નાના બાળકના ઉછેરનું કામ ચાલતું હોય ત્યારે તેની માનસિક જરૂરિયાતો તરફ આપણે ઉપેક્ષા સેવી શકીએ નહીં. બાળપણમાં બાળક જ્યારે ફૂદકે ને ભૂસકે પોતાનો વિકાસ સાધી રહ્યુંહોય ત્યારે વિવિધ પ્રકારની જરૂરિયાતોની અપેક્ષા રહેતી હોય છે. બાળકને જેમ શારીરિક ભૂખ હોયછે તેમ તેને માનસિક ભૂખ પણ હોય છે. બાળકની શારીરિક ભૂખ સંતોષવાનું કામ માતાપિતાસહેલાઈથી કરી શકે છે, પરંતુ તેની માનસિક ભૂખનો ખ્યાલ જ નથી. એટલે એ તરફથી સારાપ્રમાણમાં દુર્લક્ષ સેવાતું આપણે જોઈ શકીએ છીએ. સ્થૂળ ભૂખ સંતોષતી વખતે આપણને સૌકોઈને અનુભવ થાય છે કે બાળકને ન રુચતી ચીજ આપવાથી બાળક અસંતુષ્ટ બને છે. ને એવા અસંતોષના પરિણામે નાનીમોટી ખાવીની ચીજો તરફ તે અણગમો સેવવા લાગે છે. બાળકની માનસકિ ભૂખનો આપણને ખ્યાલ નહીં હોવાથી તેને શું જોઈએ છે, અથવા તો તેને શું ગમે છે,અથવા તો તેને શું નથી ગમતું તે માટા ભાગના વડીલો જાણી શકતા નથી. આનું પરિણામ એ આવે છે કે બાળકની માનસિક ભૂખ સંતોષાતી તો નથી.પરંતુ ઘણી વખત એ ખોટી રીતે ઓળખાતી હોવાથી બાળકના સમગ્ર વિકાસમાં અડચણરૂપ થઇ પડતી હોય છે. બાળકની આવી ઘણી જરૂરિયાતો પૈકી સલામતી’નો અહીં વિચાર કરીએ.

બાળક સલામતી ઇચ્છે છે એટલે કે તેનાવિકાસક્રમના દરેક પગથિયે તેને સલામતી જોઈએછે. તેના મનમાં એવો ખ્યાલ પેદા થાય કે પોતે હરેક રીતે સલામત છે, તો નિશ્ચિંત બનીને એ આગળ ડગલું માંડી શકે. આ હકીકતનો સામાન્ય ખ્યાલ તો દરેક માબાપને હોય છે. બાળક બેસવા શીખે ત્યારે એ પડી ન જાય એટલા માટે તેની આસપાસ ગાદીતકિયા ગોઠવવામાં માબાપ ભૂલ નથીકરતાં. એ ઊભું રહેતાં શીખે ત્યારે એને ઊભું રાખીને માબાપ બીજે ચાલ્યાં નથી જતાં. બાળકને ચાલતાં શીખવવાની પ્રક્રિયામાં ચાલણગાડીનો ઉપયોગ પણ હજી ઘણાં ઘરોમાં જોવા મળે છે. બાળક ને દાંત આવવાના હોય ત્યારે તેને તકલીફ ન પડે તેની કાળજી લેવા લાગે છે. બાળક એવો કશો ખોરાક ન ખાય કે જેથી તેનું સ્વાસ્થ્ય બગડે તે માટે માબાપ સચિંત રહેતાં હોય છે. આ દૃષ્ટિએ જોઈએ તો બાળકની સ્થૂળ સલામતી માટે આપણે ત્યાં ભણેલાં કે અભણ દરેક માબાપ પાસે એકપ્રકારની હૈયાસૂઝ હોય જ છે. સલામતીનો ખ્યાલ એ એક માનસિક પ્રક્રિયા છે તે હકીકત તરફ આપણું લક્ષ ખેંચાયું નથી તે વાતનો અહીં વિચાર કરીએ.

