દામ્પત્ય જીવન ને પ્રસન્ન શી રીતે બનાવશો?

એકબીજાની ટીકા કરવાનું ટાળશો.

હંમેશાં પોતાના જીનવસાથીના સ્વભાવ અને વ્યક્તિત્વની ખાસિયતો જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્ત્રી—પુરુષને કુદરતે અલગ ઘડેલા છે. એમનાં માનસિક બંધારણમાં પણ ભિન્નતા મૂકેલી છે. સ્ત્રી અને પુરુષની અંદર કેટલીક જાતિ—સહજ શક્તિઓ અને નબળાઈઓ હોય છે. પુરુષને હંમેશા મહત્ત્વ આપવામાં આવે તે ગમતું હોય છે. પોતાના વખાણ કરવામાં આવે એ એમને પસંદ પડે છે. સ્ત્રીઓ પાસેથી તેઓ હંમેશાં પ્રોત્સાહન અને પ્રેરણાની અપેક્ષા રાખતા હોય છે. પુરુષનું સ્થાન કુટુંબમાં મોભાનું છે એવું અહમ્‌ સંતોષાય એને બદલે સ્ત્રીઓ એમને ઉતારી પાડે તો એનાથી એમનું અહમ્‌ ઘવાય છે. પુરુષની ટીકા કરીને સ્ત્રી એનો પ્રેમ ગુમાવે છે.

આવું જ સ્ત્રીઓની બાબતમાં છે. પુરુષો સ્ત્રીઓની કેટલીક ખાસિયતો સમજી શકતા નથી. સ્ત્રીઓ સલામતીની ઝંખના કરતી હોય છે. સામાન્ય રીતે સ્ત્રીઓ પુરુષ ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપવા માંગતી નથી. ઊલટું પુરુષના રક્ષણ હેઠળ જીવવાનું પસંદ કરે છે. સ્ત્રીઓ કુમળા પુષ્પ જેવી છે. તે માવજત અને સૂર્યપ્રકાશ ઇચ્છે છે. તે પ્રેમની ઇચ્છા કરે છે. એને ભૌતિક સુખસાધનોની અપેક્ષા હોતી નથી, જેટલી પ્રેમ અને હૂંફની હોય છે. ટીકા કરવાથી એ રિસાય છે. પતિની સફળતામાં એનો પણ મહત્ત્વનો ફાળો એવી એની લાગણીને પોષવાથી એને બળ મળે છે. સ્ત્રીને પોતાના પુરુષ પ્રત્યે માતૃત્વની ભૂમિકા અદા કરવાનું પસંદ પડતું નથી. એ પુરુષના પુરુષત્વની પૂજા કરતી હોય છે. જો કોઈ પુરુષ બાળક જેવું વર્તન કરે તો પોતાની પત્નીનું સન્માન મેળવી શકતો નથી. પુરુષ હંમેશાં પુરુષની જ ભૂમિકા ભજવે અને સંસારમાં તમામ વ્યવહારમાં પુરુષ જ બની રહે એવું સ્ત્રી ઈચ્છતી હોય છે. સ્ત્રી અને પુરુષે લગ્નજીવનમાં એકબીજાની ખાસિયતો, ભિન્નતા અને ખામીઓ સમજીને સામેના પાત્રની ટીકા કરવાનું ટાળવું જોઈએ..દલીલબાજી કરશો નહીં

મતભેદ પેદા થાય તો પરસ્પર ચર્ચા કરીને એનો નિવેડો આણવો જોઈએ. જો લાગણીના આવેગમાં સ્વસ્થ રીતે ચર્ચા કરવાની શક્યતા ન જણાતી હોય તો એ સમયે એની વાત કરવાનું માંડી વાળશો. આમ પણ દલીલથી કોઈ હેતુ સરતો હતો નથી. ગુસ્સો શાંત થાય પછી ચર્ચા કરવાનું ઠીક રહેશે. ખાસ કરીને એકબીજા ઉપર દોષારોપણ કરવાનું અને વ્યક્તિગત આપેક્ષો ઉપર આવવાનું ટાળશો. ચર્ચા અને દલીલ વચ્ચેનો ભેદ ખાસ સમજી લેશો. જો સામેનું પાત્ર દલીલ કરવાનો હઠાગ્રહ રાખે જ તો પણ તમે સ્વસ્થતા જાળવશો.

