માતા—પિતા બનવાની તાલીમ ફરજિયાત બનાવો
રમણ પાઠક “વાચસ્પતિ” બાળસ્વાસ્થ્ય—નિાષ્ણાત બી.ચંદ્રિકા પણ બરાબર આવો જ પુણ્યપ્રકપો પૂર્ણ ઉપદેશ આપે છે;“તમારાં બાળકો એ કાઇ તમારી માલિકીની ચીજ—વસ્તુ નથી,પાલતુ પશુઓ નથી કે તમે એમને મારઝૂડ કરી શકો યા ઇજા પહોંચાડો ! તે જ રીતે,તમારું બાળક એ તમારા પોતાના વ્યકિતત્વની અભિવ્યકિત નથી જ કે તમે એને જબરજસ્તીથી તમારા જેવું બનાવો ! બાળકો તો આપણે માથે રહેલું ભાવિ પેઢીનું એક મોટું લેણું છે;જે આપણે પરત ભરપાઇ કરવાનું છે.વાસ્વમાં બાળકો એ આપણને સોંપવામાં આવેલું એક પવિત્ર ટ્રસ્ટ છે.જેને આપણે બરાબર જાળવવાનું છે.એ ટ્રસ્ટનો દુરુપયોગ કરવાનો આપણને કોઇ જ અધિકાર નથી.જીવન આપણને એક અદ્ભુત સુંદર તક આપે છે,એ અજોડ તક—લહાવો તે બાળકને ઊછેરતું નિહાળવાનો. એ લહાવો વેડફાઇ ન જાય — કમસે કમ એટલું તો આપણે કરીએ જ.”
આ સૃષ્ટિનું સર્જન અને સંચાલન પ્રેમ—કરુણાના સિદ્બાંત પર નહીં,પરંતુ બળના સિદ્બાંત પર પ્રવર્તી રહ્યું છે. તદ્નુસાર જબરો નબળાને યથેચ્છ પીડી શકે છે. માટે જ સજીવ સૃષ્ટિમાં અનેક મૂંગાં પ્રાણીઓનું અને માનવબાળકોનું ઘોર પીડન—દમન ચાલી રહયું છે,કારણ એ જ કે,તેઓ નિર્બળ છે અને સબળને પનારે છે. પરંતુ પ્રાણી વિચારહીન છે,એથી તે શારીરિક પીડાથી વિશેષ એવી કોઇ વેદના—યાતનાનો અનુભવ કરતું નથી. જયારે માનવબાળની વાત જુદી છે,તે એકસાથે જ અર્ધપશુ અને અર્ધમાનવ છે.પરિણામે દોઢ—બે વર્ષનાથયેલા બાળકના ચિતમાં શારીરિક પીડાના દુઃખ ઉપરાંત,બાલસહજ છતાં બહુવિધ ઇચ્છાઓ,આકાંક્ષાઓ,અપેક્ષાઓ,લાગણીઓ ઘુમરાતી હોય છે.તે અભાવોમાં તરસતું મૂંઝાતું તથા હિજરાતું હોય છે. બાળકની સૌથી મોટી ઝંખના પ્યારની, લાડની, સ્નેહ—વાત્સલ્યની તથા ગણનાની હોય છે,જે ગણનાની અપેક્ષા જરાક મોટું થતાં સ્વીકૃતિની,કદરની અપેક્ષામાં વિક્સિત થાય છે.મારે મન સંસારનું સૌથી કરુણ ર્દશ્ય પીડાતું, માર ખાતું, પીડાની પોકો પાડતું, અસહાય,એકલવાયું અને ઉપેક્ષિત બાળકનું છે,જેની યાતનામય લાચારીનો ખ્યાલ કરતાંય હૈયુ ગૂંગળાય છે.એક પ્રસંગ જોઈએ :
ધનતેરસની સોહામણી સાંજ હતી. બાળકો,ખાસ તો બાલિકાઓ પોતપોતાનાં આંગણાંમાં સાથિયા પૂરવામાં વ્યસ્ત અને મસ્ત હતી. દસેક વર્ષની અમિતાએ પણ એને આવડયો એવો સાથિયો પૂર્યો. પછી ઓટલે બેઠેલા વડીલો પ્રતિ એણે કદર,તારીફ યા સ્વીકૃતિવાંચ્છું અપેક્ષાની નજરે જોયું… ત્યાં તો દાદીમા મોં મચકોડતાં બોલી પડયાં,“ છટ્,આવો તે કાંઇ સાથિયો હોય ?મોટી દર્શના તો કેવો મજાનો,રૂપાળો સાીથયો દોરતી!…આવા હદયવેદી શબ્દબાણે અમિતાનું ઉત્સાહઘેલું બાળહૈયું આરપાર વીંધી નાખ્યું. હું જોઇ રહ્યો. એનો નમણો, મીઠો ચહેરો ઓઝપાઇ ગયો અને આંખમાંથી આંસુ સરી રહયાં,ટપ….ટપ…