નાનું બાળક મોટું થતું જાય છે, તેમ તેમ તેની સ્થૂળ અને સૂક્ષ્મ જરૂરિયાતો વધવા માંડે છે.આ જરૂરિયાતો દરેક માબાપ હમેશાં પૂરી પાડી જ શકે તેવું બને નહીં. પરંતુ બાળકના મનમાં જોએવા ખ્યાલો બંધાવા માંડે કે પોતાની જરૂરિયાતો અહીં પૂરી થવાની નથી, બલ્કે પોતાને જે જોઈએ છતેનાથી કોઈ બીજી જ પરિસ્થિતિ વચ્ચે પોતાને જીવવાનું છે, તો તેવું બાળક જીવનમાં કદઆત્મવિશ્વાસ મેળવી શકે નહીં. એવું બાળકપ્રકૃતિથી ભીરુ બને, વાતવાતમાં શંકા સેવવા લાગઅને તેનામાં નિરાશા તો ડગલે ને પગલે પેદા થતી રહે. આ પરિસ્થિતિનો ઉકેલ બાળકને સલામત બનાવવું તે છે. આપણે મોટાઓનાં જીવનમાં જોઈએ તો પણ જણાશે કે જ્યાં સલામતીનો અભાવ હોય છે, ત્યાં જીવનવ્યવસાયમાં ભીરુતા પ્રગટ્યા વિના રહેતી નથી. અને સમય જતાં આત્મવિશ્વાસ પણ ગુમાવી શકીએ છીએ. આપણી સલામતીનો આધાર અન્ય ઉપર રહેતો હોયછે તેવા ખ્યાલ માત્રથી જ આપણે લાચાર બનીએ છીએ અને પરાધીન પરિસ્થિતિમાં રહેવાનું પસંદ કરીએ છીએ. મોટેરાઓની આવી મનોદશાના મૂળમાં ડોકિયું કરીએ તો આપણને જોવા મળેછે કેવાતવાતમાં એ સલામતી શોધ્યા જ કરે છે અને સલામતી શોધવા જતાં નિર્વીર્ય બની જાય છે.નાનપણમાં પોતાને જોઈતું હોય તે મળ્યું ન હોય તો પછી મોટી ઉંમરે તેની ઝંખનાની માત્રાઅનેકગણી વધી જાય છે અને નથી મળ્યું તે મેળવવા સારુ ગમે તે ઉપાય અજમાવતાં સંતોષ થતો નથી. સમાજમાં પીઢ લોકો તરફ નજર કરીએ છીએ તો આવી સંખ્યાબંધ વ્યક્તિઓ જોવા મળે છે.દેખીતી રીતે સલામતી પ્રાપ્ત થઇ છે તેવી પ્રતીતિ અન્યને થતી હોય તો પણ અન્યમાં વિશ્વાસ મૂકવાનું તેને મન થતું નથી. આ રીતે સલામતી તો મળતી જ નથી અને છતાંયે સલામતીની શોધમાં ને શોધમાં એ પોતાનું સમગ્ર જીવન વિતાવે છે અને એવાજીવનનો સરવાળો જોઈએ તો તે લાચારીમાં, નિર્વીર્યતામાંઅને પરાધીનતામાં આવેલો દેખાય છે. આ ઉપરથી આપણેએટલું સમજી લેવું જોઈએ કે બાળવયમાં બાળકની સલામતીની ભૂખ અને જરૂરિયાત તરફ આપણે ઉપેક્ષારાખીએ તો એવી ભૂખ મોટી ઉંમરે વિકૃત સ્વરૂપ પકડે અનેકદી સંતોષાઈ શકે જ નહીં. આપણાં ઘરોમાં બાળકનાનાનામોટા વ્યવહારો તરફ નજર કરીએ છીએ તો સલામત માટેની તેની ઝંખના હંમેશા અતૃપ્ત રહેલી દેખાય છે. પાંચ-સાત વર્ષનું નાનું બાળક શેરીમાં બીજાં બાળકો સાથે ઝઘડો કરી આવે ત્યારે તેના મનની અપેક્ષા તો પોતાને માબાપની હૂંફ મળશે તેવી હોય