંટાઓ થકી ફેલાય છે, જે બે ગજ સુધી ઊડી શકે છે. મોટે ભાગે આ છાંટાઓ સીધા અન્ય વ્યકિતના શ્વાસ કે આંખમાં લાગી શકે. આ સિવાય આ છાંટાઓ દર્દીની આસપાસની વસ્તુઓ પર ફેલાય જ્યાં અન્ય વ્યકિત પોતાના હાથ લગાડે તેને પણ લાગી જાય અને પછી તે હાથ તેના મોં, નાક, આંખ પર લાગવાથી તેને ચેપ લાગે છે.
આશરે ૭૦% બાળકોને વાયરસનો ચેપ લાગવા છતાં કોઇ લક્ષણ નથી હોતાં. છતાં તે અન્યોને ચેપ ફેલાવી શકે છે. એક ગેરમાન્યતા છે કે બાળકો પુખ્ત વયના દર્દી કરતાં વધુ ચેપ ફેલાવે છે (સુપર સ્પે્રઽર) પણ તે વાત ખોટી છે. નવજાત શિશુથી માંડીને કોઇપણ ઉંમરની વ્યકિતને કોવિઽ—૧૯ બીમારી થઇ શકે છે.
લક્ષણોઃ બાળકોમાં કોરોનાનાં સામન્ય લક્ષણોમાં તાવ, શરદી દર્દ, થાક, ભૂખ ના લાગવી, ઉધરસ, શ્વાસ ચઽવો, આંખ/હોઠ/જીભ લાલ થવાં, ચામડી પર લાલાશભર્યાં ચાંઠાં નીકળવાં, ઝાડા—ઊલટી વગેરે થઇ શકે છે. મોટાં બાળકો પોતાને સ્વાદ અને ગંધ અનુભવાતી નથી તે જણાવી શકે છે. આ સિવાય અન્ય લક્ષણો પણ કયારેક થાય જે તબીબો ઓળખી શકે છે.
ગંભીર લક્ષણો : — જો દર્દીનું પલ્સ ઓકિસમીટર રીડીગ સતત ૯૫% થી ઓછું રહે, તેને ૩ દિવસથી વધુ તાવ હોય, શ્વાસ લેવામાં તકલીફ પડે (શ્વાસોચ્છ્વાસ ઝઽપી હોય, શ્વાસે શ્વાસે બાળક કણસતું રહે, શ્વાસ લેતાં પાંસળીઓ વચ્ચે ખાડા પડે), ખોરાક પાણી લે નહીં અને ખૂબ ઢીલું—માંદલું લાગે, હથેળી/પાની ઠંડા કે ભૂરાં રહે, આંખો ઊંડી ઊતરી ગઇ હોય અને મોં ખૂબ સુકાયેલું હોય, આઠેક કલાકથી પેશાબ ના થયો હોય, પેટમાં ખૂબ દુખતું હોય/સતત રઽતું હોય, સતત ઘેનમાં રહે, બેભાન હોય કે ખેંચ આવે વગેરે જેવાં લક્ષણો હોય છે.
માત્ર ૧ થી ૨ % બાળકોને જ ગંભીર બીમારી થાય છે. મૃત્યની શક્યતા મોટાભાગે જેમને પહેલેથી કોઇ અન્ય બીમારી (જેમ કે હૃદય, લીવર, કિઽની, ફેફસાં, કેન્સર, ડાયાબીટીસ, જાડા પણું કે રોગ પ્રતિકારક શકિતની ઊણપ, વગેરે) હોય તેને હોય છે.
નિદાન અને સારવારઃ માત્ર લક્ષણો પરથી કોવિઽ—૧૯ બીમારી થઇ છે કે નહિ તે કહી ના શકાય. તે માટે નાકમાંથી સેમ્પલ લઇ રેપીઽ એન્ટીજન કે આર.ટી.પી.સી.આર. નામનાં લેબોરેટરી પરીક્ષણ જરૂરી છે. અન્ય કોઇ ટેસ્ટ દ્વારા પાકું નિદાન ના થઇ શકે.