કુટુંબમાં બાળકોની હાજપરસ્પરની વાતચીત દરમિયાન પતિપત્નીએ ફરિયાદો, ચિંતાઓ, બીમારીઓ, ખર્ચ વગેરેનો ઉલ્લેખ ટાળવો જોઈએ. બને ત્યાં સુધી વાતચીતમાં હળવાશ અને પ્રસન્નતા જળવાઈ રહે તેનો પ્રયત્ન કરવો. સતત દોષ કે ખામી શોધો, બીમાર રહે અને દવાખાના કે ડૉક્ટરનો સંગાથ છોડે નહીં, પોતાની ઘરની કે નોકરીની જવાબદારી કે ભારનો જ ઉલ્લેખ કર્યા કરે એવી વ્યક્તિ પોતાના જીવનસાથીના મનમાં અણગમો પેદા કરે છે.રીમાં કોઈ વાદવિવાદ ક્રશો નહીં.

તમારા સ્વભાવમાં વારંવાર રિસાવું, દ્વેષ, ઇર્ષ્યા, શંકા અને નામજોગ ટીકા કરવાનું કાયમી ઘર ન કરી જાય એની ખાસ કાળજી લેશો.

પોતાના જીવનસાથીનો વાંક કાઢવા કરતાં પોતાની નબળાઈનું દર્શન કરી એને સુધારવાનો પ્રયત્ન કરશો.

લગ્નજીવનમાં આનંદની ક્ષણોના સહભાગી બનવું જોઈએ. જે લગ્નજીવનમાં સંસાર કે કુટુંબની વિટંબણાઓ કે મુશ્કેલીઓ આડે આવતી હોય એ કડવાશ પેદા કરે છે. કપરા સમયમાં પણ પતિપત્નીએ આનંદની તકો શોધીને એને સાથે માણવાની તકો છોડવી જોઈએ નહીં.

સ્ત્રીની સહિષ્ણુતા લગ્નજીવનમાં સ્ત્રી અને પુરુષની ભૂમિકા સમાનતા અને સમજદારીની છે. એમાં પોતાના જીવનસાથી ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપવાના સંઘર્ષ કે ર્સ્પધાનું કોઈ સ્થાન નથી. સામેનું પાત્ર બદલાઈને પોતાને અનુકૂળ બને અને પોતે જેવું વિચારે છે એવું જ પોતાના જીવનસાથીએ પણ વિચારવું જોઈએ એવી અપેક્ષા વધારે પડતી છે. પતિ—પત્નીના સંબંધે જોડાવા છતાં બન્નેનું વ્યક્તિત્વ, જીવનદૃષ્ટિ, વિચાર પ્રક્રિયા અને વ્યક્તિ તરીકેના કેટલાક અધિકારો તો સ્વતંત્ર જ રહે છે. લગ્નજીવનમાં સમાનતાનો સંબંધ છે, ઊંચ—નીચનો નહીં. એમાં બન્નેમાંથી કોઈનું પણ આપખુદશાહી વલણ હોવું જોઈએ નહીં. પતિ વધારે પડતી જોહુકમી ચલાવનાર અને પત્ની વશ થનારી હોય એવો લગ્નસંબંધ દામ્પત્યને અપ્રસન્ન બનાવે છે. પતિ—પત્ની બન્ને એકબીજાને સન્માન આપે, એકબીજાનો આદર કરે તથા એકબીજાના સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર કરે એ સંબંધ જ સ્વસ્થ છે. કોઈએ કોઈની માલિકી પણ કરવી જોઈએ નહીં. સાચા પ્રેમમાં માલિકીભાવ નહીં પણ નિસ્વાર્થપણું અને વિશાળતા હોવી જોઈએઅને વાત્સલ્ય કુટુંબની સલામતીની ઢાલ બની શકે છે.