છે. એવી હૂંફની અપેક્ષા ન્યાયી છે કે અન્યાયી તેનો વિચાર તેની પાસે નથીહોતો. એ તો માતાપિતા પાસે ફરિયાદ લઇને દોડે છે, માર ખાધો હોય તો બચાવ માટે અને બીજાબાળકને માર માર્યો હોય તો પ્રશંસા માટે. સામાન્ય સમાજમાં આવા પ્રસંગોએ માતાપિતાનું વર્તનઆપણે જોઈએ છીએ તે જુદા પ્રકારનું હોય છે. માર ખાઇને આવે તો,“’તું એ જ લાગનો છે” એમકહેનારાં માતાપિતાઓ ઘણાં છે. મારીને આવે તો કોઈ વખત શાબાશી મળે તો વધારે વખત ઠપકોપણ મળે. કોઈ માથાનો મળશે, પોતાનું માથું ભાંગી નાખશે તેવો ભય બતાવનારાં માબાપોનીસંખ્યા પણ ઘણી મોટી છે. આવા પ્રસંગોનો વિચાર કરીએ છીએ ત્યારે સાચા-ખોટાનો ખ્યાલઘડીભર ગૌણ રાખીને વિચારીએ તો બાળકને સલામતીનીહૂંફની જરૂર હોય એ તો એમને મળતી જ નથી. દોડીને માતાનો ખોળો શોધતું, અથવા તો દોડીને પિતાને વળગીપડતું બાળક પ્રથમ અપેક્ષા એ રાખે છે કે તેને સલામતી મળે એવી ખાતરી થયા પછી સાચા-ખોટાનો વિચાર કરવાનું કેન્યાય-અન્યાયનો વિવેક મેળવવાનું કામ સહેલું બનવાનુંછે. તોફાનીને તોફાની કહી નવાજીએ કે ચોરી કરનારને વાતવાતમાં ચોર ચોર જ કહીએ તો તેના પ્રત્યાઘાતો વિપરીત પડવાના છે. બાળકના જીવનના તમામ વ્યવહારો વિવેકભર્યા વિચારોથી નથી થતા, તે આપણે હવે સમજી લેવું જોઈએ. બાળકના ખોટા અને અન્યને નુકસાન કરનારા વ્યવહારની પાછળ બાળકનો તેવો કોઇ વિશિષ્ટ ઈરાદો છે તેમ માનવાની ભૂલ પણ આપણે ન કરવી જોઈએ. વિવેકની ખામીનું કે ઇરાદાઓના આરોપોનું પરિણામ બાળકને ભારે અન્યાય કરનારું નીવડે છે. બાળકજ્યારે નિર્દોષ ચેષ્ટા કરીને માતાપિતાની હૂંફ મેળવવા દોડે ત્યારે માતાપિતાની પહેલી ફરજ તેને હૂંફ આપવાની છે તે આપણે સમજી લેવું જ જોઈશ.

આવા જ પ્રસંગો બાળક દોડતાં શીખે ત્યારે અથવા તો ઊંચી જગાઓ ઉપર ચડતાં શીખે ત્યારે અથવા તો નાનાં નાનાં જોખમો ખેડવા માંડે ત્યારે દરેક ઘરમાં બનતા આપણે જોઈએ છીએ.બાળકને તેમાં પ્રોત્સાહન મળવાનું જ નહીં. તેને ઠપકો મળવાનો કે ઉપદેશ મળવાનો. બાળવયના નિર્દોષ વ્યવહારો પાછળ પોતાના વિકાસની જ કેવળ કલ્પના હોય છે અને બાળકને પોતાના વિકાસ સારુ જે અનેક જરૂરિયાતોની અપેક્ષા રહે છે તે પૈકી સલામતી એ પણ એક ઘણી મોટી જરૂરિયાત છે. એ હકીકત સમજી લઇને જ બાળક સાથેના વડીલોના વ્યવહારો ગોઠવાય તે બાળકના વિકાસની ક્રિયામાં એક ઘણી મહત્ત્વની બાબત છે તેમ હવે સમજવું જ પડશે.