આ બીમારીની કોઇ સચોટ દવા નથી શોધાઇ. ગંભીર બીમારી ના હોય કે જેને હોસ્પિટલમાં દાખલ ના કરવા પઽયા હોય તેને માત્ર પેરાસીટામોલ દવા તાવ કે દુખાવા માટે લેવાની હોય અને પુષ્કળ પ્રવાહી અને પૌષ્ટિક આહાર લઇ આરામ કરવાની, તેમજ અન્યોને ના ફેલાય તે માટે ૧૪ દિવસ ઘરે “કવોરનટાઇન” થવાની સલાહ અપાય છે. શક્ય હોય તો તે અરસામાં “પ્લસ ઓકિસમીટર” સાધન દ્વારા શરીરમાં ઓકિસજન લેવલ માપવાનું સલાહનીય હોય છે. આગળ જણાવ્યા પ્રમાણેનાં ગંભીર લક્ષણો જણાય તો તરત હોસ્પિટલ લઇ જવું જોઇએ
નિવારણઃ સાજી વ્યકિતને ચેપ લાગવાનો છેવટનો માર્ગ તો તેનાં મોં, નાક, આંખ જ છે. એટલે આ ચેપના નિવારણ તરીકે બે વર્ષથી મોટાં બધાંએ મોં અને નાક ઢંકાય તેવી રીતે માસ્ક પહેરવાનો, વારંવાર હાથ સાફ/સેનેટાઇઝ કરવા અને બે વ્યકિતઓ વચ્ચે બે ગજનું અંતર રાખવાનો આગ્રહ રખાય છે. નાનાં બાળકોને સતત માસ્ક પહેરાવી રાખવાનું અઘરું હોય છે એટલે તેને ટપારવાને બદલે જાતજાતની રીતે અને રમત કરતાં પ્રોત્સાહિત કરતા રહેવું. પાંચ વર્ષથી નાનાં બાળકોને માસ્કના યોગ્ય ઉપયોગ માટે વારંવાર મદદ કરતા રહેવું પડે.
આ બીમારી સામે રક્ષણ આપતી રોગ પ્રતિકારક રસી ઉપલબ્ધ છે, પણ હજુ સુધી તે બાળકો માટે સંશોધિત નથી. ઘાવણ થકી આ રોગ ફેલાતો નથી એટલે માતા કે બાળકને કોવિઽ થયો હોય તો ધાવણ ચાલુ રાખવું જોઇએ.
ત્રીજો વેવ અને બાળકોઃ સોશિયલ મીડિયામાં એવી આશંકા ફેલાયેલી છે કે હવે સંભવિત ત્રીજા વેવમાં ખૂબ માત્રામાં બાળકો સીરીયસ થશે. આ માત્ર અફવા છે, તેની પાછળ કોઇ વૈજ્ઞાનિક વજૂદ નથી. આ વાત ફેલાવા પાછળ એવું મનાય છે કે મોટા લોકોએ વેકસીન લઇ લીધી હોઇ અને બાળકો માટે નથી મળી એટલે હવે બાળકોમાં વેવ આવશે.
બાળકોના શારીરિક સ્વાસ્થ્ય પર મહામારીની આઽકતરી અસરઃ
આ મહામારીથી વિશ્વભરમાં સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું હોવાથી તેની અસર શારીરિક સ્વાસ્થ્ય પર ખૂબ પડીછે. આખી સ્વાસ્થ્યપ્રણાલી કોવિઽ—૧૯ના દર્દીઓની સારવારમાં રોકાઈ જવાથી બાળકોમાં અન્ય બીમારીઓ સામેનું રસીકરણ ઘણું નબળું પડી ગયું, અન્ય બીમારીઓની સારવાર મળતી બંધ થઇ જવાથી અનેક બાળકોએ વેઠવું પઽયું છે, ખાસ તો જેમને લાંબા ગાળાની તકલીફો હોય તેમણે.
કરોડો પરિવારો દારુણ ગરીબીમાં સબડી પઽયા. તેમને ભૂખમરો ભરખી ગયો. તેમનાં બાળકો કુપોષણના અને તેને કારણે અન્ય બીમારીઓના વિેષચક્રમાં હોમાયાં છે. ગરીબ પરિવારો પૌષ્ટિક ખોરાક પાછળ ખર્ચો કરતા અટકી ગયા.
અનેક નાનાં બાળકોને ઘરમાં સતત રહેવાથી સૂર્ય પ્રકાશ મળવાનું બંધ થવાથી વિટામીન ડી ની ઊણપ થકી હાઽકાં પોચાં પડી જવાની “રિકેટસ”ની બીમારી થઇ.
સતત ઘરમાં રહેવાથી શારીરિક શ્રમ પડે તેવી રમત બંધ થવાથી અને ટીવી મોબાઇલ પર ચીટકી રહીને અને ચરબી યુકત જંક ફૂઽ ખાવાથી બાળકોમાં જાડા પણાનું પ્રમાણ વધતું ગયું.
સતત ઘરમાં પૂરાઈ રહેવાથી, જગતભરના ભયાનક સમાચારોથી, નોકરી ધંધા બંધ થવાથી, આત્મજનોના અકાળ મૃત્યથી, પોતાના મોતની બીક વગેરેથી અનેક જાતની મનોવૈજ્ઞાનિક બીમારીઓ વધી ગઈ છે.