પતિને માનસિક સંતાપ પેદા થાય છે. તેમ પુરુષમાં જાતીય ઊણપ હોય તો એ હંમેશા પોતાની તબિયતના રોદણાં જ રડતો રહે છે. જે લગ્નજીવનમાં જાતીય આનંદનો અભાવ હોય એની પ્રસન્નતા જાળવી શકાતી નથી. લગ્નજીવનમહોય તો એનું નિરાકરણ કરવા માટે વૈજ્ઞાનિક ઢબે લખાયેલા પુસ્તકમાંથી એનું માર્ગદર્શન મેળવવું જોઈએ અથવા યોગ્ય કાઉન્સેલર અથવા સલાહકાર પાસેથી માર્ગદર્શન મેળવવું જોઈએ.

તમારા રસ અને રુચિઓને વિશાળ બનાવો. જીવનમાં વિવિધતા લાવો. તમારા સુખ માટે એકમાત્ર તમારા જીવનસાથી ઉપર આશ્રિત બનીને બેસી ન રહેશો. વિવિધ પક્રારના શોખો કેળવવાથી લગ્નજીવન વધારે સમૃદ્ધ બને છે. ભરતગુંથણ, સીવણ, સંગીત, વાંચન, આગળનો અભ્યાસ, સામાજિક પ્રવૃત્તિઓ, સમાાજિક સંગઠનોમાં જોડાવું — વગેરે દ્વારા તમારા લગ્નજીવનમાં વિવિધતા આવશે પોતાના જીવનસાથી ઉપર દોષારોપણ કરી જીવનને દુઃખી બનાવવાનું ટાળશો. આળસુ લોકોનું લગ્નજીવન હંમેશાં દુઃખી હોય છે. એમને પોતાનું દુઃખનું કોઇ ને કોઈ બહાનું મળી રહેતું હોય છે. આવા લોકો હંમેશા એવું કહેતા ફરતા હોય છે કે, “આને પરણીને હું દુઃખી થઈ ગયો છું કે થઈ ગઈ છું. હું બીજા કોઈ પાત્રને પરણ્યો હોત કે પરણી હોત તો મારું જીવન જુદું જ હોત.” માનસિક રીતે અસ્વસ્થ હોય તેવા પતિ કે પત્ની જ એવું માનવાની ભૂલ કરતાં હોય છે કે પોતાનો જીવનસાથી જડ છે, બદલાય એમ નથી. એને પરણવાની પોતે ભૂલ કરી નાખી છે અને લગ્નજીવન એના માટે બેડી સમાન બની ગયું છે. લગ્નજીવનમાં સામા પાત્રને બદલવાનો હઠાગ્રહ રાખવા કરતાં પોતે અનુકૂળતા પેદા કરવાનો અભિગમ અપનાવવો જોઈએ.

લગ્નજીવનમાં આવી હોનારત ટાળવામાં સ્ત્રીઓની ભૂમિકા પ્રધાન છે. કુટુંબમાં સ્ત્રીનું સ્થાન મહત્ત્વનું છે. પત્ની નોકરી—વ્યવસાય અને બાહ્ય જગતની સમસ્યાઓ, ર્સ્પધાઓ, તણાવો અને ચિંતાથી કંટાળી—થાકીને ઘેર આવતા પુરુષના વિસામાનું સ્થાન બની શકે છે. એના સ્થાને ઘરે સતત ટકટક કરતી સ્ત્રી પુરુષની અંદર કંટાળો પેદા કરે છે.