એ જોઇ મારુંય હૈયું વીંધાઇ ગયું. છતાં શું થાય ? હું આમન્યાથી અને અમિતા એની બાલ્ય કમજોરીથી લાચાર હતાં,પણ હું ઉભો થઇ ગયો,વહાલથી અમિતાની આંગળીઓ પકડી લીધી અને જાણે કંઇ જ ના બન્યું હોય એમ મેં તેણીને કહયું,ચાલ બેટા,આપણે જરા ગામમાં ફરી આવીએ, લોકોનાં આંગણાંના સાથિયા તો જોઈ આવીએ ! પછી તો અમે ગામમાં ખુબ ફર્યા, ઘરઘરના અનેક સાથિયા જોયા.વાતાવાતમાં સાવ સહજ ભાવે, જાણે સરખાવતો હોઉં એમ, કેટલાક સારા કે સામાન્ય સાથિયા જોતા હું એની તારીફ કરતા, અમિતાએ દોરેલા સાથિયાનોયે પ્રશ્નાત્મક ઉલ્લેખ કરી લઉ.
થોડીક વારમાં તો,અમિતાનું નાનકડું મન પ્રસન્ન—પ્રસન્ન અને પ્રફુલ્લિત થઇ ગયું. સ્નેહ અને કદરદાની,અમુક પ્રમાણમાં પ્રશંસા પણ બાળક માટે આ સંસારની સૌથી વધુ પૌષ્ટિક સંજીવની છે. ટીકા યા ઠપકો નહી,પરંતુ પ્રશંસા અને પ્રોત્સાહન જ બાળકને વધુ ને વધુ સારી કમગીરી કરી દેખાડવાની મનગમતી પ્રેરણા આપે છે.
રમેશભાઇ સ્વશિક્ષિત એવા બાળઉછેરના નિષ્ણાત,તેઓએ પોતાની આત્મકથામાં એક પ્રસંગ ટાંકયો છે; “રસપૂરીના જમણની થાળીઓ પિરસાઇ રહી હતી. દસ વર્ષની અર્ચનાને મેં કહયુ કે,જા દીકરા,ફ્રીજમાંથી રસની તપેલી કાઢી લાવ તો ! ત્યાં ફટાક્…અર્ચનાના હાથમાંથી તપેલી છટકી અને આખીયે ફરસ રસતરબોળ!…પીઠે પ્રેમભર્યો હાથ પસરાવતાં મેં છોબીલી અને ભયભીત દીકરીને કહયું,કાંઇ વાંધો નહીં,ચાલો જમી લઇએ !“જાણે કાંઇ જ બન્યું નથી એવા આનંદ,ઉમંગથી અમે ત્રણે જમ્યાં. તપેલીમાં રહયોસહયો રસ પણ આગ્રહ કરીને જ ખવડાવ્યો”આવે પ્રસંગે બૂમબરાડા અને વાતાવરણ અને ભોજન બંને બગાડીએ,ત્યારે પેલા બાળકના કોમળ કેવી મૂક પીડા થાય! જે રડી પડે,બીજું કરેય શું અને ત્યારે વળી મૂરખ મા—બાપ તો પડકારે,“ચૂપ,રડે છે શાની?વગેરે” માટે જ બાળચિક્ત્સિક ડૉ.બિપિન દેસાઇ કહે છે,બાળકની તમામ અપતિઓ જ બિમારીઓનું કારણ શું,જાણો છો ? Stupi Parants…મૂરખ મા—બાપ ! આજે અર્ચના એક સુશીલ તથા સમજદાર ગૃહિણી તરીકે પંથક આખામાં પ્રશસક છે;ત્યારે રમેશભાઇની છાતી ગજગજ ફૂલે છે!…બાળકોને ભલે મારવા નહી પણ ડરાવાં તો ખરાં જ“—એ સિદ્બાંત સાવ જ ખોટી અને વળી ત્રાસવાદી ! રમેશભાઇ કહે છે કે,મેં મારી પોણોસો વર્ષની જિંદગી કોઇ પણ બાળક સાથે ઊંચા અવાજે વાત સુદ્બાં નથી કરી ન દુહિત સાથે કે ન દોહિતરાં સાથે !
બાળક સરસ સુંદર ઊછરી આવે છે. તે ધાકધમકીઓ,સજાઓ, સલાહો,ટીકાઓ યા કરડાકીઓથી નહીં. બાળકોને તો લાડ—પ્યાર,સતત સ્નેહભરી કાળજી ,પ્રશંસા,પ્રોત્સાહન,ઉષ્મા અને સ્વીકૃતિથી જ બુદ્બિમાન,શકિતવાન,સમજદાર,ગુણવાન અને આજ્ઞાંકિત બનાવી શકાય.
પ્રાણીસૃષ્ટિમાં,માનવબાળ જ સૌથી દીર્ઘ શિશુત્વ (Prolonged infancy) ધરાવતું બચ્ચું છે,જે લાભગ દસ—બાર વર્ષનું થાય,ત્યાં સુધી પણ બહુધા માતા—પિતા કે વડીલો પર આધાર રાખતું જીવે છે અને વળી બે—અઢી વર્ષ સુધી તો તે સંપૂર્ણ પરાવલંબી હોય છે,ત્યારે જો તેની સંભાળ રાખનાર કોઇ મોટેરું ના હોય,તો તે જીવી જ ના શકે.આવા સંજોગોમાં જો મા—બાપ,વડીલો યા કોઇ મોટેરાં ભાઇ—બહેન ખોટા ખ્યાલો ને ખોટી માન્યતાઓનો ભોગ બનેલાં હોય ત્યારે એવા શિશુની અવદશા અત્યંત દયનીય બની રહે છે.એક જ ગંભીર અને ચિંત્ય દાખલો ટાંકું તો,અઢી—ત્રણ વર્ષની વયે બાળકને બાલમંદિરમાં દાખલ કરી જ દેવું -એવો જે વ્યાપક ખ્યાલ છે એ મનોવૈજ્ઞાનિક યા શૈક્ષણિક સર્વ ર્દષ્ટિએ અણસમજુ બાળક પર અસહ્ય અત્યાચાર જ છે. બાળકને,તે સાત વર્ષનું થાય એ પહેલાં શાળાએ મોકલવું જ ના જોઇએ. વળી,શાળાઓનાં વાતાવરણ તથા વ્યવસ્થા બાળકને મૂંઝવણ યા દુઃખ ન થાય,બલકે એને મજા પડે એવાં જ હોવાં જોઇએ.જો કે એવાં“વિધાનંદધામો”જગતભરમાં ય ઓછાં જ જોવા મળે છે,ત્યાં આપણા જેવા પછાત દેશોની તો વાત જ શું કરવી? આપણે ત્યાં તો મા—બાપ પોતાનો બોજ હળવો કરવા અને થોડા કલાકના એશઆરામ કે છુટકારા માટેજ બહૂધા બાળકને બાલમંદિરમાં પૂરી આવે છે ! માટેજ જોહ્ન અપસાઇંડ કટાક્ષપ્રહાર કરે છે.
” Tha founduing fathers decided that children were an unnaural strain on parents so they provided jails, called schools, equipped with torture called education ! ‘’
પ્રા.તુલસીભાઇ પટેલ લખે છે, “આપણે માનીએ છીએ કે બાળકો આપણી એક મોટી સમસ્યા છે,પરંતુ સાચી હકીકત તો એ છે કે વડીલો જ બાળકો માટે એક મોટી સમસ્યા છે.!(બાળકોનું ઘડતર.)મને એક પ્રશ્ન ઉઠે છે કે પ્રાથમિક શિક્ષક થવા માટે પી.ટી.સી.થટેલ વ્યકિત અનિવાર્ય,માધ્યમિક અને બ.એડ.ની ડિગ્રી ફરજિયાત,ડૉકટર—વકીલ થવા માટેય અમુકતમુક પદવીઓ અનિવાર્ય—જરૂરી ;ત્યારે જેની જવાબદારી સૌથી વધુ ગંભીર,અટપટી તથા મુલીયાવાન છે,જેણે એક નવાગંતુક માનવીને શરૂથી જ સર્વાગી શિક્ષણ આપવાનું છે,એવાં માત—પિતા બનવા માટે કેમ; ક્શી જ તાલીમ યા પદવી અનિવાર્ય નહીં?મારો તો આગ્રહભર્યો મત એવો છે,કોઇ પણ વ્યકિતને બાળઉછેરની ચોકકસ વૈજ્ઞાનિક તાલીમ પસાર કર્યા વિના,માત યા પિતા બનવાની મંજૂરી આપવી જાઇએ જ નહીં!